Get The App

કેન્દ્રીય કર્મચારીઓને આ દિવાળીએ મળશે ખુશીના સમાચાર, સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

Updated: Oct 15th, 2024

GS TEAM

Google News
Google News
allowance


7th pay commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ દિવાળીએ સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં 3% વધારાની જાહેરાત 31 ઓક્ટોબર આસપાસ કરશે તેવી અપેક્ષા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ અંગેનો અંતિમ નિર્ણય આગામી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. ઓક્ટોબરની મધ્યથી અંત સુધીમાં આ મુદ્દે જાહેરાત કરી શકે છે. જો કે, હજુ સુધી આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શું છે વિગતો

વર્તમાનમાં મોંઘવારી ભથ્થું 50 ટકા છે. જો કે, સરકાર તેમાં 3 ટકાનો વધારો કરે તો 1 જુલાઈ, 2024થી મોંઘવારી ભથ્થું 53 ટકા લાગુ થઈ શકે છે. આ બદલાવથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થવાનો આશાવાદ છે. ઉલ્લેખનીય છે, કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું ભથ્થું પણ મળવાપાત્ર રહેશે. ગતવર્ષે પણ તહેવારની સિઝન પહેલાં જ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પેન્શનધારકો માટે ખુશીના સમાચાર, 4 ટકાનું મોંઘવારી ભથ્થુંં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવાશે

રાજ્ય સરકારે 4 ટકા ભથ્થુંં વધાર્યુ

હિમાચલ પ્રદેશની સરકારે દશેરાની પહેલાં જ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફારથી રાજ્યમાં 1.80 લાખ કર્મચારીઓ અને 1.70 લાખ પેન્શનધારકોને લાભ થયો છે. 

બે વખત વધે છે ભથ્થુંં

કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય રીતે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધે છે. જેની જાહેરાત માર્ચ અને ઓક્ટોબરમાં કરવામાં આવે છે.

મોંઘવારી ભથ્થુંં (DA) શું છે?

મોંઘવારી ભથ્થુંં (DA) કર્મચારીઓના મૂળ પગારનો એક ટકા છે. તે તેમના જીવન ખર્ચ પર ફુગાવાના પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ બને છે. આ ભથ્થુંં સામાન્ય રીતે રોજિંદા જીવન ખર્ચમાં વધઘટને પ્રતિબિંબિત કરતાં દર છ મહિને સુધારવામાં આવે છે. મોંઘવારી ભથ્થુંં (DA) ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) દ્વારા નક્કી કરવામાં આવે છે, જે રિટેલ ભાવની વધઘટ પર નજર રાખતા વાર્ષમાં બે વાર અપડેટ કરવામાં આવે છે. ડીએમાં વધારાથી સરકારી કર્મચારીઓને રોકડ પગારમાં વધારો થાય છે.


કેન્દ્રીય કર્મચારીઓને આ દિવાળીએ મળશે ખુશીના સમાચાર, સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત 2 - image

Tags :