Get The App

Bank Holiday October 2020 : જાણો, ઑક્ટોબરમાં ક્યા દિવસે બેન્ક બંધ રહેશે?

- દેશમાં ઑક્ટોબર મહિનો શરૂ થતાં જ તહેવારની સીઝન શરૂ થઇ જશે

Updated: Sep 29th, 2020

GS TEAM


Google News
Google News
Bank Holiday October 2020 : જાણો, ઑક્ટોબરમાં ક્યા દિવસે બેન્ક બંધ રહેશે? 1 - image

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર 

દેશમાં ઑક્ટોબર મહીનાથી તહેવારની સીઝન શરૂ થઇ જાય છે. એવામાં દેશના અલગ-અલગ ભાગમાં આ મહિને કેટલાય દિવસ બેન્ક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેન્કે રજાની યાદી જાહેર કરી દીધી છે. જેના અનુસાર આ મહિને અલગ-અલગ ભાગોમાં સાપ્તાહિક રજાઓ સાથે 10 દિવસથી વધારે દિવસ બેન્ક બંધ રહેશે. 

જો કે, અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે બેન્ક બંધ રહેશે. દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ પર્વ મનાવવામાં આવે છે, એટલા માટે રજા પણ અલગ-અલગ દિવસે રહેશે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પ્રમુખ પર્વ છે એટલા માટે ત્યાં લાંબી રજા રહેશે. બિહાર અને ઝારખંડમાં પણ દુર્ગા પૂજા અને દશેરા પર લાંબી રજાઓ રહેશે. આ જ રીતે ગુજરાતમાં નવરાત્રિ અને પટેલ જ્યંતિ પર રજા રહેશે. 

જાણો, આ મહિને આવતી મહત્ત્વની રજા વિશે... 

02 ઑક્ટોબર 2020, શુક્રવાર :- મહાત્મા ગાંધી જ્યંતિ

04 ઑક્ટોબર 2020 રવિવાર :- સપ્તાહિક રજા

08 ઑક્ટોબર 2020 ગુરુવાર :- ચેલ્લમ (પ્રાદેશિક પર્વ)

10 ઑક્ટોબર 2020 શનિવાર :- બીજો શનિવાર

11 ઑક્ટોબર 2020 રવિવાર :- સાપ્તાહિક રજા

17 ઑક્ટોબર 2020 શનિવાર :- કટિ બિહૂ (અસમ)

18 ઑક્ટોબર 2020 રવિવાર :- સાપ્તાહિક રજા

23 ઑક્ટોબર 2020 શુક્રવાર :- મહાસપ્તમી (નવરાત્રિ)

24 ઑક્ટૉબર 2020 શનિવાર :- અષ્ટમી (નવરાત્રિ)

25 ઑક્ટોબર 2020 રવિવાર :- સાપ્તાહિક રજા/ નવમી (નવરાત્રી)

26 ઑક્ટૉબર 2020 સોમવાર :- વિજય દશમી

29 ઑક્ટૉબર 2020 ગુરુવાર :- મિલાદ એ શરીફ (પ્રાદેશિક પર્વ)

30 ઑક્ટોબર 2020 શુક્રવાર :- ઈદ-એ-મિલાદ

31 ઑક્ટૉબર 2020 શનિવાર :- પટેલ જ્યંતિ/ મહર્ષિ વાલ્મીકિ જ્યંતિ

વિભિન્ન રાજ્ય સરકાર તેમના રાજ્યના પર્વ અનુસાર આ રજાઓ જાહેર કરે છે. જો કે રાષ્ટ્રીય રજાના દિવસે સમગ્ર દેશની બેન્ક બંધ રહેશે. જેમ કે, ગાંધી જયંતિ અને વિજય દશમીના દિવસે દેશની તમામ બેન્કો બંધ રહેશે. 

ATM માંથી કેશ નિકાળવામાં કોઇ સમસ્યા આવશે નહીં

રજાઓ દરમિઆય સૌથી વધારે પરેશાની એટીએમમાંથી કેશ નિકાળવામાં થાય છે. કેટલીય જગ્યાઓએ બેન્ક બંધ હોવાને કારણે ATMમાં કેશ પહોંચી શકતું નથી અને એટીએમ ખાલી થઇ જાય છે. એવામાં તમે તમારી જરૂરત મુજબ કેશ રાખો અથવા બાકીનું કામ ઑનલાઇન ટ્રાન્જેક્શન મારફતે જ કરો. જો કે, કેટલાક બેન્કોએ મોબાઇલ એટીએમ વેનની સર્વિસ શરૂ કરી છે જેનાથી કેશની સમસ્યા દૂર થશે. રજાઓની વધુ માહિતી માટે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર યાદી જોઇ શકો છો. 

Tags :