Get The App

ઓટો ઉદ્યોગના મતે E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી

- હાલ દેશમાં ઈ૨૦ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ અને ૮૦ ટકા પેટ્રોલનું મિશ્રણ ફરજિયાત છે

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઓટો ઉદ્યોગના મતે  E25 ઇંધણ લાગુ કરતા પહેલા પરીક્ષણ જરૂરી 1 - image

અમદાવાદ : ભારતના રસ્તાઓ પર આશરે ૨૪૦ મિલિયન ટુ-વ્હીલર અને ૪૦ મિલિયન કાર દોડે છે. આ મૂળ રીતે ઓછા ઇથેનોલ ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. ઓટોમેકર્સ ચિંતિત છે કે આ વાહનો E૨૫ ઇંધણ પર કેવી રીતે ચાલી શકશે, કારણ કે સરકાર ફરજિયાત E૨૦ ઇંધણની જરૂરિયાતને લંબાવવાનું વિચારી રહી છે.

ઓટો ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું કે ૨૦૨૬ સુધીમાં E૨૫માં સંક્રમણ માટે સરકારી એજન્સીઓ દ્વારા પરીક્ષણ જરૂરી છે અને તે તેનો અભિન્ન ભાગ હોવો જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે પૂરતી જાગૃતિ, યોગ્ય ઇંધણ કિંમત અને ઓટોમેકર્સ તરફથી સ્પષ્ટ માર્ગદર્શન સાથે, ગ્રાહકો તેને સરળતાથી અપનાવી શકે છે.

હાલમાં, દેશમાં E૨૦, ૨૦ ટકા ઇથેનોલ અને ૮૦ ટકા પેટ્રોલનું મિશ્રણ ફરજિયાત છે, અને બધા પેટ્રોલ પંપ આ ઇંધણ શ્રેણીનો સપ્લાય કરે છે.

૨૮ ફેબ્રુઆરીના રોજ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ભારે ઉદ્યોગ મંત્રાલયે ઓટો ઉદ્યોગ સાથે ચર્ચા શરૂ કરી હતી કે ભારતે E૨૦થી આગળ વધીને ઈ૨૫ જેવા ઉચ્ચ મિશ્રણો તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ. એવી શક્યતા છે કે ઓટો ઉદ્યોગ E૨૫ તરફ સીધા સંક્રમણને બદલે તબક્કાવાર સંક્રમણ માટે દલીલ કરશે.

E૨૦ં૧નો ઉપયોગ ઝડપથી ૨૧ ટકાના મિશ્રણ તરફ આગળ વધવા માટે વચગાળાના પગલા તરીકે થઈ શકે છે. E૨૦ં૧નો અર્થ એ છે કે ઇથેનોલ મિશ્રણ ૨૦ ટકાથી થોડું વધારે અથવા ઓછું હોઈ શકે છે.