Get The App

બેંકિંગ, મેટલ, એફએમસીજી શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 458 પોઈન્ટ તૂટીને 41115

-નિફટી સ્પોટ ૧૨૯ પોઈન્ટ ગબડીને ૧૨૧૧૯ : બેંકેક્સ ૪૨૦ પોઈન્ટ તૂટયો : ફાર્મા શેરોમાં આકર્ષણ : FPIs/FIIની ફયુચર્સમાં રૂ.૨૭૫૦ કરોડ, કેશમાં રૂ.૪૩૯ કરોડની વેચવાલી, DIIની કેશમાં રૂ.૧૦ કરોડની ખરીદી

- ક્રુડ બ્રેન્ટ ૬૦ ડોલર અંદર : ચાઈનાના કોરોના વાઈરસનો ઉપદ્રવ અન્ય દેશોમાં

Updated: Jan 27th, 2020

GS TEAM

Google News
Google News
બેંકિંગ, મેટલ, એફએમસીજી શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 458 પોઈન્ટ તૂટીને 41115 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર

ચાઈનામાં ઘાતક નીવડી રહેલા કોરોના વાઈરસે અનેકનો ભોગ લેતાં અને આ વાઈરસ હજુ વધુ ઘાતક બનવાની  ચાઈનીઝ પ્રમુખ જિનપિંગની ચેતવણી બાદ કરોડો લોકો ચાઈનામાં અટવાઈ પડતાં અને હવે આ વાઈરસની ઝપટમાં અન્ય દેશોમાં પણ ચાઈનાના વુઆન પ્રાંતથી આવેલા લોકો અસરગ્રસ્ત બન્યા હોવાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. ચાઈનાનો કોરોના વાઈરસ વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારો પર હાવી રહ્યા સામે આજે બજેટની અપેક્ષાઓને બજારે ડિસ્કાઉન્ટ કરવા માંડી હતી. ચાલુ સપ્તાહમાં શનિવારે ૧,ફેબુ્રઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પર્સનલ ટેક્ષ રેટમાં ઘટાડા, પ્રોપર્ટીના વેચાણ પરના લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) નાબૂદ થવાની અને શેરો સહિત માટે એલટીસીજી માટે એક વર્ષને બદલે બે વર્ષ લોંગ ટર્મની વ્યાખ્યા કરવાની શકયતા અને ડિવિડન્ડ ટેક્ષ પાછો ખેંચાવાની અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં ઘટાડાની બતાવાતી શકયતા સહિતના પરિબળો બજારે ડિસ્કાઉન્ટ કર્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર પણ આજે મજબૂત બન્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, એફએમસીજી શેરોમાં કડાકા સાથે પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૪૫૮.૦૭ પોઈન્ટ તૂટીને ૪૧,૧૫૫.૧૨ અને નિફટી સ્પોટ ૧૨૯.૨૫ પોઈન્ટ તૂટીને ૧૨,૧૧૯ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ચાઈનાના કોરોના વાઈરસના ફફડાટે વૈશ્વિક મંદીના અંદાજ વચ્ચે બ્રેન્ટ ક્રુડ ૬૦ ડોલરની સપાટી તોડી ૫૯ ડોલર નજીક આવી ગયા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર૧૧ પૈસા વધીને રૂ.૭૧.૪૪ રહ્યો હતો. 

સેન્સેક્સ આરંભથી જ ફંડોના હેમરીંગે ૪૧,૬૧૩ થી નીચામાં ૪૧,૧૨૨ સુધી ખાબકી અંતે ૪૫૮ પોઈન્ટ તૂટીને ૪૧,૧૫૫

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત ધોવાણ સાથે થઈ હતી. ચાઈનાના કોરોના વાઈરસનો ઉપદ્રવ સતત ફેલાઈ રહ્યો હોઈ ચાઈનાએ નવા વર્ષની રજાઓ લંબાવતાં સામે વૈશ્વિક અન્ય બજારોમાં ધોવાણની  સાથે ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ આગલા બંધ ૪૧,૬૧૩.૧૯ સામે ૪૧,૫૧૦.૬૮ મથાળે ખુલીને આરંભથી જ મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ સહિતમાં મોટું ઓફલોડિંગ થતાં અને એફએમસીજી શેરોમાં આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવરમાં વેચવાલી થતાં તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડના ત્રિમાસિક પરિણામ પૂર્વે ફંડોના ઓફલોડિંગે એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક ઘટી આવતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતના પાવર-કેપિટલ ગુડઝ શેરો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઓએનજીસી, ઈન્ફોસીસ, ટાઈટનની નરમાઈએ સેન્સેક્સ એક તબક્કે તૂટીને ૪૧,૧૨૨.૪૮ સુધી આવી જઈ અંતે ૪૫૮.૦૭ પોઈન્ટ તૂટીને ૪૧,૧૫૫.૧૨ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ફરી ૧૨,૨૦૦ની સપાટી ગુમાવી : નીચામાં ૧૨,૧૦૭ સુધી આવી અંતે ૧૨૯ પોઈન્ટ ઘટીને ૧૨,૧૧૯

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૨૪૮.૨૫ સામે ૧૨,૧૯૭.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૨૧૬.૬૦ થઈ વન સાઈડ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા સહિતમાં વેચવાલીએ અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં  એચડીએફસી લિમિટેડના પરિણામ પૂર્વે વેચવાલી સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યશ બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને એફએમસીજી શેરોમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં નરમાઈએ અને ટાઈટન, ગ્રાસીમ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ગેઈલ, આઈઓસી, એનટીપીસી, લાર્સન સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૨,૧૦૭ સુધી આવી અંતે ૧૨૯.૨૫ પોઈન્ટ ઘટીને ૧૨,૧૧૯ બંધ રહ્યો હતો. 

બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૩૧,૩૩૦ થી તૂટીને ૩૦,૮૫૦: નિફટી જાન્યુઆરી ફયુચર ૧૨,૨૭૧ થી ઘટીને ૧૨,૧૧૮

બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૬૯,૧૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૪૯૫.૨૩ કરોડના કામકાજે ૩૧,૩૩૦.૩૫ સામે ૩૧,૦૫૦.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૨૩૯.૯૦ થઈ ઘટીને ૩૦,૮૫૦ સુધી આવી અંતે ૩૦,૮૫૦ રહ્યો હતો. બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨૧,૯૩૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩૬૫.૮૯ કરોડના કામકાજે ૩૧,૪૪૮.૧૫ સામે ૩૧,૨૫૫.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૩૫૯.૮૫ થઈ ઘટીને ૩૦,૯૬૫.૩૫ સુધી આવી અંતે ૩૦,૯૭૫.૯૫ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૨૯,૭૯૦ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૮૪૧.૫૨ કરોડના કામકાજે ૧૨,૨૭૧.૬૦ સામે ૧૨,૧૬૮.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૨૦૯.૬૦ થઈ ઘટીને ૧૨,૧૧૭.૫૦ સુધી આવી અંતે ૧૨,૧૧૮.૯૫ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨૭,૫૦૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫૧૮.૧૬ કરોડના કામકાજે ૧૨,૩૧૦.૧૦ સામે ૧૨,૨૨૧.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૨૪૯.૨૦ સુધી જઈ ઘટીને ૧૨,૧૫૮.૫૦ સુધી આવી અંતે ૧૨,૧૬૦ રહ્યો હતો. 

ચાઈના કોરોના વાઈરસના ઉપદ્રવે મેટલ-માઈનીંગ શેરોમાં કડાકો : જિન્દાલ સ્ટીલ, વેદાન્તા, સેઈલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ગબડયા

ચાઈનામાં ઘાતક કોરોના વાઈરસથી અનેક લોકો અસરગ્રસ્ત થતાં અને આ ઉપદ્રવ અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યાના અહેવાલો વચ્ચે વૈશ્વિક વેપારને મોટો  ફટકો પડવાના અંદાજોએ મેટલ-માઈનીંગ શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૨૦ તૂટીને રૂ.૧૭૮.૭૫, વેદાન્તા રૂ.૬.૯૫ ઘટીને રૂ.૧૪૮.૮૫, સેઈલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૪૮.૮૦, ટાટા સ્ટીલ રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૪૬૨.૪૦, હિન્દાલ્કો રૂ.૭.૨૦ ઘટીને રૂ.૧૯૮.૧૫, એનએમડીસી રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૨૪.૩૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૨૬૨.૮૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૩૦ ઘટીને રૂ.૨૦૧.૪૫, કોલ ઈન્ડિયા રૂ.૧૯૩.૩૦ રહ્યા હતા.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત ધોવાણ : ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, કોટક બેંક, સિટી યુનિયન બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું આજે સતત ઓફલોડિંગ થયું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૪.૪૦ ઘટીને રૂ.૧૨૭૧.૬૦, એચડીએફસી બેંક રૂ.૩૧.૨૫ ઘટીને રૂ.૧૨૧૨.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૮૫ ઘટીને રૂ.૩૧૬.૨૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૬.૧૫ ઘટીને રૂ.૧૬૧૭.૮૦, સિટી યુનિયન બેંક રૂ.૨ ઘટીને રૂ.૨૩૫.૮૫, રિલાયન્સ કેપિટલ ૪૯ પૈસા તૂટીને રૂ.૯.૩૨, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૪ તૂટીને રૂ.૪૫૮.૫૫, એયુ બેંક રૂ.૫૦.૫૫ ઘટીને રૂ.૧૦૨૨.૬૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૩૫૨.૪૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૭૫ ઘટીને રૂ.૧૦૪, કેનેરા બેંક રૂ.૭.૯૫ ઘટીને રૂ.૨૧૦.૬૫, એમસીએક્સ રૂ.૩૫.૨૫ ઘટીને રૂ.૧૩૩૦, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૨.૪૦ ઘટીને રૂ.૮૮૫.૨૫, એચડીએફસી લિમિટેડના ત્રિમાસિક પરિણામ પૂર્વે શેર રૂ.૫૫.૧૦ ઘટીને રૂ.૨૩૯૫.૮૦, આવાસ રૂ.૩૬.૪૫ ઘટીને રૂ.૧૯૧૪.૫૫,, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૪૫૨.૮૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૮૧૪.૯૫, કર્ણાટક બેંક રૂ.૧.૧૫ ઘટીને રૂ.૭૪.૫૦ રહ્યા હતા. 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ઓફલોડિંગ : સિમેન્સ, ભેલ, પાવર ગ્રીડકોર્પ, લાર્સન, એનટીપીસી, કલ્પતરૂ પાવર, સીઈએસસી ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ફંડોની વ્યાપક વેચવાલી રહી હતી. સિમેન્સ રૂ.૬૬.૧૦ ઘટીને રૂ.૧૫૫૮.૪૦, ભેલ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૪૩.૯૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૯૨.૯૦, કલ્પતરૂ પાવર રૂ.૮.૫૫ ઘટીને રૂ.૪૫૧.૫૦, એનટીપીસી રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૧૨.૯૫, સીઈએસસી રૂ.૭.૨૦ ઘટીને રૂ.૭૪૫.૬૫, અદાણી ટ્રાન્સમિશન રૂ.૩.૨૦ ઘટીને રૂ.૩૩૦.૧૦, ગ્રેફાઈટ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૩૦૮.૬૦, એચઈજી રૂ.૨૯.૭૦ ઘટીને રૂ.૧૦૯૨, ભારત ફોર્જ રૂ.૧૨.૩૫ ઘટીને રૂ.૫૦૯.૪૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૧૩૪૮.૫૦ રહ્યા હતા.

ચાઈના વાઈરસે ફાર્મા-હેલ્થકેર શેરો ઉંચકાયા : વોખાર્ટ રૂ.૫૪ વધીને રૂ.૩૫૩ : ડો.રેડ્ડીઝ ખોટ છતાં રૂ.૧૬૧ વધીને રૂ.૩૧૮૮

ચાઈનાના કોરોના વાઈરસના ઉપદ્રવના ફફડાટ વચ્ચે આજે ફાર્મા-હેલ્થકેર શેરોમાં ફંડોની લેવાલી રહી હતી. વોખાર્ટ રૂ.૫૩.૮૫ ઉછળીને રૂ.૩૫૨.૯૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૧૯૭.૯૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા ત્રીજા ત્રિમાસિકના પરિણામમાં રૂ.૧૩૨૦ કરોડના કુલ ઈમપાર્ટમેન્ટ ચાર્જિસ પૈકી જીનુવેરિંગના ઈમપાર્મેન્ટ માટે રૂ.૧૧૧૩.૭૦ કરોડના ઈમપાર્મેન્ટ ચાર્જને લઈ રૂ.૫૭૦ કરોડની ચોખ્ખી ખોટ કરતાં અને આવક ૧૪ ટકા વધીને રૂ.૪૩૮૩.૮૦ કરોડ જાહેર કર્યા સામે શેરમાં ફંડોની લેવાલીએ રૂ.૧૬૦.૯૦ વધીને રૂ.૩૧૮૮.૯૫ રહ્યા હતા. ફાઈઝર રૂ.૧૯૫.૧૫ વધીને રૂ.૪૩૬૦.૯૦, એપીએલ લિમિટેડ રૂ.૨૪.૬૦ વધીને રૂ.૬૧૪.૮૦, થાઈરોકેર રૂ.૨૨.૬૦ વધીને રૂ.૫૭૧.૭૦, ન્યુલેન્ડ લેબ રૂ.૧૭.૩૫ વધીને રૂ.૪૮૪.૧૦, લાલપથ લેબ રૂ.૫૧.૮૫ વધીને રૂ.૧૭૫૩.૩૦, નોવાર્ટિસ રૂ.૧૨.૪૦ વધીને રૂ.૬૭૦.૭૦, ગ્લેક્સો રૂ.૩૯ વધીને રૂ.૧૬૭૭.૩૫, લુપીન રૂ.૧૧.૭૫ વધીને રૂ.૭૫૧.૮૫, સિપ્લા રૂ.૬.૫૫ વધીને રૂ.૪૬૪.૬૫, અબોટ ઈન્ડિયા રૂ.૬૨.૪૦ વધીને રૂ.૧૨,૬૬૩.૯૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી નરમાઈ : ૧૫૨૪ શેરો  નેગેટીવ બંધ : ૨૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ

સેન્સેક્સ-નિફટીમાં કડાકા  સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની શેરોમાં પણ સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૫  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૦૩૬ અને ઘટનારની સંખ્યા ૧૫૨૪ રહી હતી. ૨૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

FPIs/FIIનીફયુચર્સમાં રૂ.૨૭૫૧ કરોડ, રૂ.૪૩૯ કરોડની કેશમાં ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૧૦ કરોડની ખરીદી 

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-સોમવારે કેશમાં રૂ.૪૩૮.૮૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૦૨૫.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૬૪.૫૮ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈ-એફપીઆઈઝની આજે ફયુચર્સમાં કુલ રૂ.૨૭૫૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૨૬૯ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૦.૫૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૪૫૧.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૪૧.૧૨ કરોડની વેચવાલી થઈ હતી.

Tags :