Get The App

સોયાતેલમાં તેજીવાળા આક્રમક બનતાં વાયદો ઉછળી રૂ.900 કુદાવી ગયો: પામતેલમાં જોકે ગાબડા પડયા

- સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ઘટાડતાં વિવિધ આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી નીચી ઉતરી

- સિંગતેલમાં તેજીના વળતા પાણી: કપાસિયા તેલ ફરી ઉંચકાયું

Updated: Dec 19th, 2019

GS TEAM

Google News
Google News
સોયાતેલમાં તેજીવાળા આક્રમક બનતાં વાયદો ઉછળી  રૂ.900  કુદાવી ગયો: પામતેલમાં જોકે  ગાબડા પડયા 1 - image

મુંબઈ, તા.19 ડિસેમ્બર 2019, ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  પામતેલના ભાવમાં ઉંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે સામે સોયાતેલમાં તેજીનો  ચરુ ઉકળતો  રહ્યો હતો. સોયાતેલ વાયદાના ભાવ આજે  ઉછળી ઉંચામાં રૂ.૯૦૦ વટાવી રૂ.૯૦૧.૪૦ થયા પછી  સાંજે ભાવ રૂ.૮૯૭.૮૦ બોલાઈ રહ્યા હતા. 

આજે  નીચામાં ભાવ રૂ.૮૮૨.૮૦ રહ્યા હતા.  વાયદા બજારમાં આજે વ્યાપક અફડાતફડી જોવા મળી હતી.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓનો વાયદો નીચામાં રૂ.૭૨૨ તથા ઉંચામાં રૂ.૭૩૨.૫૦ થયા પછી   સાંજે ભાવ રૂ.૭૩૧.૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં  અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૯ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે  પ્રોજેકશનમાં  ભાવ સાંજે  ૧૧થી ૧૨ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.

 દરમિયાન, મલેશિયામાં  આજે પામતેલનો વાયદો ચાલુ બજારે એક તબક્કે ૩૯ પોઈન્ટ માઈનસમાં રહ્યા પચી ઉંચામાં ભાવ ૨૭ પોઈન્ટ પ્લસમાં રહી છેલ્લે બંધ ભાવ ૧૭  પોઈન્ટ  પ્લસમાં રહ્યા હતા. ત્યાં પામ પ્રોડકટના ભવા આજે  પાંચથી સાડા સાત ડોલર ઉછળ્યા હતા.  દરમિયાન, અમેરિકા-શિકાગો  બજારમાં  રાત્રે સોયાખોળનો વાયદો ૬થી ૧૪ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો. 

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં  આજે પામતેલના ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના ગબડી નીચામાં  રૂ.૭૮૦થી ૭૮૩ થયા પછી સાંજે  ભાવ રૂ.૭૮૫થી ૭૯૦ રહ્યા હતા. હવાલા રિસેલમાં ૧૦૦થી ૧૫૦ ટનના વેપાર થયા  હતા. પામતેલમાં  વિશ્વ બજારમાં  આજે ભાવ વધ્યા હતા.  જ્યારે મુંબઈ બજારમાં નવી માગ પાંખી રહેતાં  નફારૂપી વેચવાલી વચ્ચે ભાવ ગબડતા રહ્યા હતા. 

 દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૩૫ વાળા રૂ.૭૩૩ રહ્યા હતા.  સોયાતેલના હાજર ભાવ આજે  રિફા.ના રૂ.૮૭૦ રહ્યા હતા.  જ્યારે ડિગમના ભાવ રૂ.૮૪૦થી ૮૪૫ રહ્યા હતા.  સિંગતેલના ભાવ આજે હાજરમાં ૧૦ કિલોના રૂ.૧૧૨૦ વાળા રૂ.૧૧૧૫ રહ્યા હતા.  જ્યારે રાજકોટ બાજુ ભાવ વધ્યા ભાવથી નીચા ઉતરી આજે રૂ.૧૦૮૦થી ૧૦૯૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૫૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૮૦૫ વાળા જોકે રૂ.૮૧૫ રહ્યા હતા. 

મુંબઈ બજારમાં  કપાસિયા તેલના ભાવ રૂ.૮૫૫ વાળા રૂ.૮૬૦ રહ્યા હતા.  મસ્ટર્ડના ભાવ વધી  રૂ.૯૦૦ બોલાયા હતા જ્યારે  કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૦૦ વાળારૂ.૧૩૨૦ રહ્યા હતા.  દક્ષિણના સમાચાર પ્રોત્સાહક હતા.  દરમિયાન કેન્દ્ર સરકારે  આયાતકારો  માટે ડોલરના કસ્ટમ એક્સ.ના દર રૂ.૭૨.૪૦ વાળા રૂ.૭૧.૯૦  કર્યાના સમાચાર હતા. આના પગલે આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ  ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો  થયો હોવાનું  બજારના જાણકારોએ જણાવ્યું હતું.

Tags :