Get The App

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું?

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? 1 - image


Envato Image



Apple stock worst day 2026: ટેક જાયન્ટ એપલ (Apple) માટે ફેબ્રુઆરી મહિનાનો આ સપ્તાહ આંચકાજનક રહ્યો છે. ગત બુધવારે કંપનીના શેરમાં 5 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો હતો, જે એપ્રિલ 2025 પછીનો સૌથી મોટી એક દિવસીય ઘટાડો માનવામાં આવે છે. આ કડાકાને કારણે માત્ર 24 કલાકમાં જ કંપનીની માર્કેટ વેલ્યુમાં 202 અબજ ડોલર (આશરે ₹18,276 અબજ) નો જંગી ઘટાડો થયો છે. આ નુકસાન એટલું મોટું છે કે તેના કારણે છેલ્લા એક વર્ષમાં કંપનીએ મેળવેલી તમામ ગેઈન હવે ધોવાઈ ગયો છે.

કેમ બોલાયો કડાકો 

શેરમાં થયેલા આ તોતિંગ ઘટાડા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું મનાય છે. પ્રથમ કારણ એપલના પર્સનલ વૉઇસ આસિસ્ટન્ટ 'Siri' ના નવા અપડેટમાં થઈ રહેલો વિલંબ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા વર્ચસ્વ વચ્ચે એપલે ગૂગલ જેમિની (Google Gemini) પર આધારિત સિરીનું નવું વર્ઝન લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા છે, પરંતુ તેના લોન્ચિંગમાં વિલંબના અહેવાલોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે તેમની તૈયારીઓ યોગ્ય દિશામાં છે અને નવું અપડેટ 2026માં જ આવશે.

એપલમાં કડાકાનું આ પણ એક કારણ... 

બીજું મહત્ત્વનું કારણ રેગ્યુલેટરી સ્ક્રુટિની છે. ફેડરલ ટ્રેડ કમિશન (FTC) ના અધ્યક્ષ એન્ડ્રુ ફર્ગ્યુસને એપલના સીઈઓ ટિમ કૂકને 'Apple News' એપની શરતો અને તેની ક્યુરેશન પોલિસીની સમીક્ષા કરવા જણાવ્યું છે. ન્યૂઝ એપના બિઝનેસ મોડલ પર વધતા સરકારી દબાણને કારણે પણ શેરબજારમાં નકારાત્મક અસર જોવા મળી છે.

ઇતિહાસમાં આ બીજો સૌથી મોટી એક દિવસીય ઘટાડો

નોંધનીય છે કે એપલના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટી એક દિવસીય ઘટાડો છે. આ અગાઉ 3 એપ્રિલ 2025ના રોજ ટ્રમ્પ પ્રશાસનની ટેરિફ જાહેરાતોને કારણે કંપનીએ એક જ દિવસમાં 311 અબજ ડોલર ગુમાવ્યા હતા. જોકે, આ આર્થિક આંચકા વચ્ચે પણ કંપની માટે એક સારા સમાચાર એ છે કે એપલ છેલ્લા 14 વર્ષમાં પ્રથમ વખત સેમસંગને પાછળ છોડીને વિશ્વની ટોપ સેલિંગ બ્રાન્ડ બની ગઈ છે. પ્રીમિયમ કિંમત હોવા છતાં છેલ્લા ક્વાર્ટરમાં એપલના ફોન્સની માંગ જબરદસ્ત રહી છે.