ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે
- AI હવે એક વિકલ્પ નથી પરંતુ એક વ્યવસાયિક જરૂરિયાત
અમદાવાદ : ભારતનું આટિિફિશ્યલ ઈન્ટેલીજન્સનું બજાર ૨૦૨૭ સુધીમાં ત્રણ ગણાથી વધુ વધીને ૧૭ બિલિયન ડોલર થવાની ધારણા છે. આનાથી તે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ અર્થતંત્રોમાંનું એક બનશે.
આ ક્ષેત્રને ગતિ એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી રોકાણો, વધતા ડિજિટલ ઇકોસિસ્ટમ અને મજબૂત પ્રતિભા આધાર દ્વારા વેગ મળી રહી છે. ભારત પણ આમાં અપવાદ નથી. વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો સ્થાનિક પડકારોને ઉકેલવા, નવીનતા વધારવા અને સ્પર્ધાત્મક લાભ વધારવા માટે આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સને ઝડપથી અપનાવી રહ્યા છે. મુખ્ય ભારતીય ક્ષેત્રોમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ કુલ ઉપલબ્ધ બજાર કરતાં ૧.૨ થી ૧.૫ ગણું નોંધપાત્ર રીતે વિસ્તરી રહ્યું છે.
ભારતમાં પહેલાથી જ ૬,૦૦,૦૦૦ થી વધુ આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ વ્યાવસાયિકો છે અને ૨૦૨૭ સુધીમાં આ સંખ્યા બમણી થઈને ૧૨.૫ લાખ થવાની ધારણા છે. વૈશ્વિક આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ પ્રતિભા પૂલમાં દેશનો હિસ્સો ૧૬ ટકા છે અને તે અમેરિકા પછી બીજા ક્રમે છે.
૭૦ કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અને વ્યાપક સ્માર્ટ૨ફોન પ્રવેશ સાથે, ભારત વિશાળ માત્રામાં ડેટા ઉત્પન્ન કરે છે જે આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ મોડેલોને તાલીમ આપવામાં મદદરૂપ થાય છે.આર્ટિફિયલ ઈન્ટેલીજન્સ હવે એક વિકલ્પ નથી પરંતુ એક વ્યવસાયિક જરૂરિયાત છે.