ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747
- નિફટી ૩૫ પોઈન્ટ વધીને ૨૪૪૧૪ : રોકાણકારોની સંપતિ રૂ.૩.૧૯ લાખ કરોડનો વધારો
- ભારતીય સૈન્યના પાકિસ્તાનને જડબાતોડ જવાબી હુમલા વચ્ચે શેરોમાં આગેકૂચ : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ
મુંબઈ : પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયોની નિર્દયી રીતે હત્યા કરવામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોની સંડોવણી અને આ આતંકીઓને ભારત જડબાતોડ જવાબ આપશે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના નિર્ધારને આજે અંજામ આપીને ૯ આતંકી મથકોને ભારતીય સૈન્યએ હવાઈ હુમલા કરી ધ્વસ્ત કરતાં આજે ભારતીય શેર બજારોમાં વિદેશી રોકાણકારો સાથે ભારતીય રોકાણકારોને વિશ્વાસ મજબૂત રહ્યો હતો. કોઈપણ પડકારોને પહોંચી વળવા ભારત સક્ષમ હોઈ વિદેશી ફંડોએ પણ રોકાણ સુરક્ષિત હોવાની દૂરંદેશીએ આજે શેરોમાં નવી ખરીદી કરી હતી. ઓટોમોબાઈલ, ડિફેન્સ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ શેરોમાં પસંદગીની ખરીદીના જોરે સેન્સેક્સ વોલેટીલિટીના અંતે ૧૦૫.૭૧ પોઈન્ટ વધીને ૮૦૭૪૬.૭૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૪.૮૦ પોઈન્ટ વધીને ૨૪૪૧૪.૪૦ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સની ૮૮૬ પોઈન્ટની છલાંગ : ભારત ફોર્જ, ટાટા મોટર્સ, મધરસન, સુંદરમ ફાસ્ટનર્સમાં તેજી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ મોટી ખરીદી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૮૫.૮૨ પોઈન્ટ ઉછળીને ૫૧૭૮૭.૫૧ બંધ રહ્યો હતો. મધરસન રૂ.૭.૧૫ વધીને રૂ.૧૪૨.૫૦, ભારત ફોર્જ રૂ.૫૫.૩૫ વધીને રૂ.૧૧૪૦.૪૫, ટાટા મોટર્સ રૂ.૩૨.૭૦ વધીને રૂ.૬૮૦.૫૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૪૨.૫૫ વધીને રૂ.૯૫૯.૯૦, એમઆરએફ રૂ.૫૭૦૬.૩૫ વધીને રૂ.૧,૪૦,૬૭૦.૭૫, અપોલો ટાયર રૂ.૧૩.૨૫ વધીને રૂ.૪૯૬, અશોક લેલેન્ડ રૂ.૫.૭૦ વધીને રૂ.૨૨૬.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૦.૩૫ વધીને રૂ.૩૧૧૯.૮૫, એક્સાઈડ રૂ.૫.૫૦ વધીને રૂ.૩૭૫.૫૫, બોશ રૂ.૪૩૫.૩૦ વધીને રૂ.૩૦,૩૩૦, ઉનો મિન્ડા રૂ.૧૩ વધીને રૂ.૯૧૭.૦૫ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ તેજી : ફેડરલ બેંક, યશ બેંક, કેનેરા બેંક, કોટક બેંક, બીઓબીમાં મજબૂતી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે સિલેક્ટિવ આકર્ષણ રહ્યું હતું. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૦.૮૨ પોઈન્ટ વધીને ૬૧૮૯૨.૯૧ બંધ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૪.૧૫ વધીને રૂ.૧૯૧.૨૦, યશ બેંક ૩૩ પૈસા વધીને રૂ.૧૮.૨૭, કેનેરા બેંક રૂ.૧.૩૩ વધીને રૂ.૯૩.૬૬, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૧.૯૫ વધીને રૂ.૨૦૯૫.૭૫, એચડીએફસી બેંક રૂ.૧૪.૧૦ વધીને રૂ.૧૯૪૪.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨ વધીને રૂ.૭૭૬.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૭૦ વધીને રૂ.૧૪૩૫.૩૫ રહ્યા હતા.
પેટીએમની ખોટ ઘટતાં શેર રૂ.૫૮ ઉછળ્યો : આઈઆઈએફએલ કેપ્સ, પિરામલ, પૂનાવાલા વધ્યા
ફાઈનાન્સ શેરોમાં પેટીએમ-વન ૯૭ કોમ્યુનિકેશનની ત્રિમાસિક ખોટમાં ઘટાડાના પરિણામે શેર રૂ.૫૮.૫૫ ઉછળી રૂ.૮૭૩.૮૫, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૧૭.૦૫ વધીને રૂ.૨૩૧.૨૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૯.૨૦ વધીને રૂ.૧૦૩૩.૯૫, આઈઆઈએફએલ રૂ.૨૩.૮૦ વધીને રૂ.૩૬૭.૮૫, કેફિનટેક રૂ.૬૧.૫૫ વધીને રૂ.૧૧૦૩.૩૦, પૂનાવાલા ફિન રૂ.૧૫.૫૦ વધીને રૂ.૩૮૪.૫૦, એબી કેપિટલ રૂ.૯ વધીને રૂ.૨૦૦.૮૦, ઉગ્રો કેપિટલ રૂ.૮.૬૦ વધીને રૂ.૧૭૭ રહ્યા હતા.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૫૯૩ પોઈન્ટ વધ્યો : કલ્યાણ જવેલર્સ, વ્હર્લપુલ, આદિત્ય બિરલામાં આકર્ષણ
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૯૩.૨૨ પોઈન્ટ વધીને ૫૬૮૨૩.૯૩ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૨૦.૧૫ વધીને રૂ.૫૨૨.૬૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૪૩.૨૦ વધીને રૂ.૧૨૩૮, આદિત્ય બિરલા ફેશન રૂ.૭.૮૦ વધીને રૂ.૨૬૪.૪૫, ક્રોમ્પ્ટન રૂ.૬.૨૫ વધીને રૂ.૩૩૪.૬૦, ટાઈટન રૂ.૪૨.૧૦ વધીને રૂ.૩૩૪૦.૩૦, વોલ્ટાસ રૂ.૧૪.૬૦ વધીને રૂ.૧૨૪૪.૨૫, ડિક્સન રૂ.૪૭.૫૫ વધીને રૂ.૧૬,૧૦૦ રહ્યા હતા.
મેટલ શેરોમાં ફંડો લેવાલ : એપીએલ અપોલો રૂ.૪૮ વધી રૂ.૧૬૬૩ : હિન્દુસ્તાન ઝિંક, નાલ્કોમાં મજબૂતી
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહેતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૪૩.૫૫ પોઈન્ટ વધીને ૨૯૦૯૩.૫૨ બંધ રહ્યો હતો. એપીએલ અપોલો રૂ.૪૮.૩૦ વધીને રૂ.૧૬૬૨.૮૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૬૫ વધીને રૂ.૪૨૪, નાલ્કો રૂ.૩.૩૫ વધીને રૂ.૧૫૮.૨૫, એનએમડીસી રૂ.૧.૨૨ વધીને રૂ.૬૫.૫૭, સેઈલ રૂ.૨.૦૫ વધીને રૂ.૧૧૩.૬૫, કોલ ઈન્ડિયા રૂ.૫.૪૫ વધીને રૂ.૩૮૩.૮૦, ટાટા સ્ટીલ રૂ.૧.૯૦ વધીને રૂ.૧૪૬.૩૦, વેદાન્તા રૂ.૫.૨૦ વધીને રૂ.૪૧૫.૯૫, હિન્દાલ્કો રૂ.૬.૮૦ વધીને રૂ.૬૩૬.૫૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં તેજી : આરતી ડ્રગ્ઝ રૂ.૭૦ ઉછળી રૂ.૪૨૦ : સુવેન, આરતી ફાર્મા, પિરામલ ફાર્મામાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. આરતી ડ્રગ્ઝ રૂ.૬૯.૯૫ વધીને રૂ.૪૧૯.૭૦, સુવેન રૂ.૭.૭૫ વધીને રૂ.૧૩૫.૨૫, આરતી ફાર્મા રૂ.૩૭.૩૦ વધીને રૂ.૭૩૬.૯૫, સિગાચી રૂ.૧.૬૮ વધીને રૂ.૪૧.૯૦, પિરામલ ફાર્મા રૂ.૭.૯૫ વધીને રૂ.૨૧૪.૬૫, હેસ્ટર બાયો રૂ.૬૫.૩૫ વધીને રૂ.૧૭૯૫, હાઈકલ રૂ.૧૩.૦૫ વધીને રૂ.૩૯૦, માર્કસન્સ રૂ.૭.૧૫ વધીને રૂ.૨૨૫.૬૫, મેનકાઈન્ડ રૂ.૬૩.૩૦ વધીને રૂ.૨૪૩૦.૨૦, બ્લુજેટ રૂ.૨૧.૫૫ વધીને રૂ.૭૩૬.૬૦ રહ્યા હતા.
વેલ્સ્પન લિવિંગ, ગોકલદાસ એક્ષપોર્ટસ, સીસીએલ પ્રોડક્ટસ, કેપીઆર મિલ્સ, એન્ડુરન્સ, કેઈસી ઉછળ્યા
એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં વેલસ્પન લિવિંગ રૂ.૧૪.૪૫ ઉછળી રૂ.૧૩૫.૦૫, ગોકલદાસ એક્ષપોર્ટસ રૂ.૧૦૦.૧૦ ઉછળી રૂ.૯૫૨.૭૫, સીસીએલ પ્રોડક્ટસ ઈન્ડિયા રૂ.૮૧.૦૫ વધીને રૂ.૭૭૬, આઈસીઆઈએલ રૂ.૩૨.૨૫ વધીને રૂ.૩૧૮.૬૫, એન્ડુરન્સ રૂ.૧૫૩.૬૦ વધીને રૂ.૨૦૨૩.૭૦, કેપીઆર મિલ રૂ.૮૨.૫૦ વધીને રૂ.૧૧૦૧.૬૦, વીમાર્ટ રૂ.૧૯૪.૨૦ વધીને રૂ.૩૪૦૩.૨૫, નઝારા રૂ.૫૯.૪૫ વધીને રૂ.૧૦૭૩.૪૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૯૫ વધીને રૂ.૩૨૩.૪૦, ઈઆઈએચ હોટલ રૂ.૧૮.૯૦ વધીને રૂ.૩૭૦.૩૫, કેઈસી રૂ.૩૩.૪૫ વધીને રૂ.૭૨૪.૬૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૨૦૬ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ગઈકાલે વ્યાપક ગાબડાં પડયા બાદ આજે ઘટાડે ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૦૬ અને ઘટનારની સંખ્યા ૧૬૮૩ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૨૩.૫૦ લાખ કરોડ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ગઈકાલે વ્યાપક ગાબડાં બાદ આજે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૨૩.૫૦ લાખ કરોડ રહ્યું હતું.
