FOLLOW US

7th pay commission: 1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓનું DA થઇ જશે 28 ટકા! જાણો કેટલી વધશે સેલેરી

Updated: Apr 20th, 2021

નવી દિલ્હી, 20 એપ્રિલ 2021 મંગળવાર

કેન્દ્ર સરકારનાં દેશનાં 52 લાખ કર્મચારીઓ માટે DA મંજુરીની ઘોષણા કરી છે, સરકારનાં પગલાથી દેશમાં કેન્દ્રીય કર્મચારીઓનાં પગારમાં વધારો થશે, કેન્દ્ર સરકારની ઘોષણા મુજબ 1 જુલાઇ 2021 થી કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં DA લાભને મંજુરી આપવામાં આવી રહી છે, ઓલ ઇન્ડિયા પ્રાઇઝ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (AICPI) ડેટા રિલિઝનાં જણાવ્યા મુજબ, જાન્યુઆરીથી માંડીને જુન 2021 વચ્ચે ઓછામાં ઓછું  DA માં 4 ટકાની વૃધ્ધી થઇ શકે છે.

DA મંજુર થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું  DA 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે છે, તેમાં જાન્યુઆરીથી જુન 2020 સુધી  DAમાં 3 ટકાની વૃધ્ધી, જુલાઇ થી ડિસેમ્બર 2020 સુધી 4 ટકા વૃધ્ધી અને  જાન્યુઆરીથી જુન 2021 સુધી 4 ટકા વૃધ્ધીનો સમાવેશ થાય છે.

જેમ કે કેન્દ્રએ 1 જુલાઇ 2021 થી ત્રણેય પેન્ડીગ DA હપ્તાને આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે સરકારે DA મોકુફ કર્યું હતું. DA વધે એ જ પ્રમાણમાં DRમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાને કારણે  કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓની Dearness Relief (DR)ને પણ મંજુરી આપવામાં આવશે.

Gujarat
English
Magazines