Get The App

અમદાવાદ સોનું રૂા. 65,600ની વિક્રમી ટોચે

- અમદાવાદ ચાંદીમાં રૂ.૧૦૦૦નું ગાબડું: ક્રૂડ ઉત્પાદનમાં ઘટાડો છતાં પણ ભાવ ઘટયા

- પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં મોટી ઉછળકુદ

Updated: Mar 5th, 2024

GS TEAM

Google News
Google News
અમદાવાદ સોનું રૂા. 65,600ની વિક્રમી ટોચે 1 - image

અમદાવાદ : અત્રે અમદાવાદ સોના ચાંદી બજારમારં આજે સોનામાં તેજીની ચાલ આગળ વધતાં સોનું રૂપિયા ૬૫,૬૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જો કે આજે ચાંદીમાં રૂપિયા ૧,૦૦૦નું ગાબડું નોંધાયું હતું.વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલ તેજી પાછળ ઘર આંગણે નવી લેવાલી પાછળ આજે અમદાવાદ સોનું ૯૯.૫૦ રૂપિયા ૩૦૦ વધીને ૬૫,૪૦૦ તથા ૯૯.૯૦ સોનું  ૬૫,૬૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. જો કે આજે ચાંદી રૂપિયા ૧,૦૦૦ તૂટીને ૭૧,૦૦૦ની સપાટીએ મૂકાતી હતી.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા મથાળે નરમ હતા. જ્યારે ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ૨૦૮૨થી ૨૦૮૩ ડોલર રહ્યાના નિર્દશો હતા. વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૩.૧૨થી ૨૩.૧૩ વાળા ઉંચામાં ૨૩.૧૯ તથા નીચામાં ૨૩.૦૨ થઈ ૨૩.૧૧થી ૨૩.૧૨ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૨૩ ટકા વધ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૮૯૯ વાળા ઉંચામાં ૮૯૬ તથા નીચામાં ૮૮૪ થઈ ૮૮૯થી ૮૯૦ ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૯૫૯ વાળા ઉંચામાં ૯૭૪ તથા નીચામાં ૯૫૪ થઈ ૯૫૫થી ૯૫૬ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળે નરમ હતા. ઓપેકના ઉત્પાદક દેશોના સંગઠન દ્વારા ક્રૂડતેલના ઉત્પાદનમાં ઘટાડાનો અમલ આગળ ઉપર જૂન મહિના સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયાના નિર્દેશો છતાં બજાર ભાવ નરમ રહ્યા હતા.બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૩.૫૫ વાળા ૮૩.૨૭ ડોલર બોલાઈ રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૯.૯૭  વાળા ૭૯.૬૩ ડોલર રહ્યા હતા.

 ઈઝરાયલ તથા હમાસ-પેલેટ્ટાઈન વચ્ચે યુદ્ધ વિરામ વિશે આવતી વાતચીત પર બજારની નજર રહી હતી. યુદ્ધ વિરામ થાય તે બજાર ઘટશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ  બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૩૩૦૦ વાળા રૂ.૬૩૨૧૯ થઈ રૂ.૬૩૨૨૬ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૩૫૫૦ વાળા રૂ.૬૩૪૭૩ થઈ રૂ.૬૩૪૮૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૬૫૦ વાળા રૂ.૭૦૫૧૮ થઈ રૂ.૭૦૭૭૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.