Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા

By GS TEAM
25 Jun 20261 min read
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા

અમદાવાદ : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ આ મહિને અત્યાર સુાૃધીમાં ભારતીય બોન્ડમાં આશરે રૂ. ૩૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. આ ઈન્ફલો બોન્ડમાં રોકાણ પર મળતા વ્યાજ આવક અને મૂડી લાભ પર આવકવેરા મુક્તિ આપવાના સરકારના નિર્ણયને આભારી છે. આ બાૃધા રોકાણો ભારતીય સરકારી સિક્યોરિટીઝ માટે ફુલ્લી એક્સેસિબલ રૂટ હેઠળ કરવામાં આવ્યા હતા.

ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ડેટા અનુસાર, ફુલ્લી એક્સેસિબલ રૂટ વિદેશી રોકાણકારોને કોઈપણ રોકાણ મર્યાદા વિના ભારત સરકારની ચોક્કસ સિક્યોરિટીઝમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. મંગળવારે, ફુલ્લી એક્સેસિબલ રૂટ સિક્યોરિટીઝમાં વિદેશી પોર્ટફોલિયો હોલ્ડિંગ રૂ. ૩.૫૮ લાખ કરોડ હતું, જે ૩ જૂનના રોજ રૂ. ૩.૨૩ લાખ કરોડ હતું. અગાઉ, વિદેશી રોકાણકારોએ મે મહિનામાં રૂ. ૫૫૧૨.૧૦૮ કરોડ અને એપ્રિલમાં રૂ. ૫૨૬૨.૦૧૬ કરોડનું રોકાણ કર્યું હતું; જોકે માર્ચમાં રૂ. ૧૭,૬૮૭.૯૮૮ કરોડનો આઉટફ્લો થયો હતો.

૫ જૂનના રોજ, સરકારે આવકવેરા કાયદામાં સુાૃધારો કરીને એક વટહુકમ બહાર પાડયો હતો જેમાં એફપીઆઈ દ્વારા રાખવામાં આવેલી સરકારી સિક્યોરિટીઝના વેચાણ, વિનિમય અથવા ટ્રાન્સફરથી ઉદ્ભવતા વ્યાજ આવક અને મૂડી લાભ પર કર મુક્તિ આપવામાં આવી હતી. આ મુક્તિ ૧ એપ્રિલ, ૨૦૨૫થી પાછલી અસરથી લાગુ થશે. આ પગલાનો હેતુ સ્થાનિક બોન્ડ બજારમાં વાૃધુ વિદેશી મૂડી આકર્ષવાનો અને બાહ્ય દબાણ વચ્ચે રૂપિયાને ટેકો આપવાનો છે.