Get The App

બેંક નિફટીમાં ઈન્ટ્રા-ડે 56695 નવો રેકોર્ડ : બેંકિંગ શેરોના ભાવ 8 ટકા સુધી ઉછળ્યા

- ફાઈનાન્સ શેરોના ભાવોમાં ૮ ટકા સુધી ઉછાળો

- આઈસીઆઈસીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ, મુથુટ ફાઈનાન્સ, એચડીએફસી એએમસી ઉછળ્યા

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
બેંક નિફટીમાં ઈન્ટ્રા-ડે 56695 નવો રેકોર્ડ :  બેંકિંગ શેરોના ભાવ 8 ટકા સુધી ઉછળ્યા 1 - image


મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી(એમપીસી)ની ધિરાણ નીતિ સમીક્ષામાં આજે અનેકને આશ્ચર્યમાં મૂકી દેતો રેપો રેટમાં અડધા ટકાનો જમ્બો ઘટાડો અને કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં એક ટકાનો ઘટાડો કરવાનું જાહેર કરી દેવાતાં ફંડોએ બેંકિંગ શેરોમાં મોટી ખરીદી કરી હતી. જેના પરિણામે બેંક નિફટી ઈન્ટ્રા-ડે નવી સર્વોચ્ચ ઊંચી સપાટીએ ૫૬૬૯૫ પહોંચીને અંતે ૧.૪૭ ટકા એટલે કે ૮૧૭.૫૫ પોઈન્ટ વધીને ૫૬૫૭૮.૪૦ની ઊંચાઈએ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં આજે ૮ ટકા સુધી ભાવોમાં તેજી આવી હતી. ૧૨ બેંક શેરોમાંથી ૧૧ શેરોના ભાવો વધ્યા હતા. જેમાં આગેવાની આઈડીએફસી ફર્સ્ટ બેંક લઈ ૭ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. જ્યારે અન્ય શેરોમાં એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક અને એક્સિસ બેંકમાં ત્રણ ટકા જેટલા ભાવ વધ્યા હતા.

આ સિવાય બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, પીએનબી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરો પણ એકથી ત્રણ ટકા જેટાલ વધ્યા હતા. જ્યારે માત્ર કેનેરા બેંકનો ભાવ ઘટયો હતો.

બેંકિંગ શેરોની સાથે ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોની વ્યાપક ખરીદી રહેતાં નિફટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ ૪૬૧.૭૫ પોઈન્ટ એટલે કે ૧.૭૫ ટકા ઉછળીને ૨૬૮૪૮.૯૦ની ઊંચાઈએ રહ્યો હતો.

ફાઈનાન્સ શેરોના ભાવોમાં આજે ૮ ટકા સુધી ઉછાળો નોંધાય હતો. જેમાં આઈસીઆઈસીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ ૭.૪૬ ટકા, મુથુટ ફાઈનાન્સ ૬.૯૮ ટકા, એચડીએફસી એએમસી ૬.૪૮ ટકા, શ્રીરામ ફાઈનાન્સ ૫.૪૬ ટકા, ચૌલા ફિન ૫.૨૫ ટકા, એસબીઆઈ કાર્ડ ૫.૨૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૯૦ ટકા ઉછળ્યા હતા.

બેંક શેરોના ભાવ વધ્યા

બેંકનું નામ

ભાવ

કેટલો વધારો

-

,જૂન

(ટકાવારી)

આઈડીએફસી ફર્સ્ટ

રૃ.૭૧.૫૦

૭.૦૪

એયુ સ્મોલ બેંક

રૃ.૭૪૮.૪૦

૩.૯૪

એક્સિસ બેંક

રૃ.૧૧૯૫.૫

૩.૧૫

ઈન્ડસઈન્ડ બેંક

રૃ.૮૨૪

૨.૫૯

બેંક ઓફ બરોડા

રૃ.૨૪૬.૩

૧.૬૬

કોટક મહિન્દ્રા બેંક

રૃ.૨૦૭૨

૧.૫૭

એચડીએફસી બેંક

રૃ.૧૯૭૮

૧.૪૬

પંજાબ નેશનલ બેંક

રૃ.૧૧૦.૧૨

૧.૦૧

સ્ટેટ બેંક ઈન્ડિયા

રૃ.૮૧૨.૬૫

૦.૮૩

Tags :