ડૉલર સામે રૂપિયામાં મોટી અફડાતફડી
- રૂપિયો ઉંચામાં ૮૩.૭૬ થઇ નીચામાં ૮૪.૫૮ સુધી પટકાયો : ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉંચામાં ૧૦૦ની સપાટી પાર કર્યા પછી ફરી તૂટયો
- વિદેશી બેંકો ડોલર વેચવા નિકળી : સરકારી બેંકોએ ખરીદી કરી : : ફોરેક્સ રિઝર્વમાં વધુ ૧.૯૮ અબજ ડોલરની વૃદ્ધિ
મુંબઈ : કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાયા હતા. ડોલરના ભાવ રૂા. ૮૪.૫૦ વાળા આજે સવારે જો કે રૂા. ૮૪.૦૬ ખુલી નીચામાં ભાવ રૂા. ૮૩.૭૬ થયા પછી ભાવ બપોર પછી ફરી ઉછળી ઉંચામાં રૂા. ૮૪.૫૮ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂા. ૮૪.૫૩ રહ્યા હતા. ડોલર સામે રૂપિયામાં આજે વ્યાપક અફડાતફડી જોવા મળી હતી.
ડૃોલરના ભાવ આજે ચાલુ બજારે એક તબક્કે ગબડી રૂા. ૮૪ની અંદર ઉતરી જતાં ઓક્ટોબર ૨૦૨૪ પછીની નવી નીચી સપાટી ડોલરમાં તથા નવી ઉંચી સપાટી રૂપિયામાં જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
મુંબઇ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ડોલરમાં આજે આરંભીક તબક્કામાં વિવિધ વિદેશી બેંકોના વ્યાપક વેચવાલી જોવા મળી હતી. શેરબજાર ઉંચકાતાં તથા દેશમાં ડોલરનો ઇનફ્લો વધતાં તેની અસર પણ કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ દેખાઇ હતી. રૂપિયામાં મંદીવાળાના વેચાણો પણ કપાયા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ આજે ૦.૫૬ ટકા તૂટયો હતો. ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૩૩ તથા નીચામાં ૯૯.૬૩ થઇ ૯૯.૬૯ રહ્યાના નિર્દેશો હતા.
યુરોપમાં ફુગાવામાં વૃદ્ધી અપેક્ષાથી વદુ આવી હતી. ડોલર સામે યુરોના ભાવ વિશ્વ બજારમાં ઉંચકાતા ડોલર ઇન્ડેક્સ ફરી ૧૦૦ની સપાટીની અંદર ઉતરી ગયાનું જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકાના ડોબગ્રોથના ડેટા પર બજારની નજર હતી. મુંબઇ બજારમાં ડોલર તૂટયા પછી બપોર પછી જો કે ફરી ઉંચકાતા રૂપિયામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો.
દરમિયાન, મુંબઇ બજારમાં રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ સાંકડી વધઘટે રૂા. ૧૧૨.૫૩ આસપાસ જળવાઇ રહ્યા હતા. યોરીપીયન કરન્સી યુરોના ભાવ છ પૈસા ઘટયા હતા. યુરોના ભાવ નીચામાં રૂા. ૯૪.૭૪ થયા પછી ઉંચામાં રૂા. ૯૫.૯૬ બંધ રહ્યા હતા.
જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૯૦ ટકા ઘટી હતી. જ્યારે ચીનની કરન્સીમાં નજીવી પીછેહઠ દેખાઇ હતી. મુંબઇ બજારમાં ડોલરમાં નીચા મથાળે રિઝર્વ બેંકની કહેવાતી સુચનાથી અમુક સહકારી બેંકો ડોલર ખરીદવા આવ્યાની ચર્યા પણ સંભળાઇ હતી.
ફોરેક્સ ભાવ
ડોલર |
રૃ ૮૪.૫૩ |
પાઉન્ડ |
રૃ ૧૧૨.૫૩ |
યુરો |
રૃ ૯૫.૯૬ |
યેન |
રૃ ૦.૫૮ |