Business

RBI પણ રેપો રેટમાં 0.50% બેસિસ પોઇન્ટનો વધારો ઝીંકે તેવી શક્યતા, EMI માં થશે મોટી ઉથલપાથલ

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક 2થી 4 ડિસેમ્બર 2026 દરમિયાન ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થવાની શક્યતા છે, જે 5.50 ટકાથી વધીને 6 ટકા થઈ શકે છે. નોમુરાના રિપોર્ટ મુજબ, વધતી મોંઘવારીને કારણે RBI આ નિર્ણય લઈ શકે છે. રેપો રેટ વધતા લોન અને EMI મોંઘા થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

RBI પણ રેપો રેટમાં 0.50% બેસિસ પોઇન્ટનો વધારો ઝીંકે તેવી શક્યતા, EMI માં થશે મોટી ઉથલપાથલ
IMAGE - IANS

RBI MPC Meeting And Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની આગામી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક 2થી 4 ડિસેમ્બર 2026 દરમિયાન ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં દેશની અર્થવ્યવસ્થા, મોંઘવારી અને રેપો રેટ અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે. અગાઉ 7 ઓક્ટોબરના રોજ યોજાયેલી બેઠકમાં RBI એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને તેને 5.25 ટકાથી વધારીને 5.50 ટકા કર્યો હતો. હવે એવા સંકેતો મળી રહ્યા છે કે આગામી બેઠકમાં રેપો રેટમાં ફરી એકવાર વધારો થઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોની લોન અને EMI પર પડશે.

રેપો રેટ 5.50%થી વધીને 6% થવાનું અનુમાન

બ્રોકરેજ ફર્મ નોમુરાના એક રિપોર્ટ અનુસાર, RBI ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ (0.50 ટકા)નો વધારો કરી શકે છે. જો આવું થશે તો રેપો રેટ 5.50 ટકાથી વધીને 6 ટકા પર પહોંચી જશે. નોમુરાએ 50 બેસિસ પોઈન્ટના વધારાની 60 ટકા અને 25 બેસિસ પોઈન્ટના વધારાની 40 ટકા શક્યતા વ્યક્ત કરી છે. બ્રોકરેજનું માનવું છે કે ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોના દબાણને કારણે છૂટક મોંઘવારી દર આગામી બે ક્વાર્ટર સુધી 6 ટકાથી ઉપર રહી શકે છે, જેના કારણે કેન્દ્રીય બેંક વ્યાજ દરોમાં આકરો વધારો કરવા મજબૂર બની શકે છે.

શા માટે વધી શકે છે રેપો રેટ?

નોમુરાના જણાવ્યા મુજબ, અનાજ, કઠોળ અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા ઉછાળાને કારણે ઓક્ટોબરમાં 6.1 ટકા રહેલો છૂટક મોંઘવારી દર નવેમ્બરમાં વધીને 6.4 ટકા સુધી પહોંચી શકે છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સરેરાશ મોંઘવારી દર 6.3 ટકા રહેવાનું અનુમાન છે, જે RBIના 6 ટકાના અંદાજ કરતાં વધુ છે. આ ઉપરાંત, કંપનીઓ પોતાના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી રહી હોવાથી મોંઘવારી પણ વધી રહી છે. મજબૂત આર્થિક વિકાસ અને વધતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે RBI વ્યાજ દરોમાં ઝડપથી વધારો કરી શકે છે.

તમારી લોન અને EMI પર શું અસર થશે?

રેપો રેટ એ દર છે જેના પર RBI દેશની કોમર્શિયલ બેંકોને લોન આપે છે. જ્યારે રેપો રેટ વધે છે ત્યારે બેંકો માટે RBI પાસેથી નાણાં લેવા મોંઘા પડે છે, જેના પરિણામે બેંકો ગ્રાહકોની લોનના વ્યાજ દરોમાં વધારો કરે છે. જો આગામી બેઠકમાં રેપો રેટ વધશે, તો ફ્લોટિંગ રેટ પર હોમ લોન કે અન્ય લોન લેનારા ગ્રાહકોના EMI વધી જશે અને નવી લોન લેવી પણ મોંઘી થશે. જોકે, જે લોકોએ ફિક્સ વ્યાજ દરે લોન લીધી છે, તેમના EMI પર આ વધારાની કોઈ અસર થશે નહીં.