Get The App

આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી : સેન્સેક્સ 324 પોઈન્ટ વધીને 81425

- નિફટી ૧૦૪ પોઈન્ટ વધીને ૨૪૯૭૩ : DIIની રૂ.૫૦૦૪ કરોડની ખરીદી

- હેલ્થકેર, બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ તેજી : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી :  સેન્સેક્સ 324 પોઈન્ટ વધીને 81425 1 - image


મુંબઈ : અમેરિકાના આકરાં ટેરિફ સામે ભારતની ડિપ્લોમસી કામ કરી ગઈ હોય એમ તાજેતરમાં ભારત, રશીયા, ચાઈનાની  ત્રિપુટી નજીક આવતાં ટ્રમ્પને ફાળ પડી હોવાનું અને ભારત માટે આક્રમકતા ઢીલી પડી હોવાનો સંકેત ટ્રમ્પે આપતાં અને વડાપ્રધાન મોદીએ પણ તેને આવકારતાં આજે ભારતીય શેર બજારોમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. આ સાથે ફિચ દ્વારા ભારતના જીડીપી વૃદ્વિનો નાણા વર્ષ ૨૦૨૬ માટે અંદાજ ૬.૫ ટકાથી વધારીને ૬.૭ ટકામૂકવામાં આવ્યાની પોઝિટીવ અસર જોવાઈ હતી. અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલ વાટાઘાટ ફરી શરૂ થવાની અપેક્ષાએ અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓમાં ઈન્ફોસીસથી ફરી શેરોના બાયબેકની શરૂઆત થતાં સતત બીજા દિવસે પોઝિટીવ અસરે આઈટી શેરોમાં આક્રમક તેજી થઈ હતી. આ સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરો તેમ જ હેલ્થકેર, એફએમસીજી શેરોમાં અને ઓઈલ-ગેસ શેરોમાં લોકલ ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. પીએસયુ બેંકોના વધુ કોન્સોલિડેશન એટલે કે મર્જરની વિચારણાને લઈ આજે બેંકિંગ શેરોમાં પણ ફંડો લેવાલ રહ્યા હતા. જો કે ચોમાસું સારૂ રહ્યા બાદ અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિને લઈ વાહનોની ખરીદી ધીમી પડવાની ધારણાએ ઓટો શેરોમાં કડાકો બોલાયો હતો. સેન્સેક્સ ૩૨૩.૮૩ પોઈન્ટ વધીને ૮૧૪૨૫.૧૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૪.૫૦ પોઈન્ટ વધીને ૨૪૯૭૩.૧૦ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૮૬૨ પોઈન્ટ ઉછળ્યો : ઓરેકલ રૂ.૮૮૭, ઝેનસાર રૂ.૪૯, ટીસીએસ રૂ.૬૧ ઉછળ્યા

ઈન્ફોસીસ દ્વારા આવતીકાલે-૧૧, સપ્ટેમ્બરના બોર્ડ મીટિંગમાં શેરોના બાયબેક પર નિર્ણય લેવાનાર હોઈ સતત બીજા દિવસે શેરમાં તેજી રહેતાં રૂ.૨૭.૯૦ વધીને રૂ.૧૫૩૨.૬૫ રહ્યો હતો.  ટીસીએસ રૂ.૬૦.૭૦ વધીને રૂ.૩૧૧૦.૧૫, ઓરેકલ ફિનસર્વ પેરન્ટ ઓરેકલ કોર્પ તરફથી આઉટલૂક મજબૂત રજૂ કરાતાં શેર રૂ.૮૮૬.૬૫ ઉછળીને રૂ.૯૨૯૮, ઝેનસાર ટેકનોલોજી રૂ.૪૮.૭૦ વધીને રૂ.૮૨૪.૯૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૭.૫૦ વધીને રૂ.૧૦૧૮, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૮૫.૨૦ વધીને રૂ.૫૪૧૬, ટાટા એલેક્સી રૂ.૨૮૬.૫૫ વધીને રૂ.૫૮૪૩.૪૫, કોફોર્જ રૂ.૭૫.૦૫ વધીને રૂ.૧૭૭૦.૯૫, રેટગેઈન રૂ.૨૫.૭૦ વધીને રૂ.૬૩૮.૮૫, માસ્ટેક રૂ.૯૭.૭૫ વધીને રૂ.૨૫૩૦.૫૦, સિએન્ટ રૂ.૪૫.૮૦ વધીને રૂ.૧૨૨૬.૮૦, વિપ્રો રૂ.૬.૬૦ વધીને રૂ.૨૫૫.૭૦, ટેક મહિન્દ્રા રૂ.૨૭.૯૦ વધીને રૂ.૧૫૩૨.૬૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૬.૭૫ વધીને રૂ.૧૪૬૪.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૬૧.૮૮ પોઈન્ટ ઉછળીને ૩૫૫૭૦.૨૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૧૨૬૨ પોઈન્ટની છલાંગ : અપાર, ભારત ડાયનામિક્સ, પાવર ઈન્ડિયાવધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફરી ફંડો, મહારથીઓ મોટાપાયે ખરીદદાર બનતાં આક્રમક તેજી જોવાઈ હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૨૬.૨૦ ઉછળીને રૂ.૮૪૭૭.૬૦, ભારત ડાયનામિક્સ રૂ.૭૩.૧૦ વધીને રૂ.૧૪૯૬.૮૦, પાવર ઈન્ડિયા રૂ.૮૭૫.૩૫ વધીને રૂ.૧૯,૬૯૯.૯૦, ઝેનટેક રૂ.૬૩.૧૦ વધીને રૂ.૧૫૦૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૫.૮૫ વધીને રૂ.૩૮૮, સીજી પાવર રૂ.૨૯ વધીને રૂ.૭૬૯.૦૫, ટીમકેન રૂ.૯૦.૨૦ વધીને રૂ.૩૦૨૨.૪૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૫.૨૫ વધીને રૂ.૮૮૮.૦૫, મઝગાંવ ડોક રૂ.૭૦.૩૦ વધીને રૂ.૨૭૫૪.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૬૧.૬૯ પોઈન્ટ ઉછળીને ૬૮૩૬૬.૨૫ બંધ રહ્યો હતો.

પીએસયુ બેંકોમાં વધુ મર્જરના સંકેત : બેંકિંગ શેરોમાં બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, સ્ટેટ બેંક વધ્યા

કેન્દ્ર સરકાર પીએસયુ બેંકોમાં વધુ મર્જર કરી કોન્સોલિડેશન કરવાની તૈયારીમાં હોવાના સંકેતે આજે બેંકિંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ફેડરલ બેંક રૂ.૪.૪૦ વધીને રૂ.૧૯૬, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૮૫ વધીને રૂ.૧૧૭.૫૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૨૫ વધીને રૂ.૧૩૨.૫૦, ઈન્ડિયન બેંક રૂ.૨૧.૭૫ વધીને રૂ.૬૯૧.૯૦, મહારાષ્ટ્ર બેંક રૂ.૧.૭૧ વધીને રૂ.૫૪.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૫૦ વધીને રૂ.૨૩૮.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૩૫ વધીને રૂ.૮૧૮.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૧૧.૦૭ પોઈન્ટ વધીને ૬૦૯૯૮.૯૭ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં જળવાયેલું આકર્ષણ : એસએમએસ ફાર્મા, ઈન્દ્રપ્રસ્થ મેડી, કોન્કોર્ડ, વોખાર્ટ, ન્યુલેન્ડ વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. ભારત અને અમેરિકા વચ્ચે ફરી ટ્રેડ વાટાઘાટ શરૂ થવાના પોઝિટીવ સંકેતે આજે ફંડોનું શેરોમાં વેલ્યુબાઈંગ જળવાયું હતું. એસએમએસ ફાર્મા રૂ.૧૯.૦૫ વધીને  રૂ.૨૬૮, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૩૪.૬૦ વધીને રૂ.૫૦૬, કોન્કોર્ડ બાયો રૂ.૮૫.૫૦ વધીને રૂ.૧૬૭૦.૫૦, મોરપેન લેબ રૂ.૨.૨૮ વધીને રૂ.૫૩.૫૪, વખાર્ટ રૂ.૬૨.૮૫ વધીને રૂ.૧૫૫૯.૬૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૭.૫૦ વધીને રૂ.૫૧૦.૫૦, ન્યુલેન્ડ લેબ. રૂ.૩૭૧.૬૦ વધીને રૂ.૧૪,૭૮૫.૨૫, અબોટ ઈન્ડિયા રૂ.૬૫૨.૯૫ વધીને રૂ.૩૧,૨૯૫.૭૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૪૯.૮૯ પોઈન્ટ વધીને ૪૪૬૭૪.૨૬ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : અવન્તી ફીડ, ઈન્ડિયા ગ્લાયકોલ, વાડીલાલ, એડીએફ ફૂડ્સ વધ્યા

એફએમસીજી શેરોમાં પણ આજે સિલેક્ટ્વિ ખરીદી રહી હતી. અવન્તી ફીડ રૂ.૯૯.૧૫ વધીને રૂ.૭૫૮.૩૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૩૦.૨૫ વધીને રૂ.૮૫૮.૧૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝમાં નવા સીઈઓની નિમણુક આકર્ષણે રૂ.૧૯૫.૮૫ વધીને રૂ.૫૬૫૧.૧૫, એડીએફસી ફૂડ્સ રૂ.૭.૯૫ વધીને રૂ.૨૩૪.૦૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૨૦.૮૬ પોઈન્ટ વધીને ૨૦૯૦૧.૫૭ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં એમઆરએફ રૂ.૩૮૭૨, મહિન્દ્રા રૂ.૯૧, ટીવીએસ રૂ.૭૦, મારૂતી રૂ.૨૩૮ ગબડયા

જીએસટી દરમાં ઘટાડાની પોઝિટીવ અસર અને ચોમાસું સારૂ રહ્યા બાદ ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિના પરિણામે ખેડૂતોનો પાક ધોવાઈ જવાના અને મોટી  નુકશાનીના અહેવાલોએ વાહનોની ખરીદી મંદ પડવાની શકયતાએ ઓટો શેરોમાં ઉછાળે આજે એકાએક કડાકો બોલાઈ ગયો હતો. એમઆરએફ રૂ.૩૮૭૧.૭૫ તૂટીને રૂ.૧,૪૫,૩૪૩.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૧.૨૦ ઘટીને રૂ.૩૬૦૫.૨૦, ટીવીએસ મોટર રૂ.૭૦.૪૦ ઘટીને રૂ.૩૪૯૫.૫૦, મારૂતી સુઝુકી રૂ.૨૩૮ ઘટીને રૂ.૧૫,૧૨૩.૪૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૩૫.૪૦ ઘટીને રૂ.૨૫૦૦.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૭૪.૧૫ ઘટીને રૂ.૫૩૪૮.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૩૪.૬૦ પોઈન્ટ તૂટીને ૫૯૯૦૫.૧૨ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૧૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૦૦૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૧૫.૬૯  કરોડની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. કુલ રૂ.૧૨,૬૦૩.૫૩  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૧૯.૨૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૫૦૦૪.૨૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૨૭૬.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૭૨.૪૬ કરોડની વેચવાલી કરી હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફરી વેલ્યુબાઈંગ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૩૪૮ શેરો પોઝિટીવ બંધ

આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ, નિફટી બેઝડ સતત બીજા દિવસે તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ નેગટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૮૫  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૪૮ અને ઘટનારની ૧૭૮૫ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૬૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૪૫ લાખ કરોડ

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ  તેજી સામે સ્મોલ, મિડ કેપ ઘણા શેરોમાં ફરી ઘટાડે આકર્ષણે રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૨.૬૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૪૫ લાખ કરોડ રહ્યું હતું.

Tags :