Get The App

Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન 1 - image
Image Source: AI Image (Envato)

Gold Price: સોનું હંમેશા ઇન્વેસ્ટમેન્ટ માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર ઓપ્શન માનવામાં આવે છે. તેનું આકર્ષણ માત્ર તેના ભાવમાં વધારા સુધી મર્યાદિત નથી, પરંતુ આર્થિક અનિશ્ચિતતાઓના સમયે આ એક ભરોસાપાત્ર સાથી પણ હોય છે. તેવામાં જો તમે આજે(ઓક્ટોબર 2025) 1 કિલો સોનુંં ખરીદો છો, તો તેના 2050 સુધી તેના ભાવ કેટલા હોય શકે છે? અને રોકાણથી કેટલો લાભ કે નુકસાન થઈ શકે છે? ત્યારે ચાલો, હાલના રેટ અને ઐતિહાસિક ટ્રેન્ડના આધારે તેના ભાવોનું આંકલન કરીએ.

હાલમાં સોનાના ભાવ

ઓક્ટોબર 2025માં ભારતમાં 24 કેરેટ સોનાના ભાવ લગભગ 11,942 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે. તેનો મતલબ છે કે 1 કિલો એટલે કે 1000 ગ્રામ સોનાના ભાવ લગભગ 1,19,42,000 રૂપિયા સુધી હોય શકે છે. આ ભાવ અલગ અલગ શહેરો અને બજારોમાં થોડા અલગ હોઈ શકે છે, પરંતુ અંદાજિત ભાવ આ જ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી

2050 સુધી સોનાના ભાવ

એક સાધારણ ગણતરીના આધારે જોવામાં આવે તો જો સોનાના ભાવમાં હાલ સરેરાશ 8 ટકા વાર્ષિક વધારો હોય શકે છે, તો 2050 સુધી સોનાના ભાવમાં લગભગ 25 ગણો વધારો થઈ શકે છે. તેનો મતલબ છે કે, 2050માં 1 કિલો સોનાના ભાવ લગભગ 30-35 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. પરંતુ જો સોનાના ભાવ 10 ટકા વાર્ષિક દરે વધે તો 45-50 કરોડ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. આ અંદાજ માત્ર ટ્રેન્ડ અને સરેરાશ વધારા પર આધારિત છે. ભવિષ્યમાં તેમાં ઘટાડો કે વધારો જોવા મળી શકે છે.

10 ગ્રામ સોનાનો ભાવ 2025માં શું હશે?

જો તમારી પાસે હાલ 10 ગ્રામ 24 કેરેટ સોનું છે, જેનો ઓક્ટોબર 2025માં અંદાજિત ભાવ રૂપિયા 11,942 પ્રતિ ગ્રામ પ્રમાણે આશરે રૂપિયા 1,19,420 થાય છે, તો 2050 સુધીમાં તેના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. જો સોનાના ભાવમાં દર વર્ષે સરેરાશ 8ટકાનો વધારો થાય, તો 2050માં આ 10 ગ્રામ સોનાની કિંમત આશરે રૂપિયા 30 થી રૂપિયા 35 લાખ સુધી પહોંચી શકે છે. અને જો વાર્ષિક વધારો 10ટકાના દરે થાય, તો આ કિંમત રૂપિયા 45 થી રૂપિયા 50 લાખ સુધી જઈ શકે છે. એટલે કે, લાંબા ગાળે સોનામાં કરેલું નાનું રોકાણ પણ મોટી સંપત્તિમાં ફેરવાઈ શકે છે.

નફા-નુકસાનનું આકલન

ગત કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે, જે ભવિષ્યમાં પણ આવો જ રહેવાની શક્યતા છે. સોનાને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, ખાસ કરીને આર્થિક અનિશ્ચિતતાઓના સમયમાં સુરક્ષિત હોય છે. સોનાના ભાવ સામાન્ય રીતે ફુગાવાની સાથે વધે છે, જેનાથી આ ફુગાવાથી સુરક્ષા આપે છે.

આ પણ વાંચો: આપણો રૂપિયો થયો ગ્લોબલ... હવે Rupeeમાં નેપાળ, શ્રીલંકા અને ભૂતાનમાં ટ્રેડ, લોન પણ આપશે!

શું થઈ શકે છે નુકસાન?

એક કિલો સોનાને સુરક્ષિત રાખવા માટે યોગ્ય સ્ટોરેજ અને સુરક્ષાની જરૂર હોય છે, જે તેના માટે એક્સ્ટ્રા ખર્ચનું કારણ બની શકે છે. સોનાના તાત્કાલિક રોકડમાં પરિવર્તિત કરવું ક્યારેક મુશ્કેલ બની શકે છે, ખાસ કરીને મોટા પ્રમાણમાં. તેવામાં તેના ફાયદાની સાથે કેટલાક નુકસાન પણ થઈ શકે છે.