એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે નેતૃત્વ સંકટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Air India CEO and MD Campbell Wilson Resigns: ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયામાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. એરલાઈનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2022માં 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂક પામેલા વિલ્સનનો કાર્યકાળ જુલાઈ 2027માં પૂર્ણ થવાનો હતો, પરંતુ સતત વધી રહેલી આર્થિક ખોટ અને નિયામકીય તપાસના દબાણ વચ્ચે તેમણે અચાનક આ નિર્ણય લીધો છે. ખાસ કરીને ગયા વર્ષે થયેલા અમદાવાદના બોઈંગ વિમાન અકસ્માતમાં 260 લોકોના મોત બાદ એરલાઈન પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
એર ઈન્ડિયા પર આર્થિક સંકટ
એર ઈન્ડિયા માટે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. આર્થિક અંદાજો મુજબ, નાણાકીય વર્ષ 2026માં એર ઈન્ડિયાની ખોટ Rs. 20,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે, જે અગાઉના Rs. 2,000 કરોડના અંદાજ કરતા 10 ગણી વધારે છે. પાકિસ્તાન દ્વારા તેની એરસ્પેસ બંધ કરવામાં આવતા એર ઈન્ડિયાના પશ્ચિમી રૂટ પર માઠી અસર પડી છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના વધતા ભાવ(100 ડોલરથી ઉપર) અને અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિએ એરલાઈન માટે પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ સર્જી છે. ટાટા ગ્રુપની અન્ય નવી કંપનીઓની સંયુક્ત ખોટ પણ Rs. 29,000 કરોડ થવાનો અંદાજ છે, જેમાં સૌથી મોટો હિસ્સો એર ઈન્ડિયાનો છે.
આ પણ વાંચો: 148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો
ભૌગોલિક-રાજકીય સ્થિતિ એર ઈન્ડિયા માટે મોટો પડકાર
નિષ્ણાતોનું માનવું છે કે માત્ર મેનેજમેન્ટને આ ખોટ માટે જવાબદાર ઠેરવવું યોગ્ય નથી, કારણ કે ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ બાહ્ય પરિબળ છે. જોકે, ખાનગીકરણના 4 વર્ષ બાદ પણ ગ્રાહક સેવા અને સુવિધાઓમાં સુધારો ન થવો એ ટાટા ગ્રુપ માટે ચિંતાનો વિષય છે. કેમ્પબેલ વિલ્સન પાસે એવિએશન ઉદ્યોગનો 30 વર્ષનો બહોળો અનુભવ છે અને તેઓ સિંગાપોર એરલાઈન્સની સબસિડીરી 'સ્કૂટ'ના સ્થાપક CEO રહી ચૂક્યા છે. હવે એર ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર આ આર્થિક ખાડામાંથી બહાર આવવાનો અને ગ્રાહકોનો વિશ્વાસ ફરી જીતવાનો રહેશે.









