Get The App

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં અસાધારણ કડાકાથી FPO રદ

Updated: Feb 1st, 2023

GS TEAM


Google News
Google News
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં અસાધારણ કડાકાથી FPO રદ 1 - image


- શેરબજારમાં પાંચ દિવસની જંગી વેચવાલીથી અદાણી જૂથ સ્તબ્ધ

- અદાણી એન્ટરપ્રાઈસીઝ 30 ટકા તૂટયો : FPOના રોકાણકારોને નાણાં પરત કરવાની કંપનીએ જાહેરાત કરી

મુંબઈ : અદાણી એન્ટરપ્રાઈઝે શેરબજારની વર્તમાન સ્થિતિમાં જુથની કંપનીઓના શેરમાં જોવા મળી રહેલા ઘટાડાને ધ્યાન પર લઈ રૂ. ૨૦,૦૦૦ કરોડના ફોલોઓન પબ્લિક ઓફર રદ કરી રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના અહેવાલ બાદ છેલ્લાં પાંચ સત્રથી અદાણી જુથની કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જુથનું બજાર મૂલ્ય રૂ.૧૯ લાખ કરોડથી ઘટી રૂ.૧૧ લાખ કરોડ થઈ ગયું છે. 

મંગળવારે એચએનઆઈ, ધનિક વ્યક્તિ રોકાણકારો અને કેટલાક ઉદ્યોગપતિઓના સહકારથી કંપનીનો ઈશ્યૂ ૧.૧૨ ગણો ભરાઈ ગયો હતો. આજે કંપનીએ સ્ટોક એક્ચેન્જને જાહેરાત કરતા જણાવ્યું છે કે, રોકાણ સમુદાયના હિતોની રક્ષા માટે કંપનીએ નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે. જે જુથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, કપરી પરિસ્થિતિમાં અમારા બિઝનેસ અને મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખવા માટે રોકાણકારોનો આભાર માનું છું. આજના દિવસે શેરના ભાવ ૨૮.૪૫ ટકા ઘટી, રૂ. ૨૧૨૮.૭૦ બંધ આવ્યા હતા. બજારના આ પ્રતિસાદને લીધે અણધારી પરિસ્થિતિમાં અમે નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે.  

ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટરે પણ હિન્ડેનબર્ગના અદાણી રીપોર્ટની સમીક્ષા કરવાનું કહેતાં આજે ગુ્રપ કંપનીઓના શેરોમાં કટોકટી વકરી હતી. 

આ સાથે ગઈકાલે ધનિક, કોર્પોરેટ સાહસિકો દ્વારા એફપીઓમાં રૂ.૩૧૧૨ ભાવે પણ બીડ ભરી રોકાણ કર્યું હોય તો આ રોકાણ પર એક દિવસમાં જ આજે તૂટીને બોલાયેલા રૂ.૨૧૨૮ ભાવ મુજબ ૩૨ ટકા એટલે કે શેર દીઠ રૂ.૧૦૦૦ જેટલું નુકશાન થયું છે. બાર્કલેઝ પ્લેક.ના નેતૃત્વ હેઠળના વૈશ્વિક બેંકોની એક અબજ ડોલરની લોન સામે કવર માટે અદાણીએ લોન સામે વધુ ૩૦ કરોડ શેરો ગત શુક્રવારે કોલેટરલ-ગીરો આપવાની ફરજ પડયાના અહેવાલની નેગેટીવ અસર સાથે ક્રેડિટ સૂઈસે અદાણીના બોન્ડ્સ કોલેટરલ તરીકે સ્વિકારવાનું બંધ કર્યાના અહેવાલ વચ્ચે આજે અદાણી ગુ્રપ શેરોમાં નવું ઐતિહાસિક ભંગાણ પડયું હતું. અદાણી એન્ટરપ્રાઈસીઝ એક તબક્કે ૩૫ ટકા જેટલો ગબડી આવ્યા સાથે અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ ૨૫ ટકા, અંબુજા સિમેન્ટ ૨૦ ટકા તૂટી જઈ તમામ ૧૦ ગુ્રપ કંપનીઓના શેરોમાં ગાબડાં પડયા હતા. આ સાથે અદાણી ગુ્રપની ૧૦ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન જે ગઈકાલે રૂ.૧૩,૬૦,૯૧૩ કરોડ હતું, એ આજે એક દિવસમાં જ રૂ.૧,૮૪,૭૮૬ કરોડ ધોવાઈ જઈને રૂ.૧૧,૭૬,૧૨૭ કરોડ રહી ગયું હતું. આમ છેલ્લા પાંચ ટ્રેડીંગ સત્રમાં અદાણી ગુ્રપ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ અધધ...રૂ.૧૯,૧૯,૮૮૮ કરોડથી રૂ.૭,૪૩,૭૬૧ કરોડ ધોવાઈ ગયું છે.

અદાણી ગુ્રપમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ

કંપનીનું નામ

માર્કેટ કેપિટલાઈઝેશન

માર્કેટ કેપિટલાઈઝેશન

કેટલું ધોવાણ

-

૨૪,જાન્યુ.૨૦૨૩

૦૧,ફેબુ્ર. ૨૦૨૩

(રૂ.કરોડમાં)

અદાણી એન્ટરપ્રાઈસ

રૂ.૩,૯૨,૪૭૪

રૂ.૨,૪૨,૬૭૨

-રૂ.૧,૪૯,૮૦૨

અદાણી પોર્ટ એસઈઝેડ

રૂ.૧,૬૪,૩૫૪

રૂ.૧,૦૬,૩૧૧

-રૂ.૫૮,૦૪૩

અદાણી પાવર લિ.

રૂ.૧,૦૫,૯૮૮

રૂ.૮૨,૦૫૬.૦

-રૂ.૨૩,૯૩૨

અદાણી ટ્રાન્સમિશન

રૂ.૩,૦૭,૪૪૬

રૂ.૧,૯૩,૦૦૮

-રૂ.૧,૧૪,૪૩૮

અદાણી ગ્રીન એનજીૅ

રૂ.૩,૦૩,૧૧૩

રૂ.૧,૮૨,૬૯૪

-રૂ.૧,૨૦,૪૧૯

અદાણી ટોટલ ગેસ

રૂ.૪,૨૭,૩૨૫

રૂ.૨,૦૯,૧૪૫

-રૂ.૨,૧૮,૧૮૦

અદાણી વિલમાર લિ.

રૂ.૭૪૪૯૧.૦૦

રૂ.૫૭,૬૫૪.૦

-રૂ.૧૬,૮૩૭

અંબુજા સિમેન્ટ

રૂ.૯૮,૯૯૪.૦૦

રૂ.૬૬૪૪૦.૦

-રૂ.૩૨,૫૫૪

એસીસી લિ.

રૂ.૪૩,૮૭૧.૦૦

રૂ.૩૪,૬૩૫.૦

-રૂ.૯૨૩૬

એનડીટીવી લિ.

રૂ.૧૮૩૧.૦૦

રૂ.૧૫૧૨.૦૦

-રૂ.૩૧૯

કુલ માર્કેટ કેપ.

રૂ.૧૯,૧૯,૮૮૮

રૂ.૧૧,૭૬,૧૨૭

-રૂ.૭,૪૩,૭૬૧

Tags :