Get The App

માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો

- એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો 1 - image


મુંબઈ : સમાપ્ત થયેલા એપ્રિલમાં દેશનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) માર્ચની સરખામણીએ સહેજ વધી ૫૮.૭૦ રહ્યો છે. માર્ચનો પીએમઆઈ ૫૮.૫૦ રહ્યો હતો. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે માર્ચમાં ૫૯.૫૦ હતો તે એપ્રિલમાં વધી ૫૯.૭૦ રહ્યો છે.

૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે. 

નવા બિઝનેસ ઓર્ડરમાં વધારો આઠ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે અને અસંખ્ય કંપનીઓએ બજાર સ્થિતિ સાનુકૂળ હોવાનો મત વ્યકત કર્યો હોવાનું પીએમઆઈના સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

માર્ચમાં મંદ પડયા બાદ એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ, ૨૦૨૪ બાદ નિકાસ ઓર્ડરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. 

ખર્ચ પરનું દબાણ હળવું થતા અને સેવા પેટેના ચાર્જિસમાં વધારો થતાં સેવા પૂરી પાડતી કંપનીઓના માર્જિનમાં વધારો થયાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ભાવિ વિકાસને લઈને કંપનીઓ આશાવાદી છે પરંતુ તેમનો વિશ્વાસ સાધારણ નબળો પડયો છે.

Tags :