16 વર્ષ બાદ ચીનના શેરબજારમાં સૌથી મોટો એકદિવસીય ઉછાળો જોવાયો

- જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સ કામ કરી રહ્યાના સંકેત

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
16 વર્ષ બાદ ચીનના શેરબજારમાં સૌથી મોટો એકદિવસીય ઉછાળો જોવાયો 1 - image


મુંબઈ : ચીનના શેરબજારમાં સોમવારે ૧૬ વર્ષના ગાળા બાદ સૌથી મોટી એકદિવસીય રેલી જોવા  મળી હતી. છેલ્લા નવ સત્રથી ચીનના શેરબજારમાં સુધારો જોવા મળી રહ્યો છે જે ચીન સરકાર દ્વારા તાજેતરમાં પૂરા પડાયેલા સ્ટીમ્યુલ્સ હવે કામ કરી  રહ્યાનું સૂચવે છે.

ચીનનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેકસ સોમવારે ૮.૫૦ ટકા જેટલો ઊંચકાયો હતો જે ૨૦૦૮ બાદ સૌથી મોટો એકદિવસીય ઉછાળો છે. ચીનમાં એક સપ્તાહ લાંબી રજા પૂર્વના અંતિમ સત્રમાં રોકાણકારો દ્વારા જંગી ખરીદી નીકળી હતી.૨૦૨૧ની ટોચેથી ચીનના આ ઈન્ડેકસમાં ૪૫ ટકા ઘટાડો થયો હતો. 

ચીનના ઘર ખરીદવા માટેના નિયમો હળવા બનાવાતા અને મોર્ગજ દર નીચા કરાતા તેની અસર શેરબજાર પર જોવા મળી છે. છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહેલા ચીનમાં સરકારે અર્થતંત્રને સુધારવા અનેક સ્ટીમ્યુલ્સ જાહેર કર્યા છે. પીપલ'સ બેન્ક ઓફ ચાઈનાના ગવર્નર પાન ગોન્ગશેન્ગે એક પત્રકાર પરિષદને સંબોધતા રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિઓ તથા મુખ્ય વ્યાજ દરમાંગયા સપ્તાહે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

 કોરોના બાદ અર્થતંત્રમાં આવશ્યક રિકવરી જોવા મળતી નહીં હોવાથી ચીન દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્ટીમ્યુલ્સ જાહેર કરવામાં આવ્યા છે.ચીન હાલમાં પ્રોપર્ટી ક્ષેત્રની કટોકટી તથા બેરોજગારીના ઊંચા દરનો સામનો કરી રહ્યું છે.ગયા સપ્તાહમાં પીપલ'સ બેન્ક ઓફ ચાઈનાએ  ૧૪ દિવસના રિવર્સ રિપરચેસ રેટને  પણ ૧.૯૫ ટકા પરથી ઘટાડી ૧.૮૫ ટકા કર્યો  હતો. 

.૬૮ બંધ રહ્યા હતા. જ્યારે જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૯૧૦.૦૧ પોઈન્ટ તૂટીને ૩૭૯૧૯.૫૫ રહ્યો હતો. સાંજે યુરોપના  દેશોના બજારોમાં ગાબડાં પડયા હતા. લંડન શેર બજારનો ફુત્સી ૫૭ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૧૫૫ પોઈન્ટ ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૩૬ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.



Google NewsGoogle News