Get The App

GST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ

Updated: Nov 16th, 2024

GS TEAM


Google News
Google News
GST Council Meeting


GST Council Meetings: GST કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લેશે. અગાઉ આ બેઠક નવેમ્બરમાં થવાની શક્યતા હતી, પરંતુ હવે ડિસેમ્બરમાં યોજાશે.

જીએસટી કાન્સિલની આ બેઠકમાં રાજ્યોના નાણા મંત્રીઓ આગામી નાણાકીય વર્ષના બજેટ સાથે સંબંધિત તેમના સૂચનો પણ રજૂ કરશે, જે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે.

ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સમાં ફેરફારની શક્યતા

આ બેઠકમાં અત્યંત મહત્ત્વના અને વર્ષોથી થઈ રહેલી માગ પૂરી થવાનો અંદાજ છે. જેમાં ટર્મ અને લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર જીએસટી દૂર કરવા અથવા છૂટ આપવાની માગ છે. આ મામલે રાજ્યોના મંત્રીઓની કમિટીએ રિપોર્ટ રજૂ કરી દીધો છે. અગાઉ આ કમિટીએ ઑક્ટોબર, 2024માં હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સને જીએસટીમાંથી બાકાત કરવા સહમતિ દર્શાવી હતી. તદુપરાંત વરિષ્ઠ નાગરિકોના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાં છૂટ આપવાની જોગવાઈ પણ અમલમાં મૂકી શકે છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 મુદ્દે કોંગ્રેસનો યુ-ટર્ન, I.N.D.I.A.નો સાથીદાર ભડકતાં રાજકારણ ગરમાયું

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર છૂટ

બેઠકમાં પાંચ લાખ સુધીના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાં રાહત આપવાની શક્યતાઓ નિષ્ણાતોએ જણાવી રહ્યા છે. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ માર્કેટને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ સુધારા તરફી નિર્ણયો લઈ શકે છે.

GST સ્લેબની સમીક્ષાની માંગ

દેશમાં જીએસટીના ચાર મુખ્ય સ્લેબ (5%, 12%, 18% અને 28%) હેઠળ ટેક્સ વસૂલવામાં આવે છે. આવશ્યક ચીજવસ્તુઓ પર નીચો જીએસટી દર અથવા છૂટ લાગુ પડે છે, જ્યારે લક્ઝરી વસ્તુઓ પર ઊંચો જીએસટી વસૂલાય છે. જો કે, તાજેતરના ડેટા અનુસાર, જીએસટીનો સરેરાશ દર ઘટીને 15.3% પર આવી ગયો છે, જેના કારણે દરોમાં ફેરફારની માંગ વધી છે. ખાસ કરીને જે વસ્તુઓનો સામાન્ય લોકો વધુ ઉપયોગ કરે છે તેના પર ટેક્સ ઘટાડવાની માંગ છે.

GST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ 2 - image

Tags :