Get The App

આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓની સેલેરી 186 ટકા વધશે! આ રીતે મળશે લાભ

Updated: Jan 16th, 2025

GS TEAM


Google News
Google News
આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓની સેલેરી 186 ટકા વધશે! આ રીતે મળશે લાભ 1 - image


8th Pay Commission Approved: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમના પગારમાં 186 ટકા સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આઠમું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. તેના માટે અધ્યક્ષ અને બે સભ્યોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અગાઉ 7માં પગાર પંચની રચના વર્ષ 2016માં કરવામાં આવી હતી. તેનો કાર્યકાળ 2026 સુધીનો છે.

પગાર કેટલો વધશે?

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 8માં પગાર પંચની દેખરેખ માટે ટૂંક સમયમાં અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે. 8મું પગારપંચ લાગુ થવાથી લઘુતમ પગાર 34,560 રૂપિયા, પેન્શન રૂ. 17,280 + DR મળવાની અપેક્ષા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે લઘુતમ વેતન લગભગ 186% ટકા વધી શકે છે. પ્રમોશન અને પગાર વધારાને કારણે પેન્શન પણ વધી શકે છે. 7માં પગાર પંચમાં કર્મચારીઓનો પગાર 7000 રૂપિયાથી વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું કમિશન રચાય છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 8મા પગાર પંચની રચનાને સરકારની મંજૂરી

ક્યારે લાગુ થશે

આઠમું પગાર પંચ વર્ષ 2026થી લાગુ થવાનું છે. આગામી વર્ષથી કર્મચારીઓને આઠમા પગાર પંચ મુજબ લાભો મળશે. અત્યાર સુધી સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચ હેઠળ પગાર મળતો હતો. આઠમા પગાર પંચના અમલ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો થવાની ઘણી અપેક્ષાઓ છે. આ અંતર્ગત સરકાર નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને ભથ્થામાં વધારો કરી શકે છે. આ કમિશનની રચનાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓની સેલેરી 186 ટકા વધશે! આ રીતે મળશે લાભ 2 - image

Tags :