FOLLOW US

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

IBJA દ્વારા જાહેર કરવામાં આવ્યા ભાવ

વર્ષના અંતે સોનું 65,000 સુધી પહોંચી શકે છે

Updated: May 25th, 2023


સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 60,000 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 70,000 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનું ભાવ 60,228 રૂપિયા હતું, જે ગઈકાલની સરખામણીમાં 452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું. જ્યારે ચાંદીનો ભાવ 817 રૂપિયા ઘટીને 70,312 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.


કેરેટ
ભાવ (રૂપિયા/10 ગ્રામ)
24
60,228
23
59,987
22
55,169
18

45,171


વર્ષના અંતે સોનું 65,000 સુધી પહોંચી શકે છે

વર્ષ 2020માં શરૂ થયેલી ગોલ્ડ સુપર સાઇકલ હજુ પણ ચાલુ છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન સંજોગોને જોતા લાગે છે કે તે 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સોનાને સપોર્ટ શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે મળી રહ્યો છે. આ કારણે વર્ષના અંત સુધીમાં સોનું 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોચી શકે છે.

 IBJA દ્વારા જાહેર કરવામાં આવ્યા ભાવ

બુલિયન માર્કેટમાં સોનું તેના ઓલ ટાઈમ હાઈથી 1511 રૂપિયા સસ્તું થઈ ગયું છે. બુલિયન માર્કેટમાં 6 મેના રોજ  24 કેરેટ સોનાની હાજર કિંમત ઓલ ટાઈમ હાઈ 61,739 રૂપિયા પહોંચી ગઈ હતી. સોના અને ચાંદીના આ દર IBJA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આ દર પર GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગુ પડતો નથી.

Gujarat
IPL-2023
Magazines