FOLLOW US

માઈક્રોફાઈનાન્સ ઉદ્યોગ દ્વારા લોન છૂટી કરવામાં 80 ટકાનો વધારો

- જુન ૨૦૨૨ના અંત સુધીમાં માઈક્રોફાઈનાન્સ ઉદ્યોગનો કુલ લોન પોર્ટફોલિઓ રૂપિયા ૨,૯૩,૧૫૪ કરોડ

Updated: Sep 23rd, 2022


મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળામાં   માઈક્રોફાઈનાન્સ  ઉદ્યોગ દ્વારા લોન્સ છૂટી કરવામાં વધારો થયો છે. 

નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના જુન ત્રિમાસિકમાં રૂપિયા ૨૫૫૦૩ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩ના જુન ત્રિમાસિકમાં માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓ દ્વારા રૂપિયા ૪૫૮૩૦ કરોડની લોન્સ છૂટી કરવામાં આવી છે. જે ૮૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

સાનુકૂળ નીતિ તથા શાખાના વિસ્તરણને પગલે માઈક્રોફાઈનાન્સ ઉદ્યોગમાં વર્તમાન નાણાં વર્ષમાં લોન્સ છૂટી કરવાની માત્રામાં વધારો જોવા મળશે. 

લોન્સ છૂટી કરવાની સંખ્યા પણ જુન ત્રિમાસિકમાં ૧૧૬ લાખ રહી હતી જે ગયા વર્ષના  જુન ત્રિમાસિકમાં ૭૧ લાખ હતી. 

૩૦ જુન ૨૦૨૨ના અંત સુધીમાં માઈક્રોફાઈનાન્સ ઉદ્યોગનો કુલ લોન પોર્ટફોલિઓ રૂપિયા ૨,૯૩,૧૫૪ કરોડ રહ્યો હતો જે વાર્ષિક ધોરણે ૨૪ ટકા વધુ હતો, એમ માઈક્રોફાઈનાન્સ ઈન્સ્ટિટયૂશન્સ નેટવર્કના રિપોર્ટમાં જણાવાયું હતું. 

Gujarat
English
Magazines