વિતેલા નાણા વર્ષમાં 857 શેરોમાં 100 ટકાથી વધુ રિટર્ન
- LICનો ટોપ ટેન Mcap ક્લબમાં પ્રવેશ જ્યારે કોટક બેંકની એક્ઝિટ
અમદાવાદ : વિતેલા ૨૦૨૪ના નાણાં વર્ષમાં સંખ્યબંધ શેરોમાં રોકાણકારોને ઊચું રિટર્ન મળ્યું છે.વિવિધ શેરોમાં મળેલા રિટર્ન પર હાથ ધરાયેલી એક અભ્યાસના તારણ મુજબ ૧૧ શેરોમાં ૧૦ ગણાથી વળતર મળ્યું છે. જ્યારે ૮૪૬ શેરોમાં ૧૦૦થી ૯૩૬ ટકાનું રિટર્ન મળ્યું છે.
જ્યારે ૭૪૬ શેરોમાં ૫૧ ટકાથી ૧૦૦ ટકા રિટર્ન મળ્યું છે. જ્યારે ૫૬૩ શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ૩૩૬૭ એક્ટિવ ટ્રેડેડ શેરો પર આ અભ્યાસ હાથ ધરાયો હતો.
ઊંચા વળતરની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર હતી. જ્યારે બીજા ક્રમે ટીસીએસ અને ત્રીજા ક્રમે એચડીએફસી બેંક હતી.
નેગેટિવ રિટર્નની યાદીમાં હિન્દુસ્તાન લીવર, ઇન્ફોસિસ અને આઈટીસી રહ્યા હતા.વર્ષ દરમિયાન એલઆઈસીએ ટોપ ટેન માર્કેટ કેપ ક્લબમાં આઠમા ક્રમે પ્રવેશ કર્યો હતો. જ્યારે કોટક મહિન્દ્રા બેંક આ યાદીમાંથી બહાર ફેંકાઈ હતી.
ઊંચું વળતર આપનાર ટોચના ૧૦ શેરો
કંપની |
માર્કેટ
કેપમાં |
- |
વધારો |
રિલાયન્સ |
૪,૩૬,૯૧૭ |
ભારતી એરટેલ |
૨,૯૫,૨૮૮ |
LIC |
૨,૪૦,૩૧૮ |
TCS |
૨,૩૨,૦૮૪ |
લાર્સન |
૨,૧૪,૫૪૭ |
ટાટા મોટર્સ |
૨,૧૩,૨૦૧ |
SBI |
૨,૦૪,૨૮૪ |
HDFC બેંક |
૨,૦૧,૯૮૬ |
અદાણી એન્ટર |
૧,૬૪,૫૬૫ |
ICICI બેંક |
૧,૫૭,૦૧૦ |
(આંકડા રૂ. કરોડમાં)
નીચું વળતર આપનાર શેરો
(આંકડા રૂ. કરોડમાં)
કંપની |
માર્કેટ કેપમાં |
| ઘટાડો |
હિંદ લીવર |
૬૮,૨૫૬ |
UPL |
૧૯,૬૩૬ |
વન ૯૭
(પેટીએમ) |
૧૪,૭૮૧ |
અદાણી વિલ્માર |
૧૧,૦૩૪ |
રાજેશ
એક્સ્પોર્ટ |
૧૦,૨૨૦ |
ઝી એન્ટર |
૭,૦૧૨ |
નવીન
ફ્લ્યુરીન |
૫,૭૧૭ |
IIFL ફાય. |
૫,૫૯૮ |
વેદાંત ફેશન |
૫,૧૦૫ |
SBI કાર્ડ |
૫,૦૬૮ |