Get The App

એમેઝોન 2030 સુધીમાં ભારતમાં 20 લાખ લોકોને આપશે રોજગાર, કેન્દ્રીય રાજ્ય IT મંત્રીનો દાવો

10 મિલિયન જેટલા નાના બિઝનેસને ડિજિટલાઈઝ કરવામાં પણ મળશે મદદ

ભારતમાં 20 લાખ નોકરીઓ સર્જવા 26 બિલિયન ડોલરનું રોકાણ

Updated: Jun 26th, 2023

GS TEAM

Google News
Google News
એમેઝોન 2030 સુધીમાં ભારતમાં 20 લાખ લોકોને આપશે રોજગાર, કેન્દ્રીય રાજ્ય IT મંત્રીનો દાવો 1 - image

ભારતમાં રોજગારીને લઈ સારા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે, 2030સુધીમાં ભારતમાં 20 લાખ નોકરીઓની તકો ઉભી થશે.

એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે આપી જાણકારી 

વાત એવી છે કે, એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ડી જેસીએ જણાવ્યું છે કે, વર્ષ 2023થી 2025માં તેઓ ભારતમાં 20 લાખ નોકરીઓની તકો સર્જાય તેની પર કામ કરી રહ્યાં છે. આ અંગેનો નિર્ણય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેસીની અમેરિકામાં થયેલી બેઠકમાં લેવાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેસી વચ્ચે થયેલી બેઠકમાં આ મુદ્દાઓ પર થઇ ચર્ચા 

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેસી વચ્ચે થયેલી બેઠકમાં ભારતના સ્ટાર્ટઅપને ઈમ્પલોયમેન્ટની તકો સર્જાય તે માટે મદદ કરવી, એક્સપોર્ટને પ્રમોટ કરવું, ડિજિટલાઈઝેશન અને વ્યક્તિને સ્વાવલંબી બનાવવો સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

10 મિલિયન જેટલા નાના બિઝનેસને ડિજિટલાઈઝ કરવામાં પણ મળશે મદદ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન એમેઝોને જણાવ્યું કે, તેઓ વર્ષ 2023થી 2025 દરમિયાન 20 લાખ નોકરીઓની તકો ભારતમાં ઉપલબ્ધ કરાવશે. આ સિવાય તેઓ 10 મિલિયન જેટલા નાના બિઝનેસને ડિજિટલાઈઝ કરવામાં પણ મદદ કરશે. આ ઉપરાંત 20 બિલિયન ડોલરનું એક્સપોર્ટ કરવામાં પણ દેશની મદદ કરશે.

ભારતમાં 20 લાખ નોકરીઓ સર્જવા 26 બિલિયન ડોલરનું રોકાણ

આ અંગે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, એમેઝોન વર્ષ દ્વારા અગામી સમયમાં ભારતમાં 20 લાખ નોકરીઓ સર્જવા 26 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ સિવાય કંપની અમેરિકા-ભારત ટેક પાર્ટનરશીપમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.