અનિલ અંબાણીના મોટા પુત્રના થયા લગ્ન, દુલ્હનને જોઈને લોકોએ કહ્યું- યંગ ટીના અંબાણી
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી, 2022, મંગળવાર
અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલના લગ્ન થઈ ગયા છે. અનમોલે કૃશા શાહ સાથે સાત ફેરા લીધા છે. બંન્નેના લગ્નની તસવીરો હવે ઈન્ટરનેટ પર સામે આવી છે જેના પર લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીરમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અનમોલ અને કૃશાના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અનમોલ અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી કૃશા સાથે પોતાના લગ્નને લઈને ચર્ચામાં હતો. જોકે, પરિવાર અથવા કોઈ પણ નજીકના વ્યક્તિ તરફથી કોઈ અધિકારિક જાહેરાત નહોતી કરવામાં આવી પરંતુ વાયરલ ફોટોઝ અને વીડિયોએ કપલના લગ્નને કન્ફર્મ કરી દીધા છે.
મળતી માહિતી પ્રમાણે બિઝનેસમેન અનિલ અંબાણીનો પુત્ર અનમોલ કૃશાને લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો. પોતાના લગ્નમાં અનમોલ લાઈટ ગ્રે શેરવાનીમાં દેખાઈ રહ્યો છે જ્યારે કૃશા લાલ રંગના હેવી સિલ્વર જરદોસી લહેંગામાં ખૂબ જ સુંદર નજર આવી રહી છે. કૃશાના ફોટોઝ જોયા બાદ કેટલાક લોકો તેને યંગ ટીના અંબાણી કહેવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, અનમોલ અને કૃશાના લગ્નમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ પણ સામેલ થયા હતા. વાયરલ થયેલા ફોટોઝમાં તમે શ્વેતા નંદા, તેમની પુત્રી નવ્યા નવેલી નંદા, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનને જોઈ શકો છો. ફોટોઝમાં સોનમ કપૂરના પતિ આનંદ અહૂજા પણ નજર આવી રહ્યા છે. ટીના અંબાણી પુત્રના લગ્નમાં લાલ અને લીલા રંગના ભારે ભરતકામ કરેલા લહેંગામાં નજર આવી રહ્યા છે.