મિનીકોર્ન, સૂનીકોર્ન, ડેકારોર્ન, હેક્ટો કોર્ન એટલે શું?
આ બધી ટર્મ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે જોડાયેલા યુનિકોર્નને સૌ જાણે છે. યુનિકોર્ન એટલે ૧ અબજ ડોલરની વેલ્યૂએશન ધરાવતી કંપની. મિનીકોર્ન એટલે એક મિલીયન ડોલરની વેલ્યૂએશન, સૂની કોર્ન (ર્ર્જીહૈર્બહિ) એટલે એક અબજ ડોલરની વેલ્યૂએશનની નજીક પહોંચેલી કંપની, ડેકારોન એટલે ૧૦ અબજડોલરની વેલ્યૂએશન. વિશ્વમાં ૧૮ ડેકારોર્ન કંપનીઓ છે, જેમાંની ૧૦ અમેરિકામાં છે. હેક્ટોકોર્ન એટલે ૧૦૦ અબજ ડોલરથી વધુ વેલ્યૂએશન ધરાવતી કંપની.જેને સુપર યુનિકોર્ન પણ કહે છે. એપલ, ગુગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, ઓરેકલ અને સિસ્કો હેક્ટોકોર્ન છે.
પડી રહેલા વિમાનોની હરાજી
જમીન પર ઉતારી દેવાયેલા પ્લેન ભારતની મોટી સમસ્યા બની રહી છે. ૨૦૨૨માં ત્રણ બોઇંગ બી -૭૭૭-૩૦૦ ઇઆર એક ક્રાફ્ટની હરાજી મોનિટરીંગ કમિટીએ યોજી હતી. એક વર્ષ બાદ જેટ એરવેઝેના હરાજીમાં મેળવેલા ત્રણ એરક્રાફ્ટ માટે કોર્ટની મંજૂરી મેળવી હતી. હરાજીમાં મેળવ્યા બાદ પણ થયેલી કોર્ટ વિવાદના કારણે લેનારને એરક્રાફ્ટ બે વર્ષ પછી મળ્યા હતા.જો સમયસર એરક્રાફ્ટ મળ્યા હોતતો તેમાં બગડેલા પાર્ટ લાવી શકાત પરંતુ બે વર્ષ પછી તો તેના પાર્ટ પણ નથી મળતા. ૨૦૨૨ના આંક પ્રમાણે પાંચ બોઇંગ સહીત જેટ એરવેઝના ૧૧ વિમાનો પડી રહ્યા છે. નથી તો તેની હરાજી થતી કે નથી કોઇ તેને વેચાતા લેવા તૈયાર...
ભારત આટાનો વિવાદ
કેન્દ્ર સરકારે બહાર પાડેલા ભારત આટા (ઘઉંનો લોટ) વિવાદ ઉભો કરી રહ્યો છે. લોટ બનાવનારી અન્ય કંપનીઓએ વિરોધ કરતા કહ્યું છે કે સરકાર અમારા બિઝનેસ પર તરાપ મારી રહી છે. હકીકત એ છેકે સરકાર ભાવ વધારો નહીં કરે અને કંપનીઓની સિન્ડીકેટનો ભાગ નહીં બને. સરકારે ભૂતકાળમાં ફૂડ પ્રોડક્ટ જેવીકે હિન્દુસ્તાન સોલ્ટ, મોડર્ન બ્રેડ વગેરે વેચ્યા છે. તેનાથી આર્થિક તંત્રને કોઇ નુકશાન નથી થયું. ભારત આટા ઘઉંનો લોટ વેચતી અન્ય કંપનીઓને કાબુમાં રાખશે.
ઇલોન મસ્કના પુત્રનું મીડલ નેમ ભારતીય
X ફેઇમ ( ટ્વિટર)ના ઇલોન મસ્કે તાજેતરમાં કહ્યું છે કે તેના પુત્રનું મીડલ નેમ ભારતના પ્રાચીન વિજ્ઞાાનીનું નામ ચન્દ્રશેખર રાખ્યું છે. કેન્દ્રના રાજ્યકક્ષાના ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન રાજીવ ચન્દ્રશેખર સાથેની ટ્વિટમાં ઇલોન મસ્કે ઉપરોક્ત વાતનો ખુલાસો કર્યો હતો. ભારતના પ્રધાન Artificial Intelligence (AI) Safety Summitમાં ભાગ લેવા યુકે ગયા હતા ત્યારે મસ્ક સાથે વાત થઇ હતી. ભારતના વિજ્ઞાાની એસ. ચન્દ્રશેખર ૧૯૮૩માં ફિઝીક્સમાં નોબલ પારિતોષિક એનાયત થયું હતું.
એમેઝોન પર ૧.૧ અબજ વિઝિટર્સ
ઇ કોમર્સ જાયન્ટ એમેઝોનના ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલને મળેલી સફળતા તેને મળેલી હીટ્સ પરથી જાણી શકાય છે. કહે છે કે ૨૦૨૨ના સેલ કરતાં આ વખતે ૨૦૨૩ના ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં અઢી ગણા વધુ સ્માર્ટફોન વેચાયા હતા. એક મહિના સુધી ચાલેલા સેલમાં ૧.૧ અબજ લોકોએ સાઇટની વિઝીટ કરી હતી. સાઇટ પર ૩૮,૦૦૦ સેલર્સ હતા અને પહેલીવાર સાઇટ પર આવેલા વિઝિટર્સની સંખ્યા ચાર મિલીયન જેટલી હતી. સાઇટ પર ૫૦૦૦ જેટલી નવી પ્રોડક્ટ મુકાઇ હતી. મોટા ભાગના વિઝિટર્સ શહેર તેમજ ટાઉન લેવલના હતા.
ચીનની લોસ, ભારતનો નફો
ચીનમાંથી રોકાણકારો હટી રહ્યા છે. આ રોકાણકારેા પૈકી ૫૦ ટકા ભારત તરફ વળે તો ભારતને લાભ થઇ શકે છે. ચીનથી દૂર થઇ રહેલા રાકાણકોરો પાસે ભારતની દિશા પકડયા સિવાય છૂટકો નથી. ભારતે ઉભી કરેલી મેક ઇન ઇન્ડિયા વાળી ઓફરને અનેક વિદેશી બ્રાન્ડ અપનાવી રહી છે. ખરેખર ચીનનો લોસ ભારતને નફો કરાવનાર બની રહ્યું છે.
સોનાની ચેન ..પુરૂષોનો નવો શોખ..
બોલીવૂડ સેલિબ્રીટી અભિનેતા રણવીર કપુરે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પહેરેલી સોનાની ચેઇન, ક્રિકેટર હાર્દીક પંડયાએ પહેરેલી ક્યૂબાની બ્રાન્ડની ચેઇન જે તેંડૂકર ચેઇન તરીકે પણ ઓળખાય છે. સેલિબ્રીટી પુરૂષોએ સોનાની ચેન પહેરવાનું શરૂ કર્યા બાદ હવે ૫૦ પ્રકારની ચેઇન બજારમાં જોવા મળી રહી છે. જેની અંદાજીત કિંમત ૬ થી ૭ લાખ રૂપિયા હોય છે. પુરૂષોેની જ્વેલરીની ડિમાન્ડમાં ૧૮થી ૨૫ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
રીયલ એેસ્ટેટનો મોટો સોદો..સ્ક્વેર ફૂટના રૂ.૧.૨૬ લાખ
દિવંગત રોકાણકાર ભરત ઝૂનઝૂનવાલાની પત્ની રેખા ઝૂનઝૂનવાલાની પીઠબળ વાળી કંપની Kinnteisto LLPએ મુંબઇના બાન્દ્રા કૂર્લા કોમ્પલેક્ષમાં ઓફિસ માટેની જગ્યા ૧.૨૬ લાખ સ્ક્વેર મીટરના ભાવે ખરીદી છે.તે ઓફિસ માટે કુલ ૬૦૦ કરોડ ચૂકવ્યા છે. આ બિલ્ડીંગનું નામ કેપિટલ છે અને તે ચાર માળનું છે. ઓફિસ વેચનાર વાઢવા ગૃપ હોેલ્ડિંગ્સ છે. એક અન્ય સોદામાં આ કંપનીએ અંધેરી ઇસ્ટમાં ૧૩૮ કરોડની ઓફિસ ખરીદી છે.ં
ગુગલ કરોડો ઇમેલ એકાઉન્ટ બંધ કરશે
ગુગલે કરોડો ઇમેલ એકાઉન્ટ બંધ કરીને લોકોને ચોંકાવી દીધા છે. લાખો લોકો એવા છે કે જે ઇમેલ આઇડી બનાવ્યા પછી ભાગ્યેજ તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પાસવર્ડ ભૂલી ગયા પછી ભાગ્યેજ તેને ફરી બનાવવાનો પ્રયાસ કરે છે. જી મેલના કરોડો એકાઉન્ટ વપરાશ વિનાના પડી રહ્યા છે. ગુગલના પ્રોડ્ક્ટ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું છે કે ડિસેમ્બરમાં કરોડો ઇમેલ એેકાઉન્ટ બંધ કરી દેવાના છે. જે એકાઉન્ટ છેલ્લા બે વર્ષથી વપરાશમાં ના લેવાતા હોય તેને બંધ કરી દેવાશે.