50% ગ્રાહકો પેમેન્ટ સિક્યોરિટીના કારણે ઑનલાઇન ખરીદીથી દૂર
- ઑનલાઇન શોપિંગમા પ્રોડક્ટસની વિશાળ રેન્જથી ગ્રાહકોને પસંદગીમાં પડતી મુશ્કેલી
અમદાવાદ : ઇ-કોમર્સ કંપનીઓ રિટેલર્સને આકરી સ્પર્ધા આપી રહી હોવા છતાં આ વર્ષે લોકો ઓફલાઇન ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. ૭૮ ટકા ગ્રાહકો પ્રોડક્ટને ફિઝીકલી જોઈ શકતા ન હોવાથી ઑનલાઇન ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જ્યારે ૫૦ ટકા લોકો પેમેન્ટની સુરક્ષાની ચિંતામાં ઑનલાઇન ખરીદીથી દૂર રહે છે તેમ ઇન્સ્ટામોજોના સર્વેમાં જણાવ્યું હતું.
૭૦ ટકાથી વધુ ગ્રાહકો ઘ૨ભ બ્રાન્ડસમાંથી ખરીદી કરી રહ્યા છે જેમાં ગ્રાહકોનો વિશ્વાસ, વાજબી કિંમત અને ગુણવત્તા, એક સમાન ઓફર, શ્રેષ્ઠ કન્ઝ્યુમર એક્સપિરિયન્સ જેવા પરિબળો જવાબદાર છે. ૫૫ ટકા ઉત્તરદાતાઓ મહિનામાં ઓછામાં ઓછી એક વાર ઑનલાઇન ખરીદી કરે છે.
ત્યારે ૭૮ ટકા લોકો હજુ પણ ઑનલાઇન ખરીદી કરવામાં ખચકાટ અનુભવે છે, જે માટે ઉત્પાદનોને પ્રત્યક્ષ જોવાની સુવિધા ન હોવાનું પરિબળ જવાબદાર છે.
ઑનલાઇન શોપિંગમાં વિશાળ રેન્જની પ્રોડક્ટસ ઉપલબ્ધ હોય છે. પરંતુ ઘણી વખત તેમાંથી પસંદગી કરવી મુશ્કેલ બનતી હોવાનું ઘણા ગ્રાહકોએ જણાવ્યું છે. લોકો ફિઝિકલી પ્રોડક્ટસ ઝડપથી પસંદ થતી હોવાનું માને છે. ઇ-કોમર્સ કંપનીઓએ આ બાબત ધ્યાનમા લેતા ગ્રાહકોની જરૂરિયાત મુજબ ચોઇસ આપવા પ્રયત્નશીલ બની છે.
૬૬ ટકા લોકોને પ્રોડક્ટસનો ખરાબ અનુભવ થવાથી ઑનલાઇન ખરીદી કરતા નથી જ્યારે ૫૦ ટકાથી વધારે લોકો પેમેન્ટ પ્લેટફોર્મ સુરક્ષિત ન હોવાથી કે પરિચિત ન હોવાથી તેમણે ચીજવસ્તુઓની ખરીદીનો અને કાર્ટમાંથી ખરીદીનો નિર્ણય બદલ્યો હતો.