સોનાના ભાવમાં અચાનક વધારો, ચેક કરો આજનો સોના-ચાંદીનો ભાવ
હાલમાં હાજરમાં સોનાની માંગ વધી રહી છે જેના કારણે સોનાના ભાવમાં તેજી આવી છે.
Image Envato |
તા. 18 જુલાઈ 2023, મંગળવાર
સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ચડ- ઉતર થયા કરે છે, પરંતુ તેવામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે. જો તમે સોનામાથી દાગીના બનાવવા માંગતા હોવ તો તમારા માટે સોના - ચાંદીના ભાવ મહત્વપુર્ણ બની રહેશે. આજે સોનાના ભાવમાં મોટા વધારો જોવા મળ્યો છે, તો ત્યા ચાંદીમાં પણ ખાસ્સો ઉતાર ચડાવ રહ્યો હતો. આવો જાણીએ કે ક્યા કેટલા ભાવમાં મળી રહ્યુ છે સોનુ અને ચાંદી.
આજે સોનાની કિંમતમાં 195 રુપિયાનો વધારો થતાં 59,330 રુપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ રહ્યા
હાલમાં હાજરમાં સોનાની માંગ વધી રહી છે જેના કારણે સોનાના ભાવમાં તેજી આવી છે. તો વાયદા બજારમાં આજે મંગળવારના રોજ સોનાની કિંમતમાં 195 રુપિયાનો વધારો થતાં આજે સોનુ 59,330 રુપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા હતા. તો મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ઓગસ્ટની ડિલીવરીવાળા સોનાની કિંમતમાં 195 રુપિયા એટલે કે 0.33 ટકાની તેજી સાથે 59,330 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. જેમા 8212 લોટનો કારોબાર થયો હતો.
આ બાબતે બજારનો જાણકારોનું માનવુ છે કે સહભાગીદારીઓ દ્વારા નવી પોઝિશન બનાવવા માટે સોનાની કિંમતમાં વધારો થયો છે. તો આંતરરાષ્ટ્રીય લેવલ પર ન્યુયોર્કમાં સોનાની કિંમત 0.48 ટકા વધીને 1965.70 અમેરિકન ડોલર પ્રતિ ઔસ પર કારોબાર થયો હતો.
ક્યાં છે સૌથી વધારે અને ક્યા ઓછા છે ભાવ
- દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનુ 60,130 રુપિયા
- જયપુરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનુ 60,130 રુપિયા
- પટનામાં 24 કરેટ 10 ગ્રામ સોનુ 60,030 રુપિયા
- કોલકતામાં 24 કેરેટ 10 ગ્રામ સોનુ 60,100 રુપિયા
- મુંબઈમાં 24 કરેટ 10 ગ્રામ સોનુ 60,100 રુપિયા
- બેંગ્લોરમાં 24 કરેટ 10 ગ્રામ સોનુ 60,100 રુપિયા
- ચેન્નઈમાં 24 કરેટ 10 ગ્રામ સોનુ 60,100 રુપિયા
- ચંડીગઢમાં 24 કરેટ 10 ગ્રામ સોનુ 60,130 રુપિયા
- લખનઉમાં 24 કરેટ 10 ગ્રામ સોનુ 60,130 રુપિયા