BNPL, PPI સર્વિસ આપતી ફિનટેક કંપનીઓ સામે RBIની તપાસ શરૂ
- સિસ્ટમમાં પ્રણાલીગત જોખમ વધવાની રિઝર્વ બેન્કને આશંકા
- ફિનટેક કંપનીઓ દ્વારા નિયમ વિરુદ્ધ ધિરાણ તેમજ ગ્રાહકોના ડેટાની સુરક્ષા,ગોપનિયતા અંગે ચિંતા

મુંબઈ : રિઝર્વ બેન્ક બાય-નાઉ, પે-લેટર (બીએનપીએલ) અને ઇ-વોલેટ જેવા પ્રિ-પેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઇ) સવસની તપાસ કરી રહી છે.
મધ્યસ્થ બેન્કે બીએનપીએલ અને પીપીઆઇ પાછળ વધી રહેલા ધિરાણ અંગે ચિંતા દર્શાવી છે, કારણ કે તેનાથી પ્રણાલીગત જોખમો સર્જાઇ શકે છે. નવા યુગની ફાઇનાન્સિયલ કંપનીઓ ગ્રાહકોના વોલેટ લોડ કરવા એટલે કે વોલેટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) તરફથી પ્રાપ્ત ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરી રહ્યા છે. પીપીઆઈ મની લેન્ડિંગ માટે ફાઇનાન્સ કંપનીઓ પુરતી સાવધાની ન રાખી હોવાની આશંકા સેવાઇ રહી છે.
ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ રિઝર્વ બેન્કે નોન બેન્કિંગ સંસ્થાઓ અને ફિનટેક કંપનીઓને ક્રેડિટ લાઇનમાંથી પીપીઆઇમાં મની લોડ કરવા પર પ્રતિબંધ મૂકવાનો પરિપત્ર ઇશ્યૂ કર્યો હતો, જેમાં આદેશનું ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
રિઝર્વ બેન્કે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ ઇનોવેશને પ્રોત્સાહન આપે છે પરંતુ તે રેગ્યુલેટરી આબટ્રેજ પર આધારિત ન હોવું જોઈએ.
ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, રિઝર્વ બેન્ક ડેબિટ કાર્ડ, કેશ, બેન્ક એકાઉન્ટમાંથી ડેબિટ મારફતે પીપીઆઇમાં નાણાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કરતું નથી, કારણ કે તેનું માનવુ છે કે ક્રેડિટ લાઇન આફર કરવા માટે, એન્ટિટી પાસે લાઇસન્સ હોવું જરૂરી છે.
જો કે તમામ ફિનટેક પાસે ધિરાણ આપવાનું લાઇસન્સ ન હોવાથી રિઝર્વ બેન્ક એવુ માની રહી છે કે આવી કંપનીઓ કાયદાકીય માળખામાં રહીને કામગીરી કરી રહી નથી. ઉપરાંત ડેટાની સુરક્ષા અને ગોપનિયતા અંગે પણ કેટલીક ચિંતાઓ છે.

