Get The App

દેશના સૌથી ધનિક વ્યક્તિની ગાડી ટોપ ગીયરમાં: એક વર્ષમાં 32 સોદાઓ, રૂ.1.32 લાખ કરોડનું રોકાણ

Updated: May 17th, 2022

GS TEAM


Google News
Google News
દેશના સૌથી ધનિક વ્યક્તિની ગાડી ટોપ ગીયરમાં: એક વર્ષમાં 32 સોદાઓ, રૂ.1.32 લાખ કરોડનું રોકાણ 1 - image


- દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં જેનું નામ ટોપ 10માં આવે છે તેવા અમદાવાદના ગૌતમ અદાણી એક પછી એક હસ્તાંતરણ કરી બિઝનેસ વિસ્તરણ કરી રહ્યા છે

અમદાવાદ,તા. 17 મે 2022,મંગળવાર

વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં આવતા અમદાવાદના ગૌતમ અદાણીની ગાડી અત્યારે ટોપ ગીયરમાં છે. એક સમયે માત્ર આયાત અને નિકાસ માટે ટ્રેડીંગ કરતી કંપનીએ સ્થાપના પછીના 20 વર્ષમાં પોર્ટ, સ્પેશીયલ ઇકોનોમિક ઝોન, પાવર, ખાધતેલ રીફાઇનીંગ ક્ષેત્રે વિસ્તરણ કર્યા બાદ હવે 10 વર્ષમાં વિસ્તરણ વધારે તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. ગૌતમ અદાણી ગેસ વિતરણ, વીજળી વિતરણ, ગ્રીન એનર્જી ઉત્પાદન બાદ ડીફેન્સ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, હાઈડ્રોજન ઉત્પાદન, સોલાર પાવર માટે ફોટોવેલટીક સેલ, એરપોર્ટ મેનેજમેન્ટ, સહીતના ક્ષેત્રોમાં કાર્યરત છે. 

રવિવારે અદાણી ફેમીલીની કંપનીઓ (જે મોરેશિયસ અને બ્રિટનમાં રજીસ્ટ્રેશન ધરાવે છે)એ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા રૂ.8,1000 કરોડમાં ખરીદવા માટે સ્વીત્ઝરલૅન્ડની હોલ્સીમ સાથે કરાર કર્યા છે. માલિકી હાથમાં આવતા વિવિધ મંજૂરી, કાયદાકીય ગુંચ વગેરે માટે સમય લાગશે પણ અદાણી હવે 7 કરોડ વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાના માલિક બન્યા છે. 

છેલ્લા એક વર્ષમાં દુનિયા કોરોનાની મહામારીથી સંકટમાં આવી પડેલા આર્થિક મારથી બચવા પ્રયત્ન કરી રહી હતી ત્યારે ગૌતમ અદાણી દેશ અને દુનિયામાં એક પછી એક કંપનીઓના સોદા કરી રહ્યા હતા. વિવિધ સોદા થકી અદાણી જૂથ જે ક્ષેત્રમાં કાર્યરત છે તેમાં પોતાની પક્કડ વધારે મજબુત બનાવી રહ્યું છે અને સાથોસાથ વધારે ક્ષેત્રોમાં ઝાપ્લાવી વિસ્તરણ કરી રહ્યું છે. ઘણા સોદાઓમાં કેટલીક ખાનગી કંપનીઓનો પણ સમાવેશ થાય છે એટલે એવા સોદાઓમાં રોકાણ જાહેર થયું નથી. જે જાહેર થયું છે એ મુજબ ગૌતમ અદાણી જુથે છેલ્લા એક વર્ષમાં 32 સોદાઓ થકી રૂ.1,32,124 કરોડનું રોકાણ કર્યું છે!

અદાણી કંપની

કઈ કંપની ખરીદી

સેક્ટર

મૂલ્ય ડોલર

અદાણી ફેમીલી

અંબુજા સિમેન્ટ

સિમેન્ટ

૧૦.૫ અબજ

અદાણી એન્ટરપ્રાઈસ

ક્વિન્ટલીન મીડિયા

મીડિયા

NA

અદાણી વિલ્માર

કોહીનુર બાસમતી

એગ્રી

NA

અદાણી પોર્ટ

ઓસિયન સ્પાર્કલ

મરીન

૨૧.૮ કરોડ

અદાણી એન્ટરપ્રાઈસ

ક્લીઅરટ્રીપ

ટ્રાવેલ

NA

અદાણી એન્ટરપ્રાઈસ

સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

રોડ બાંધકામ

૨૧.૫ કરોડ

અદાણી ગ્રીન

એસબી એનર્જી

રીન્યુએબલ એનર્જી

૩.૫ અબજ

અદાણી ગ્રીન

સ્ટર્લીંગ એન્ડ વિલ્સન

રીન્યુએબલ એનર્જી

૫.૭ કરોડ

અદાણી ગ્રીન

સ્કાય પાવર ગ્લોબલ

રીન્યુએબલ એનર્જી

NA

અદાણી પોર્ટ

ગંગવાન પોર્ટ

મરીન

૪૬.૩ કરોડ

અદાણી પોર્ટ

વેસ્ટ કન્ટેનર ટર્મિનલ

મરીન

NA

અદાણી પોર્ટ

ગંગવાન પોર્ટ

મરીન

૨૫.૧ કરોડ

અદાણી પોર્ટ

દીઘી પોર્ટ

મરીન

NA

અદાણી ટ્રાન્સમિશન

વરોરા – કુંડોલ લાઈન

વીજ વિતરણ

૪૩.૩ કરોડ

અદાણી સ્પોર્ટ્સ લાઈન

ક્રિકેટ ટીમ

સ્પોર્ટ્સ

NA

Tags :