Image Source: Twitter
ATM Transaction Fee: હવે જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડવા જાવ તો શક્ય છે કે, તમારે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. દેશના ATM ઓપરેટરો રોકડ ઉપાડવા માટે ઈન્ટરચેન્જ ચાર્જ વધારવાની માગ કરી રહ્યા છે. તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સુધી પહોંચ્યા છે અને આ ચાર્જ વધારવાની અપીલ કરી છે. અત્યાર સુધી ATMથી પૈસા ઉપાડવાનો ચાર્જ 15-17 લાગી રહ્યો છે પરંતુ તે વધીને હવે 23 રૂપિયા સુધી લાગી શકે છે.
કન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMI) ચાર્જ વધારીને પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 23 કરવાની વકાલાત કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે તેઓ પોતાના બિઝનેસને સરળતાથી રાખવા માટે વધુ ફંડ એકત્ર કરવાની માગ કરી રહ્યા છે.
AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્ટેન્લી જોન્સને કહ્યું કે, બે વર્ષ પહેલા ઈન્ટરચેન્જ રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. અમે આ મુદ્દે RBI સાથે વાત કરી રહ્યા છીએ, અને એવું લાગે છે કે સેન્ટ્રલ બેંક અમારી વાતને ધ્યાનમાં લઈ રહી છે. CATMI એ 21 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શનનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે કેટલાક અન્ય ATM મેન્યુફેક્ચર્સે તેને 23 રૂપિયા કર્યા હોવાની વાત કહી છે.
જોન્સને કહ્યું કે, છેલ્લો વધારો થોડા વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તમામ લોકો એક સાથે આવી ચૂક્યા છે અને લાગી રહ્યું છે કે, ચાર્જ વધારવાની મંજૂરી મેળવવામાં વધુ સમય નહીં લાગશે. 2021માં ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવ્યો હતો. અન્ય એટીએમ મેન્યુફેક્ચરરે પણ જ્હોન્સનની વાત પર મહોર લગાવતા કહ્યું કે, ઈન્ટરચેન્જ રેટ વધારવા માટે હાલના સમયે ઠીક-ઠીક લોબી છે. આ વ્યક્તિનો હવાલો આપતા જણાવાયું છે કે, એક પ્રતિનિધિમંડળ NPCIને મોકલવામાં આવ્યું છે, અને બેંકો પણ આ વધારા માટે સંમત છે.
ક્યાં લાગે છે આવો ચાર્જ
આ એક એવો ચાર્જ છે જે કાર્ડ જારી કરનાર બેંકને ચૂકવવાનો હોય છે. આ ચાર્જ એ બેંકને જાય છે જેના ATMથી કૈશ ઉપાડવામાં આવે છે. આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે ગ્રાહકો પાસેથી લેવામાં આવતો ચાર્જ 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યો હતો.
હજુ સુધી દેશની મોટી બેંક છ શહેરોમાં પોતાના સેવિંગ એકાઉન્ટ વાળા ગ્રાહકોને દર મહિને ઓછામાં ઓછા 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપી રહી છે. આ શહેરોમાં બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હી સામેલ છે. અન્ય બેંકોના ATM પર દર મહિને ત્રણ ટ્રાન્જેક્શન ફ્રી છે.
કઈ બેંકમાં કેટલો ચાર્જ લાગે છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) કાર્ડ હોલ્ડર્સને 10 રૂપિયા + GST પ્રતિ ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકો પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા + GST લાગે છે. ICICI બેંકમાં દર મહિને પ્રથમ પાંચ ટ્રાન્જેક્શન ફ્રી છે. ત્યારબાદ દરેક નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે 8.50 રૂપિયા અને ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયાનો ચાર્જ લાગે છે. બેંકની બહાર બીજા ATMમાંથી પૈસા ઉપાડવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શનનો ચાર્જ છે.
HDFC બેંકમાં પણ ફ્રી ટ્રાન્ઝેક્શનની લીમિ ક્રોસ થયા બાદ 21 રૂપિયા+ ટેક્સ વસૂલે છે. બેંકની બહારની અન્ય બેંકોના ATMમાંથી ટ્રાન્ઝેક્શન માટે પણ સમાન ચાર્જ ચૂકવવો પડે છે. એક્સિસ બેંક પણ HDFC જેટલી જ ફી વસૂલે છે.


