Get The App

એપ્રિલમાં 10 દિવસ બૅન્કો બંધ રહેશે, બૅન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો!

Updated: Apr 1st, 2025

GS TEAM

Google News
Google News
એપ્રિલમાં 10 દિવસ બૅન્કો બંધ રહેશે, બૅન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! 1 - image


Bank Holiday:  આજથી 1 એપ્રિલ, 2025 સાથે નવું નાણાકીય વર્ષ શરુ થયું છે. દર વર્ષે એક એપ્રિલના રોજ દેશભરની બૅન્કોમાં રજા હોય છે. આરબીઆઇના નિયમો અનુસાર, નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ક્લોઝિંગ ઑફ એકાઉન્ટન્સનું ભારણ વધુ હોવાથી એક એપ્રિલના રોજ બૅન્કિંગ સેવાઓ બંધ રહે છે. જો કે, નેટ બૅન્કિંગ અને ડિજિટલ ટ્રાન્જેક્શનની સેવાઓ ચાલુ રહે છે. નવા નાણાકીય વર્ષ સાથે આરબીઆઇએ નવું બૅન્ક હોલીડે કેલેન્ડર પણ રજૂ કરી દીધું છે.

ગુજરાતમાં બૅન્કો એપ્રિલ મહિનામાં કુલ 10 દિવસ બંધ રહેશે. જ્યારે દેશભરમાં વિકેન્ડ અને તહેવારની રજાઓને ગણતાં કુલ 16 દિવસ બૅન્કોના કામકાજ બંધ રહેશે. જેથી બૅન્કના જરૂરી કામકાજ પૂરાં કરતાં પહેલાં હોલીડે લિસ્ટ અવશ્ય ચકાસી લેવું.

એપ્રિલમાં આ તહેવારોની રજા

એપ્રિલમાં જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા તહેવારોના કારણે સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા સમાવિષ્ટ છે. જેમાં મહાવીર જ્યંતિ, આંબેડકર જ્યંતિ, ગુડ ફ્રાઇડે, બોહાગ બિહૂ, બસવા જ્યંતિ, અને અક્ષય તૃતિયા જેવા તહેવારો સામેલ છે. તદુપરાંત બાબુ જગજીવનરામ જ્યંતિ, સરહુલ, તમિલ ન્યુ યર, હિમાચલ ડે, વિશુ, ચેઈરાઓબા, ગારિયા પૂજા, અને પરશુરામ જ્યંતિ પણ સમાવિષ્ટ છે.

ગુજરાતમાં આ દિવસે બૅન્કો બંધ રહેશે

ગુજરાતમાં કુલ 10 દિવસ બૅન્કો બંધ રહેશે. જેમાં 1 એપ્રિલે જાહેર રજા, 10 એપ્રિલે મહાવીર જ્યંતિ નિમિત્તે રજા રહેશે. 14 એપ્રિલે આંબેડકર જ્યંતિના કારણે બૅન્કો બંધ રહેશે. બાદમાં 18 એપ્રિલે ગુડ ફ્રાઇડેના કારણે બૅન્કોના કામકાજ બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર 12 એપ્રિલ, 26 એપ્રિલ ઉપરાંત 6 એપ્રિલ, 13 એપ્રિલ, 20 એપ્રિલ, 27 એપ્રિલે રવિવારની રજા રહેશે.

એપ્રિલમાં 10 દિવસ બૅન્કો બંધ રહેશે, બૅન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! 2 - image

Tags :