ઓટો, ઓઈલ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 295 પોઈન્ટ વધીને 80897
- નિફટી ૧૧૪ પોઈન્ટ વધીને ૨૪૪૬૧ : ફાર્મા, સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી :
- રોકાણકારોની સંપતિમાં રૂ.૪.૬૭ લાખ કરોડનો વધારો
મુંબઈ : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વના જોખમ વચ્ચે વિશ્વની બન્ને દેશોને તણાવ દૂર કરવા હાંકલ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલીક ટ્રેડ ડિલ થવાના અને ચાઈના સહિત સાથે ટેરિફ ઘટાડવા મામલે વિચારણાના સંકેતે આજે વૈશ્વિક બજારો પાછળ ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની વેચવાલી સામે ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી થઈ હતી. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં પણ પસંદગીના રિઝલ્ટ સારા આવ્યા સામે કેટલીક કંપનીઓના નબળા પરિણામોની બજારમાં મિશ્ર અસર જોવાઈ હતી. અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળે ફંડો આજે તેજીમાં રહ્યા હતા. સેન્સેક્સ ઉપરમાં ૮૧૦૪૯.૦૩ સુધી જઈ અંતે ૨૯૪.૮૫ પોઈન્ટ વધીને ૮૦૭૯૬.૮૪ અને નિફટી સ્પોટ ઉપરમાં ૨૪૫૨૬.૪૦ સુધી જઈ અંતે ૧૧૪.૪૫ પોઈન્ટ વધીને ૨૪૪૬૧.૧૫ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૯૪૦ પોઈન્ટ ઉછળ્યો : મધરસન, ઉનો મિન્ડા, બોશ, મહિન્દ્રા, ટીઆઈ ઈન્ડિયામાં તેજી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી આક્રમક ખરીદી કરી હતી. મધરસન રૂ.૬.૫૫ વધીને રૂ.૧૩૮.૯૫, ઉનો મિન્ડા રૂ.૩૫.૧૫ વધીને રૂ.૯૧૨.૨૦, બોશ રૂ.૯૭૧.૪૦ વધીને રૂ.૩૦,૪૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૧.૦૫ વધીને રૂ.૩૦૨૧.૪૦, એક્સાઈડ રૂ.૧૦.૯૫ વધીને રૂ.૩૬૬.૨૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૧.૦૫ વધીને રૂ.૨૯૮૦, ટીવીએસ મોટર રૂ.૬૪.૭૦ વધીને રૂ.૨૭૭૮, અપોલો ટાયર રૂ.૯.૨૫ વધીને રૂ.૪૮૭.૩૫, ટાટા મોટર્સ રૂ.૯.૭૫ વધીને રૂ.૬૬૧.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૪૦.૨૯ પોઈન્ટ ઉછળીને ૫૦૮૬૬.૩૭ બંધ રહ્યો હતો.
અદાણી ટોટલ ગેસ રૂ.૬૬ ઉછળી રૂ.૬૬૫ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલમાં તેજી
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળ સાથે કંપનીઓના પરિણામોનું ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અદાણી ટોટલ ગેસ રૂ.૬૫.૯૫ વધીને રૂ.૬૬૫.૦૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૨૦૬.૩૦, એચપીસીએલ રૂ.૨૫.૬૦ વધીને રૂ.૪૧૦.૪૦, આઈઓસી રૂ.૫.૨૫ વધીને રૂ.૧૪૮.૬૦, બીપીસીએલ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૩૨૧.૧૫, ગેઈલ રૂ.૧.૭૫ વધીને રૂ.૧૯૧.૩૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૪૦ વધીને રૂ.૩૧૪.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૧૫ વધીને રૂ.૧૪૩૧.૧૦ રહ્યા હતા.
કન્ઝયુમર શેરોમાં તેજી : કલ્યાણ જવેલર્સ રૂ.૨૨ ઉછળી રૂ.૫૩૧ : ક્રોમ્પ્ટન, વોલ્ટાસ, બિરલા ફેશન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૨૨.૩૦ વધીને રૂ.૫૩૦.૬૦, ક્રોમ્પ્ટન રૂ.૧૨.૬૫ વધીને રૂ.૩૩૫.૬૦, વોલ્ટાસ રૂ.૩૪.૪૫ વધીને રૂ.૧૨૪૦.૮૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૬.૮૦ વધીને રૂ.૨૬૨.૭૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૬૮.૭૦ વધીને રૂ.૧૬,૭૧૯.૦૫. બ્લુ સ્ટાર રૂ.૨૮.૦૫ વધીને રૂ.૧૬૯૬, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૭.૧૦ વધીને રૂ.૩૫૦૪.૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૩૫.૯૭ પોઈન્ટ વધીને ૫૭૧૩૬.૪૦ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : બેંકેક્સ ૫૬૧ પોઈન્ટ ઘટયો : કોટક બેંક રૂ.૧૦૦ તૂટયો : કેફિન ગબડયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૬૧.૩૯ પોઈન્ટ ઘટીને ૬૨૧૪૭.૮૪ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૯૯.૯૫ ઘટીને રૂ.૨૦૮૫.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૭૯૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૪.૪૮ ઘટીને રૂ.૯૬.૫૧, કેફિનટેક રૂ.૪૭.૨૫ ઘટીને રૂ.૧૦૮૭.૭૦, નુવામા રૂ.૧૫૭.૭૫ ઘટીને રૂ.૫૮૯૮, અરમાન ફાઈનાન્સ રૂ.૨૯.૪૦ ઘટીને રૂ.૧૫૩૯.૩૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૮૪૬.૭૫ રહ્યા હતા.
પરાગ મિલ્ક રિઝલ્ટ પાછળ રૂ.૨૬ ઉછળી રૂ.૨૦૮ : ગોડફ્રે, દાલમિયા સુગર, ડોડલા ડેરી, મેરિકોમાં તેજી
એફએમસીજી, ડેરી-સુગર શેરોમાં ફંડોની આજે વ્યાપક લેવાલી રહી હતી. પરાગ મિલ્ક ફૂડ્સના સારા પરિણામે શેર રૂ.૨૫.૬૦ ઉછળી રૂ.૨૦૭.૭૫, ગોડફ્રે ફિલિપ રૂ.૪૧૯.૦૫ વધીને રૂ.૮૮૦૦.૯૦, દાલમિયા સુગર રૂ.૧૬.૩૦ વધીને રૂ.૩૯૦.૮૫, ડોડલા ડેરી રૂ.૪૧.૪૫ વધીને રૂ.૧૦૬૩.૫૦, મેરિકો રૂ.૨૫.૭૫ વધીને રૂ.૭૨૩.૨૫, રેડિકો રૂ.૮૯.૫૫ વધીને રૂ.૨૫૩૩.૧૫, અવધ સુગર રૂ.૧૮.૧૦ વધીને રૂ.૫૬૧.૪૦, વરૂણ બિવરેજીસ રૂ.૧૫ વધીને રૂ.૫૩૯.૧૫ રહ્યા હતા.
હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૫ પોઈન્ટ વધ્યો : સિક્વેન્ટ, સુવેન, બાયોકોન, થેમીસ, મેક્સ હેલ્થમાં આકર્ષણ
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૪.૬૯ પોઈન્ટ વધીને ૪૨૩૭૯.૮૧ બંધ રહ્યો હતો. સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૧૩.૫૦ વધીને રૂ.૧૫૬.૭૦, સુવેન રૂ.૮.૬૦ વધીને રૂ.૧૩૧.૩૦, શિલ્પા મેડી રૂ.૪૨.૮૦ વધીને રૂ.૬૭૩.૫૦, બાયોકોન રૂ.૧૭.૧૫ વધીને રૂ.૩૩૫.૮૦, થેમીસ મેડી રૂ.૬.૫૦ વધીને રૂ.૧૩૪, પોલીમેડ રૂ.૨૪.૪૦ વધીને રૂ.૫૫૮.૯૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૩ વધીને રૂ.૮૨૭, મેક્સ હેલ્થ રૂ.૪૧.૧૫ વધીને રૂ.૧૧૩૧.૬૫, એપીએલ લિમિટેડ રૂ.૨૭.૮૫ વધીને રૂ.૯૦૪.૯૦, ન્યુલેન્ડ લેબ રૂ.૩૭૭.૬૦ વધીને રૂ.૧૨,૩૨૦ રહ્યા હતા.
આરઆર કાબેલ રૂ.૧૪૫, નેટવેબ રૂ.૧૮૩, આઈટીડી સિમેન્ટ રૂ.૫૧, મોતીલાલ ઓસ્વાલ રૂ.૫૯ ઉછળ્યા
એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં આરઆર કાબેલ રૂ.૧૪૫.૪૫ ઉછળી રૂ.૧૧૭૧.૦૫, નેટવેબ રૂ.૧૮૩ વધીને રૂ.૧૬૦૩.૪૫, સુબેક્ષ રૂ.૧.૪૬ વધીને રૂ.૧૨.૮૨, આઈટીડી સિમેન્ટેશન રૂ.૫૧.૫૫ વધીને રૂ.૫૩૨.૮૦, મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ રૂ.૫૯.૨૦ વધીને રૂ.૬૯૫.૯૦, ઈઝમાય ટ્રીપ રૂ.૧.૦૭ વધીને રૂ.૧૨.૯૨, ગૌતમ અદાણીની ટીમ અમેરિકા લાંચ કેસ મામલે ટ્રમ્પના અધિકારીઓને મળતાં પોઝિટીવ અસરે અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૫૯.૫૫ વધીને રૂ.૨૪૫૨.૭૦, ફિનોલેક્ષ કેબલ રૂ.૫૮ વધીને રૂ.૯૧૪.૪૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની : ૨૫૬૨ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈવેસ્ટરોએ આજે ઘટાડે વ્યાપક વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૬૨ અને ઘટનારની સંખ્યા ૧૪૬૦ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૬૭ લાખ કરોડ વધીને રૂ.૪૨૭.૪૮ લાખ કરોડ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આજે શરૂઆતથી મોટી ખરીદી નીકળતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૪.૬૭ લાખ કરોડ વધીને રૂ.૪૨૭.૪૮ લાખ કરોડ પહોંચ્યું હતું.