| Image Envato |
તા. 16 ઓગસ્ટ 2023, બુધવાર
બેંક ખાતાની ચેકબુકનો ઉપયોગ તો દરેક લોકોએ ક્યારેકને કાયારેક તો કર્યો જ હશે. અને ઘણા લોકો આજે પણ કરતા હોય છે. કોઈને મોટી રકમ આપવાની હોય તો તેમા ચેકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ શું તમે જાણો છે કે તમારે ચેક ભરતી વખતે શું શુ સાવધાની રાખવી જોઈએ.
ચેકની ઉપર પોતાની સહી કરવાની હોય છે
બેંકમાં ખાતુ ખોલાવ્યા બાદ બેંક દરેક લોકોને ચેકબુક આપતી હોય છે. આ ઉપરાંત ATM કાર્ડ પણ આપતી હોય છે. કે જેનાથી ઓનલાઈન અને કોઈ નાની-મોટી રકમની લેવડ-દેવડ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે છે. પરંતુ જ્યારે કોઈને મોટી રકમની લેવડ-દેવડ કરવાની હોય ત્યારે આ ચેકબુકનો ઉપયોગ કરવામા આવતો હોય છે. પરંતુ આ ચેકબુકનો ઉપયોગ કરતા પહેલા કેટલીક મહત્વની જાણકારી રાખવી જરુરી છે.
ચેકનો ઉપયોગ સાવધાની પુર્વક કરવો જોઈએ
ચેકમાં બેકિંગ સિસ્ટમનો ઉપયોગ સાવધાની પુર્વક કરવી જોઈએ. જેમા કોઈ પણ વ્યક્તિને ચેક આપવાનો હોય તેનું નામ લખતા હોઈએ છીએ. આ સાથે રકમ પણ લખતા હોઈએ છીએ. અને મહત્વની વાત એ છે કે તેમા સહી કરવાની હોય છે.
ચેકમાં રકમ પછી only જરુર લખવું
જ્યારે પણ તમે કોઈને ચેક આપો છો તો તેમા રકમ પછી only જરુર લખો. વાસ્તવમાં ચેક પર એમાઉન્ટ પછી Only લખવાનો મતલબ કોઈ છેતરપીંડીથી રોકવાનો છે. એટલા માટે રકમને શબ્દોમાં લખ્ચા પછી તરત Only લખો.
ખાલી ચેક પર સાઈન ના કરો
ક્યારેય પણ ખાલી ચેક પર સાઈન ન કરો. ચેક પર સાઈન કરતા પહેલા હંમેશા જેને ચેક આપવાનો છે તેનુ નામ, રકમ અને તારીખ લખીને આપો. ચેક લખતી વખતે હંમેશા તમારી પેનનો ઉપયોગ કરો.
આ ઉપરાંત ચેક લખતી વખતે આ 8 ભુલો ક્યારેય ન કરશો
- ક્યારેય કોરા ચેક પર સહી કરીને કોઈને ચેક ન આપો
- ચેકની રકમ લખ્યા પછી only જરુર લખો
- સહી કરવામાં ક્યારેય કોઈ ભૂલ ન કરશો
- તારીખ બરોબર અને સાચી લખો.
- ચેકમાં ક્યારેય પરમેનેન્ટ ઈંકનો ઉપયોગ ન કરશો
- એકાઉન્ટમાં પુરતુ બેલેન્સ હોવુ જરુરી
- પોસ્ટ ડેટ ચેક (PDC) આપવાથી દુર રહો
- ચેક આપ્યા પછી ચેકનંબરનો રેકોર્ડ જાળવો


