Get The App

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ

- સિક્કા, બાર તથા ઇટીએફ જેવા વિકલ્પોમાં વધારો

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ 1 - image

મુંબઈ : કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે  અખાત્રીજ (અક્ષય તૃતીયા) ૨૦૨૬ના શુભ અવસર પર ફરી એકવાર ભારતમાં સોનું અને ચાંદી માટે મજબૂત માંગ જોવા મળી છે.

 કેટના સહયોગી સંગઠન ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ, દેશભરમાં સોનાનું કુલ વેચાણ અંદાજે રૂ.૧૬,૦૦૦ કરોડ અને ચાંદીનું વેચાણ આશરે રૂ.૪,૦૦૦ કરોડ થવાની શક્યતા છે.

ઊંચા ભાવ હોવા છતાં ગ્રાહકોની માંગમાં મજબૂતી જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે લોકો સોનું-ચાંદીને સુરક્ષિત રોકાણ અને લાંબા ગાળાની સંપત્તિ તરીકે જોતા થયા છે. 

જ્વેલરી શોરૂમમાં સારી ગ્રાહક હાજરી સાથે હળવા આભૂષણો, સિક્કા, બાર અને ડિજિટલ રોકાણ વિકલ્પોમાં વધતી રસદારી એ બતાવે છે કે ખરીદીનો સ્વરૂપ બદલાઈ રહ્યો છે, માંગ ઘટી નથી.

આ વર્ષની માંગ સ્પષ્ટ કરે છે કે કિંમતોમાં ઉતાર-ચઢાવ હોવા છતાં ખરીદીની રસદારી મજબૂત છે. ગ્રાહકો હવે વધુ સમજદારીપૂર્વક રોકાણ કરી રહ્યા છે, જેમાં હપ્તામાં ખરીદી અને સિક્કા, બાર તથા ઇટીએફ જેવા વિકલ્પોમાં વધારો જોવા મળે છે.