Get The App

ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે

- ગત મહિને યુપીઆઈ મારફત દૈનિક સરેરાશ ૬૨.૮૦ કરોડ વ્યવહાર

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે 1 - image


મુંબઈ : રૂપિયા ૨૫.૧૦ લાખ કરોડની રકમને આવરી લેતા ૧૯૪૭ કરોડ વ્યવહાર સાથે જુલાઈમાં યુપીઆઈ મારફત પેમેન્ટની નવી ટોચ જોવા મળી છે. 

ગયા વર્ષના જુલાઈની સરખામણીએ વર્તમાન વર્ષના જુલાઈમાં મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારમાં ૨૨ ટકા અને વોલ્યુમની દ્રષ્ટિએ ૩૫ ટકા વધારો જોવા મળ્યો છે. 

ગત મહિને યુપીઆઈ મારફત દૈનિક સરેરાશ ૬૨.૮૦ કરોડ વ્યવહાર પાર પડયા હોવાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું. જૂનમાં આ આંક ૬૧.૩૦ કરોડ રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારનો દૈનિક સરેરાશ આંક રૂપિયા ૮૦૯૧૯ કરોડ રહ્યો હતો જે જૂનમાં રૂપિયા ૮૦૧૩૧ કરોડ જોવા મળ્યો હતો એમ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા જણાવે છે. 

વર્તમાન વર્ષના માર્ચમાં દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૦.૭૦ ટકા વધારો થયો હોવાનું રિઝર્વ બેન્કના ઈન્ડેકસ પરથી તાજેતરમાં જણાયું હતું.  આરબીઆઈ-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ ઓનલાઈન વ્યવહારનું માપ મેળવે છે. છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસમાં નોંધપાત્ર વધારો થયો છે. 

માર્ચ, ૨૦૨૪માં આ ઈન્ડેકસ જે ૪૪૫.૫૦ હતો તે વર્તમાન વર્ષના માર્ચમાં વધી ૪૯૩.૨૨ રહ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં આ ઈન્ડેકસ ૪૬૫.૩૩ રહ્યો હતો.  ઈન્ડેકસ ઊંચો આવવાનો અર્થ દેશમાં પેમેન્ટ માળખામાં વધારો થઈ રહ્યાના સંકેત છે. 

ડિજિટલ પેમેન્ટસ માત્ર  દેશના શહેરો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ નાના નગરો તથા ગામડાઓના ઉપભોગતા પણ તેનો  ઉપયોગ કરતા થયા છે. 


Tags :