Get The App

બેંક ગ્રાહકની પરવાનગી વિના ઓવરલિમિટ ફી વસૂલ કરી શકશે નહીં

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
બેંક ગ્રાહકની પરવાનગી વિના ઓવરલિમિટ ફી વસૂલ કરી શકશે નહીં 1 - image


- RBIએ ક્રેડિટ કાર્ડ ઓવરલિમિટ પર બ્રેક લગાવી

- ક્રેડિટ કાર્ડમાં વધારાના ખર્ચ માટે કાર્ડ ઈશ્યુઅર્સ આપમેળે મંજૂરી નહિ આપી શકે, ઓવરલિમિટ માટે ગ્રાહકની આગોતરી પરવાનગી ફરજિયાત

ગ્રાહકો અજાણતાં લિમિટથી વધુ ખર્ચ કરી બેસતા હોવાથી આરબીઆઇએ ઝંપલાવ્યું

અમદાવાદ : વિશ્વની આર્થિક મહાસત્તા અમેરિકાની ભારતમાં પણ ક્રેડિટ કાર્ડનો વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. આજનું યુવાધન મોજશોખ અને અન્ય ખરીદી માટે ક્રેડિટકાર્ડનો કોઈપણ ખચકાટ વિના મનસ્વી વપરાશ કરી રહ્યું છે. સામે પક્ષે બેંકો પણ બેંકિંગના કોર બિઝનેસને બદલે ક્રેડિટ કાર્ડ સેગમેન્ટને જ મુખ્ય બિઝનેસ બનાવી ઉઘાડી લૂંટ આદરી રહી છે. જોકે આરબીઆઈ બેંકોના આ વલણ સામે લાલ આંખ કરી છે.

ક્રેડિટ કાર્ડના વધતા વપરાશ અને તેની સાથે- સાથે બાકી રકમમાં પણ થઈ રહેલા વધારા તથા દેવાના ભારણ હેઠળ દબાતા ભારતીયોની ચિંતા કરતા આરબીઆઈએ હવે બેંકોના મનસ્વી વલણ પર કોરડો ઝીંક્યો છે. અનેકોવખત લોકો અજાણતામાં તેમની કાર્ડ મર્યાદા ઓળંગી જાય છે અને તેના પરિણામે બેંકો ભારે ઓવરલિમિટ ફી વસૂલ કરે છે. 

આ પ્રકારની ઓવરલિમિટ ફીની ફરિયાદોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ હવે ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને રાહત આપતા પરવાનગી વગર કોઈ ફી ન વસૂલવા આદેશ કર્યો છે. આરબીઆઈએ નિર્દેશ આપ્યો છે કે બધા કાર્ડ ઈશ્યુઅર્સને તેમની એપ્લિકેશનો, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મમાં ટ્રાન્ઝેક્શન લિમિટ સુવિધા પ્રદાન કરવી આવશ્યક રહેશે. આ સુવિધા ગ્રાહકોને કોઈપણ સમયે ઓવરલિમિટ ફેસિલિટી ચાલુ અથવા બંધ કરવાની મંજૂરી આપશે. આ સુવિધા દરેક સમયે ઉપલબ્ધ રહેશે, ખર્ચ પર સંપૂર્ણ નિયંત્રણ સુનિશ્ચિત કરશે અને પરવાનગી વિના કોઈ ફી વસૂલી નહિ થઈ શકે.

નવા નિયમ મુજબ, જો ગ્રાહકે ઓવરલિમિટની મંજૂરી જ નહિ આપી હોય, તો કાર્ડ ઈશ્યુઅર્સ કોઈપણ સંજોગોમાં નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરવાની મંજૂરી આપશે નહીં. જો કોઈપણ ટેક્નિકલ કારણોસર ટ્રાન્ઝેક્શન લિમિટ ઓળંગાઈ ગઈ હોય, તો પણ બેંક કોઈપણ ઓવરલિમિટ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આ પગલું એવા ગ્રાહકો માટે ફાયદાકારક છે જેઓ આકસ્મિક રીતે વધુ ખર્ચ કરી કાઢે છે અને બાદમાં મર્યાદા કરતા વધુ ખર્ચનો ખ્યાલ આવે છે.

આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બેંક કે કાર્ડ જારીકર્તા ગ્રાહકની સ્પષ્ટ સંમતિ વિના ઓવરલિમિટ ફેસિલિટી એક્ટિવ કરી શકશે નહીં. 

અગાઉ, ઘણી બેંકો આપમેળે આ સુવિધા આપી દેતી હતી, જેના કારણે ગ્રાહકો અજાણતાં લિમિટથી વધુ ખર્ચ કરી બેસતા અને ત્યારબાદ ભારે ફી વસૂલવામાં આવતી હતી. હવે, આ પ્રકારની પદ્ધાતિ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી છે.

સેન્ટ્રલ બેંકે આ નિર્ણય નાણાકીય સુરક્ષા વધારવા અને છેતરપિંડી અટકાવવાના હેતુસર કર્યો છે. ઓવરલિમિટ સુવિધા ઘણીવાર અચાનક અને અનિયંત્રિત ખર્ચ તરફ દોરી જાય છે, જેનાથી ગ્રાહકો નાણાકીય તાણ હેઠળ આવી જાય છે. નવા નિયમો ગ્રાહકોને જવાબદારીપૂર્વક ખર્ચ કરવાની ટેવ વિકસાવવામાં અને બેંકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં મદદ કરશે.

જો ગ્રાહક પાસેથી હવે અનધિકૃત ઓવરલિમિટ ચાર્જ વસૂલાય તો તેઓ પહેલા બેંકની ગ્રાહક સેવામાં ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઈ ઉકેલ ન મળે તો આરબીઆઈ લોકપાલ પોર્ટલ પર ફરિયાદ કરીને સંપૂર્ણ રિફંડ પણ મેળવી શકાય છે.

Tags :