કોઈ એજન્ટ વગર સહારા રિફંડ પોર્ટલ પર જાતે જ કરો અરજી, 45 દિવસમાં આવી જશે રૂપિયા
સહારા ઈન્ડિયામાં મહેનતની કમાણી કરનારા રોકાણકારોને રાહત મળી
રોકાણકારોને પૈસા પાછા આપવા માટે Sahara Refund Portal લોન્ચ કરી
સહારા ઈન્ડિયા ગઈકાલે શરૂ કરાયેલ રિફંડ પોર્ટલ દ્વારા તમે અરજી કરીને સરળતાથી તમારી જમા રકમ પરત મેળવી શકો છો. તેના માટે તમે ઘરે બેઠા મોબાઈલ અથવા લેપટોપ દ્વારા તમે અરજી કરી શકો છો. અને 45 દિવસમાં પૈસા તમારા ખાતામાં આવી જશે.
ઘણા વર્ષોની રાહ જોયા બાદ આખરે સહારા ઈન્ડિયામાં મહેનતની કમાણી કરનારા રોકાણકારોને રાહત મળી છે. સરકારે રોકાણકારોને પૈસા પાછા આપવા માટે Sahara Refund Portal લોન્ચ કરી છે. તેના દ્વારા, પૈસા પાછા આપવા ખૂબ જ સરળ રહેશે અને 45 દિવસમાં તમે તમારા ફસાયેલા પૈસા ઉપાડી શકશો. આ પ્રક્રિયા માટે તમારે કોઈ એજન્ટ ની જરૂર નહી પડે, જે તમે ઘર બેઠા લેપટોપ,કોમ્પુટર અથવા મોબાઈલથી તને સરળતાથી એપ્લાય કરી શકો છો. આવો જાણીએ પ્રોસેસ...
10,000 રૂપિયા સુધીનુ રીફંડ :
પહેલા સહારા ઈન્ડિયા રિફંડ પોર્ટલ વિશે જણાવીએ જેના દ્વારા આ શક્ય બનશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે તેની શરૂઆત કરી હતી. આ અંતર્ગત, સહારાની ચાર સહકારી મંડળીઓના લગભગ 4 કરોડ રોકાણકારો તેમના પૈસા પાછા મેળવી શકશે, જેમના રોકાણની પરિપક્વતા પૂરી થઈ ચુકી છે. સરકાર 10,000 સુધીની રકમ પાછી આપશે એટલે કે પેલા સ્ટેપમાં એ લોકોના પૈસા રીફંડ કરાવામાં આવશે જેનું ઈન્વેસ્ટમેન્ટ 10,000 રૂપિયા છે. એટલું જ નહીં, જે રોકાણકારો ની મોટી રકમ જમા છે, તેમને તેમના કુલ રોકાણમાંથી 10,000 રૂપિયા સુધી જ પરત કરી શકાશે. આવી રીતે 5000 કરોડની રકમ પરત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.
45દિવસ માં પૈસા ખાતામાં :
Sahara Refund Portal દ્વારા તમારી ડીપોસીટ મેળવવી ખુબ સરળ છે. તેના માટે ના કોઈ ફી દેવી પડશે કે ના કોઈ એજન્ટ ની જરૂર પડશે. રોકાણકાર પોતે આ પોર્ટલ પર લોગઈન કરી ને નામ રજીસ્ટર કરાવી શકે છે. અને વેરીફીકેશન પછી 45 દિવસ માં રીફંડ ની પ્રક્રિયા પૂરી થશે. હકીકતમાં, અરજી કર્યા પછી, સહારા ઈન્ડિયાના રોકાણકારોના દસ્તાવેજો સહારા ગ્રુપની સમિતિઓ દ્વારા 30 દિવસમાં ચકાસવામાં આવશે અને ઓનલાઈન ક્લેમ દાખલ કરી ને 15 દિવસની અંદર SMS દ્વારા જાણકારી આપવામાં આવશે.
સરળ સ્ટેપ માં સમજો પૂરી પ્રક્રિયા :
* રોકાણકારે https://mocrefund.crcs.gov.in/ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
* જ્યારે હોમપેજ ખુલશે, ત્યારે રોકાણકાર 'ડિપોઝિટર રજિસ્ટ્રેશન' વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
* હવે નવા પેજ પર તમારો આધાર નંબર દાખલ કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
* આ પછી નીચે આપેલ કેપ્ચા કોડ ભરો અને OTP મેળવો વિકલ્પ પર ક્લિક કરો.
* આ કર્યા પછી, તમે દાખલ કરેલ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને દાખલ કરો.
* આ રીતે તમારા પોર્ટલ પર રજીસ્ટેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, તે પછી હોમપેજ પર પાછા આવો.
* લૉગિન કરવા માટે, તમારે 'ડિપોઝિટર લૉગિન' વિકલ્પ પસંદ કરવો પડશે.
* અહીં તમારે તમારા આધાર નંબરના છેલ્લા ચાર અંકો નાખીને તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
* ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને OTP મેળવવાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, હવે મોબાઈલ પર મળેલો OTP ભરો.
* નવા પેજ પર, કૃપા કરીને અહીં આપેલી માર્ગદર્શિકાને સારી રીતે વાંચો અને 'હું સંમત છું' પર ક્લિક કરો.
* આ પછી, તમારી બેંકનું નામ અને જન્મ તારીખ (DOB) દેખાશે, પછી અહીંથી ડિપોઝિટ સર્ટિફિકેટ ફોર્મ પર જાઓ.
* હવે ક્લેમ રિક્વેસ્ટ ફોર્મ ભરવાનું રહેશે, જેમાં સહકારી મંડળીનું નામ, સભ્યપદ નંબર,અને જમા રકમ દાખલ કરો.
* તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ માહિતીની ચકાસણી કર્યા પછી, પોર્ટલ પર ક્લેમ લેટર ડાઉનલોડ કરો.
* તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો પેસ્ટ કરો અને તેના પર સાઈન કરો, પછી તેને સ્કેન કરીને અપલોડ કરો.
* અપલોડ કર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કન્ફર્મેશન મેસેજ આવશે.
* કન્ફર્મેશન મેસેજ મળ્યા પછી 45 દિવસમાં રિફંડની રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
જો જરૂર હોય તો CSC કેન્દ્રની મુલાકાત લો
ઉપર બતાવ્યા સ્ટેપ પ્રમાણે તમે સરળતાથી તમારા ફસાયેલા પૈસા પાછા મેળવી શકો છો. જો અરજદારને પોર્ટલ દ્વારા અરજી કરતી વખતે કોઈ સમસ્યા થાય, તો તે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકે છે. CSCમાં કામ કરતા કર્મચારીઓ તમારા આધાર લિંક,મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટ દ્વારા રિફંડ પોર્ટલ પર એપ્લાય કરશે.