ધોરણ 12 પછી આ કોર્સ અપાવી શકે છે લાખોમાં પગાર, પોતાનું બિઝનેસ પણ શરુ કરી શકશો
મેડિકલ એજ્યુકેશન મોંઘુ છે, પરંતુ ડોક્ટર બન્યા પછી કમાણી પણ ખુબ સારી છે
Image:Pixabay |
વિદ્યાર્થીઓ માટે 12મા સુધી ભણ્યા પછી સૌથી મુશ્કેલ સમય શરુ થાય છે કારણ કે તે સમયે નક્કી કરવાનું હોય છે કે કયા ક્ષેત્રમાં કરિયર બનાવવું જોઈએ. એ પણ ધ્યાનમાં રાખવું પડે છે કે તેમને શું કરવું ગમે છે અને તેઓ જે કરવાનું પસંદ કરે છે તેનાથી તે કેટલી કમાણી કરી શકે છે. આ બંનેનો સમન્વય કરવો ખુબ જરૂરી છે. કારણ કે કોઈ પણ કામ મન વગર કરવાથી તે લાંબા સમય સુધી કરી શકાય નહીં. વિદ્યાર્થીઓ માટે 12મા પછી એવા ઘણાં કોર્સ ઉપલબ્ધ છે જેના દ્વારા તે લાખો રૂપિયાનો પગાર મેળવી શકે છે અથવા પોતાનું બિઝનેસ શરુ કરી શકે છે.
લેન્ગવેજ ટ્રાન્સલેટરનો ડિપ્લોમા
દેશમાં વિવિધ ભાષાઓના ટ્રાન્સલેટર્સની માંગ સતત વધી રહી છે. માત્ર ખાનગી કંપનીઓમાં જ નહી પરંતુ વિવિધ સરકારી વિભાગોમાં પણ આવા લોકોની માંગ છે. લેન્ગવેજ ટ્રાન્સલેટરનો ડિપ્લોમા 6 મહિનાથી એક વર્ષ સુધીનો છે. ચાઇનીઝ, સ્પેનિશ અને ફ્રેન્ચ ટ્રાન્સલેટર ખૂબ માંગમાં છે.
નર્સિંગ અથવા ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા
મેડિકલ એજ્યુકેશન મોંઘુ છે, પરંતુ ડોક્ટર બન્યા પછી કમાણી પણ ખુબ સારી છે, પરંતુ જો તમે ઇચ્છો તો ડિપ્લોમા ઇન નર્સિંગ અથવા ફિઝિયોથેરાપી કરી શકો છો. આનો ફાયદો એ થશે કે આ કર્યા પછી તમે તમારું પોતાનું ક્લિનિક ખોલી શકો છો અથવા તમે કોઈપણ હોસ્પિટલ વગેરેમાં નોકરી પણ કરી શકો છો અથવા તમે બંને કામ એકસાથે કરી શકો છો.
ડિપ્લોમા ઇન ડિઝાઇનિંગ
જો તમને નવી વસ્તુઓ બનાવવાનું મન થાય અને લોકો તમે જે બનાવી રહ્યા છો તેના વખાણ કરતા હોય તો તમે ફેશન ડિઝાઇનર, ઇન્ટિરિયર ડિઝાઇનર, વેબ ડિઝાઇનિંગ અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગનો કોર્સ કરી શકો છો. આ કોર્સ કર્યા પછી, તમે ફ્રીલાન્સ કામ પણ કરી શકો છો અથવા તમે કોઈ મોટી કંપનીમાં નોકરી પણ મેળવી શકો છો. જોબ અથવા ફ્રીલાન્સ કામ કરીને પૈસા કમાયા પછી, તમે તમારો પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો અને આની કોઈ મર્યાદા નથી, તમે વિદેશમાં પણ તમારી સર્વિસ આપી શકો છો.