Get The App

સેન્સેક્સમાં બજેટના દિવસે સૌથી મોટું ગાબડું

- ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ શેરધારકોના માથે નંખાતા તેમજ ૭૦ પ્રકારના ડિડકશન ખતમ કરાતા શેરબજારનું મોરલ ઝડપથી ખરડાયું

Updated: Feb 1st, 2020

GS TEAM

Google News
Google News
સેન્સેક્સમાં બજેટના દિવસે સૌથી મોટું ગાબડું 1 - image

અમદાવાદ, તા. 01 ફેબુ્રઆરી, 2020, શનિવાર

નાણામંત્રીએ આજે રજૂ કરેલા બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સનો બોજો રોકાણકારો પર નાંખવા સહિતની અન્ય પ્રતિકૂળ દરખાસ્તોના પગલે બજારનું મોકલ ખરડાતા સેન્સેક્સમાં ૯૮૮ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.  સેન્સેક્સમાં આજે ૨.૪૩ ટકાનું ગાબડું નોંધાયું હતું. જે બજેટના દિવસનું છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી મોટું ગાબડું છે.

બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની વસુલાત હવે શેરધારકો પર લાગુ કરવાની દરખાસ્તની બજાર પર પ્રતિકૂળ અસર થઇ છે. આ ઉપરાંત લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસમાં પણ કોઈ રાહત જાહેર ન થતા બજારમાં વસવસાની લાગણી પ્રવર્તતી હતી.

નાણાંમંત્રી દ્વારા આવકવેરાના માળખામાં ફેરફાર કરીને નવા ટેક્સ સ્લેબનો ઓપ્શન આપ્યો છે. પરંતુ, આ નવો ટેક્સ સ્લેબ અપનાવાશે તો ડિડકશનના લાભ ગુમાવવા પડશે.

એક અંદાજ મુજબ નવા વ્યવસ્થામાં ૭૦ પ્રકારના ડિડકશન ખતમ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ડિડકશનમાં ઇક્વિટી સેવિંગ સ્કીમ સહિત અન્ય યોજનાઓનો પણ સમાવેશ થાય છે. આમ, બજેટમાં રોકાણકારો, શેરધારકોને રાહત મળવાની જગ્યાએ તેમના પરના બોજમાં વધારો થતા બજારનું માનસ ખરડાયું હતું.

આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે બજારમાં ઝડપી પીછેહઠ થતા સેન્સેક્સમાં ૯૮૮ પોઇન્ટ અને નિફ્ટીમાં ૩૦૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું.

લોકલ ફંડો-રોકાણકારોએ જાકારો આપીને આજે શેરોમાં સાર્વત્રિક ઓફલોડિંગ કરતાં સેન્સેક્સ ૧૦૦૦થી વધુ પોઈન્ટ તૂટી ગયા બાદ અંતે ૯૮૭.૯૬ પોઈન્ટ તૂટીને ૩૯,૭૩૫.૫૩ અને નિફટી સ્પોટ ૩૦૦.૨૫ પોઈન્ટ તૂટીને ૧૧,૬૬૧.૮૫ બંધ રહ્યા હતા. 


Tags :