mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એટીએમમાં રોકડ ઉપાડ 235 ટકા વધી રૂ.2.85 લાખ કરોડ થયો

Updated: May 25th, 2023

એટીએમમાં રોકડ  ઉપાડ 235 ટકા વધી રૂ.2.85 લાખ કરોડ થયો 1 - image


- એટીએમમાંથી ગ્રાહકોએ કરેલા ઉપાડ દર્શાવે છે કે નોટબંધી પછી પણ ભારતમાં રોકડનું ચલણ વધ્યું છે

- કર્ણાટક, છત્તીસગઢ અને આંધ્રમાં દેશ કરતા વધારે રોકડ ઉપાડઃ ગુજરાત, મહારાષ્ટ્ર જેવા પાંચ મોટા રાજ્યોનો હિસ્સો ૪૩ ટકા 

અમદાવાદ: ભારતમાં વોલેટ, યુપીઆઈ અને ડીજીટલ ટેકનોલોજીના વધી રહેલા વ્યાપથી ખરીદી સમયે રોકડ કરતા ડીજીટલ પેમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે એવા અહેવાલના ગણતરીના દિવસો બાદ નવા અભ્યાસમાં સાબિત થઇ રહ્યું છે કે ભારતની પ્રજા માટે રોકડ જ રાજા છે. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી આવ્યા પછી અને માર્ચ ૨૦૨૩ વચ્ચે એટીએમ ઉપરથી રોકડ ઉપાડવાનું પ્રમાણ ૨૩૫ ટકા વધ્યું છે. ડિસેમ્બર ૨૦૧૬માં મહીને રૂ.૮૪,૯૩૪ કરોડની રકમ એટીએમ ઉપરથી ઉપાડવામાં આવી હતી જે માર્ચ ૨૦૨૩માં વધી રૂ.૨.૮૫ લાખ કરોડ રહી છે. 

એટીએમ ઉપર રોકડ બદલવાની સેવાઓ આપતી કંપની સીએમએસ ઇન્ફો સિસ્ટમના ઇન્ડિયા કેશ વાઈબ્રન્સી અહેવાલ અનુસાર માર્ચ ૨૦૨૩માં રોકડ ઉપાડનું પ્રમાણ એપ્રિલ ૨૦૨૦ કરતા ૧૨૧ ટકા અને મે ૨૦૨૧ કરતા ૪૧ ટકા વધારે છે. આ અહેવાલ વધુમાં નોંધે છે કે નોટબંધી પછી દેશના અર્થતંત્રમાં રોકડનું ચલણ બમણાં કરતા પણ વધારે જોવા મળી રહ્યું છે. ઓક્ટોબર ૨૦૧૬માં રોકડનું ચલણ રૂ. ૧૭.૭૮ લાખ કરોડ હતું જે ડિસેમ્બરમાં ઘટી ૯.૪૩ લાખ કરોડ થયું હતું જે માર્ચ ૨૦૨૩માં વધી રૂ.૩૩.૮ લાખ કરોડે પહોંચી ગયું છે. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂ.૨,૦૦૦ની નોટો ચલણમાંથી પરત ખેંચવાની પ્રક્રિયા તા.૨૩ મેથી ફરી શરુ કરી છે ત્યારે એવી ધારણા છે કે આ ચલણની નોટોનું પ્રમાણ સિસ્ટમમાં ઓછું હોવાથી અર્થતંત્રને કોઈ અસર થશે નહી ત્યારે દેશમાં રોકડના પ્રમાણનો આ અહેવાલ દર્શાવે છે કે ભારતીયો માટે નાણાકીય વ્યવહાર માટે રોકડ એક મુખ્ય સ્ત્રોત છે. 

ભારતીય અર્થતંત્રમાં રોકડનું મહત્વ વધારે છે. સમાજના દરેક વર્ગને નાણાકીય સવલતોના દાયરામાં લાવવો જરૂરી છે. 'એટીએમ ઉપર રોકડ ફરીથી રોકડ ભરવાનું પ્રમાણ મહીને સરેરાશ ૧૦.૧ ટકા વધી રહ્યું છે. 

જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ઈ-કોમર્સ કંપનીઓના કલેક્શન પોઈન્ટ ઉપર રોકડ એકત્ર કરવાનું પ્રમાણ ૧.૩ ગણું વધ્યું હોવાનો અમારી કંપનીનો અનુભવ છે,' એમ સીએમએસ ઇન્ફોના રોકડ વ્યવસ્થા વિભાગના વડા અનુષ રાઘવને જણાવ્યું હતું. 

બેંકોના એટીએમમાં પૈસા ભરવા, તે સતત કામ કરતા રહે એવી સેવાઓ આપતી અલગ અલગ કંપનીઓ છે જેમાં સીએમએસ ઇન્ફોનો હિસ્સો ૪૬ ટકા જેટલો છે. કંપનીએ દેશના રોકડની સ્થિતિ અંગે બહાર પાડેલા અહેવાલ અનુસાર વર્ષ દરમિયાન એક એટીએમમાં સરેરાશ કેટલી રોકડ પરત ભરવામાં આવી એ દ્રષ્ટિએ કર્ણાટક સૌથી પ્રથમ ક્રમ ઉપર આવે છે. કર્ણાટકમાં સીએમએસ ઇન્ફો હેઠળના એટીએમમાં ૨૦૨૨-૨૩માં સરેરાશ રૂ.૧.૭૩ કરોડની રકમ ભરવામાં આવી હતી જે ૨૦૨૧-૨૨માં રૂ.૧.૪૬ કરોડ હતી. આ પછી બીજા ક્રમે છતીસગઢ અને આંધ્ર પ્રદેશનો ક્રમ આવે છે. 

મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ ભેગા મળી દેશના કુલ અર્થતંત્ર કે જીડીપીમાં મહત્તમ હિસ્સ ધરાવે છે. અ પાંચ રાજ્યોમાં રોકડનું પ્રમાણ પણ સૌથી વધુ છે. સીએમએસના અહેવાલ ૨૦૨૨-૨૩માં રોકડ પરત ભરવામાં આ પાંચ રાજ્યોનો હિસ્સો ૪૩.૧ ટકા જેટલો રહ્યો હતો.  ગુજરાત રાજ્યમાં દરેક એટીએમ ઉપર સરેરાશ રૂ.૧.૪૦ કરોડની રોકડ ભરવામાં આવી હતી. 

અર્થતંત્ર સાથે રોકડને સીધો સંબંધ

સીએમએસી ઇન્ફોના અહેવાલ અનુસાર દેશની આર્થિક સ્થિતિ - જેમકે મોંઘવારીનું પ્રમાણ કે અર્થતંત્રમાં ગતિવિધિઓ -અને રોકડ વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. વર્ષ ૨૦૨૨ના છેલ્લા છ મહિના જયારે મોંઘવારી ઊંચા સ્તર ઉપર હતી ત્યારે એટીએમ થકી ભારે ઉપાડના કારણે નોટો ભરવાના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. એવી જ રીતે સવસ સેક્ટરના પરચેઝ મેનેજર ઇન્ડેક્સ અને ચલણમાં રોકડના પ્રમાણના ઇન્ડેક્સનો ગ્રાફ પણ દર્શાવે છે કે જયારે પરચેઝ મેનેજર ઇન્ડેક્સ વધે છે ત્યારે રોકડનું પ્રમાણ પણ વધે છે.

એટીએમમાં સરેરાશ

 

કેટલી રોકડ?

 

રાજ્ય

રૂ. કરોડ

મહારાષ્ટ

૧.૩૦

ગુજરાત

૧.૪૦

તમિલનાડ

૧.૫૦

કર્ણાટક

૧.૭૩

ઉત્તર પ્રદેશ

૧.૩૦


Gujarat