Get The App

GSTના સંદર્ભે The Insolvency and Bankruptcy Code, 2016 અને NCLTની કામગીરી સમજીએ

Updated: Feb 3rd, 2025

GS TEAM

Google News
Google News
GSTના સંદર્ભે The Insolvency and Bankruptcy  Code, 2016 અને NCLTની કામગીરી સમજીએ 1 - image

- GSTનું Ato Z - હર્ષ કિશોર

- આઈબીસી,એ એક એવો વિશિષ્ટ કાયદો છે કે જે કાયદામાં બે જુદી જુદી કલમો હેઠળ વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે

આઇબીસીનું નામ આવે તો સાથે સાથે આપણને રૂચી સોયા (પતંજલીએ હસ્તગત કરીને રીવાઈવ કરી), જેટ એરવેઝ (જાલન કાલરોક કોન્સોર્ટીયમએ હસ્તગત કરીને રીવાઈવ કરી), ભૂષણ સ્ટીલ આલોક ઇન્ડસ્ટ્રીઝ, એસ્સાર સ્ટીલ, ગો ફર્સ્ટ એરલાઈન્સ, દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ (DHFL-જે એક NBFC હતી), Amtek Auto Limited, Monnet Ispat & Energy Limited, Binani Cement Limited, Uttam Galva Metallics Limited & Uttam Value Steels Limited, Jubiliant Energy Kharsang Pvt Limited, SREI ગુ્રપ, ગુજરાત એનઆરઇ કોક અને અન્ય કેટલાક નામો જાણવા મળે. આ તમામ કંપનીઓ IBC હેઠળની વિવિધ તબક્કાની પ્રક્રિયામાંથી પસાર થયેલ છે. આવી પ્રક્રિયા ક્યા કાયદા હેઠળ અને કેવી રીતે થાય છે તે આપણે ટૂંકમાં સમજીએ. 

વેટ/સીએસટી કે જીએસટીની વસુલાત માટે જરૂરી એવી 'ફાઇનાન્સિયલ ક્રેડિટર', ઓપરેશનલ ક્રેડિટર, રિઝોલ્યુશન, વસુલાત સામે મનાઈ, મોરેટોરીયમ પીરીયડ, હેર-કટ, ઇન્સોલવંસી શરૂ થયા તારીખ, કાયદાકીય સમય મર્યાદા જેવી બાબતો અને NCLT તેમજ NCLATની કામગીરી સાથે GST રજીસ્ટ્રેશન, રિટર્ન્સ, ITC, રિફંડ, વગેરે બાબતે થયેલ અગત્યના જાહેરનામા અને પરિપત્રો, વગેરે પૈકી કેટલીક મહત્વની બાબતો પણ સમજવાનો પ્રયત્ન કરીશું.

મહત્વ : આઇબીસી, ૨૦૧૬ નું મહત્વ સમજવા માટે આપણે આંકડા જોઈએ તો આખા દેશમાં કોર્પોરેટ કંપનીઓ નુકસાનમાં ગયેલ હોય તેવા તા: ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં કુલ ૪૦,૯૪૩ કેસો નિયત સત્તા એટલે કે NCLT સમક્ષ ફાઈલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ૯,૨૪૩, ૧૯-૨૦માં ૧૨,૩૭૩, ૨૦-૨૧ માં ૩૩૯૨, ૨૧-૨૨માં ૪૮૫૫, ૨૨-૨૩માં ૪૭૩૩૦, ૨૩- ૨૪ માં ૪૦૧૪ અને એપ્રિલ ૨૪થી સપ્ટેમ્બર ૨૪ સુધીમાં ૨૩૩૬ અરજીઓ ફાઈલ થયેલ છે. લેણી રકમનો આંકડો રૂ ૧૧.૪૪ લાખ કરોડ જેટલો થતો હતો.

કાયદાની સ્કીમ : આપણે જાણીએ છે કે IBC-૨૦૧૬ આવ્યો એ પહેલાં insolvency માટે અલગ અલગ કાયદા અમલમાં હતા. આ કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ કોર્પોરેટ કંપનીની Insolvency અને Bankruptcy અંગે સમય-બદ્ધ કાર્યવાહી કરીને જો શક્ય હોય તો કંપનીને રિવાઈવ કરવાનો અન્યથા લીક્વીડેટ કરવાનો છે એટલે ઘણી બધી કલમોમાં કડક સમય- મર્યાદાઓ રાખેલ છે. આમ તો The Insolvency and Bankruptcy Code, ૨૦૧૬માંકુલ ૨૫૫ કલમો અને કેટલીક પેટા કલમો પણ છે. સમગ્ર કાયદો કુલ પાંચ ભાગમાં વહેંચાયેલ છ :

૧. Preliminary (કલમ ૧ થી ૩)

૨. Insolvency Resolution and Liquidation for Corporate Persons (કલમ- ૪ થી ૭૭-ક. અહી તફાવત જુઓ-ઈન્ડીવિજુઅલ્સ અને ભાગીદારી પેઢીઓ માટે અલગ જોગવાઈઓ છે).

૩. Insolvency Resolution and Bankruptcy for Individuals and partnership firms (કલમ ૭૮ થી ૧૮૭-હજી અમલી થયેલ નથી)

૪. Regulation of Insolvency Professionals, Agencies and Information Utilities (કલમ ૧૮૮ થી ૨૨૩-કોમન જોગવાઈઓ)

૫. Miscellaneos :જોગવાઈઓ (કલમ ૨૨૪ થી ૨૫૫)

અગત્યની વિગતો : આજની તારીખે IBC-૨૦૧૬ ના કાયદામાં કુલ બાર અનુસૂચીઓ રાખવામાં આવેલ છે જેમાં ભારતીય ભાગીદારી અધિનિયમ, ૧૯૩૨, સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, ૧૯૪૪, ઇન્કમટેક્સ એક્ટ, ૧૯૬૧, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ જેવા કાયદાઓમાં તેમજ અન્ય કાયદાઓમાં IBC ના અનુસંધાને થએલ જરૂરી ફેરફારોનો સમાવેશ કરવામાં  આવેલ છે. અત્યાર સુધીમાં IBC-૨૦૧૬ ના કાયદામાં કુલ છ વખત સુધારા- વધારા થયેલ છે. IBC-૨૦૧૬ ના કુલ ૧૦ મૂળ નિયમો અને ૬ ફોર્મ પણ અસ્તિત્વ ધરાવે છે. તે સિવાય જુદી જુદી કલમોની અમલી તારીખો માટે કુલ દસ જાહેરનામાં થયેલ છે અને હજી ઘણી જોગવાઈઓ માટેની અમલી તારીખ જાહેર થવાની બાકીમાં છે.

વ્યાખ્યાની બે કલમો : આઈબીસી,એ એક એવો વિશિષ્ટ કાયદો છે કે જે કાયદામાં બે જુદી જુદી કલમો હેઠળ વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે : કલમ ૩ અને કલમ ૫ માં.ખાસ ધ્યાન રાખવા જેવી બાબતએ છે કે કલમ ૩ હેઠળ આપવામાં આવેલ વ્યાખ્યાઓ આખા કાયદાને લાગુ પડે છે જ્યારે કલમ ૫ હેઠળ આપવામાં આવેલ વ્યાખ્યાઓ માત્ર કોર્પોરેટ ઇન્સોલ્વન્સીને લાગુ પડે છે.આ કાયદાની બીજી વિશેષતા એ છે કે ઈન્ડીવિજુઅલ્સ માટે ઇનસોલ્વન્સીની જોગવાઈઓ કાયદામાં કલમ ૭૮ થી ૧૮૭ હેઠળ કરવામાં આવેલ છે પરંતુ તે તમામની અમલી તારીખ હજી સુધી જાહેર કરવામાં આવેલ નથી. ખાસ કિસ્સામાં અત્યાર સુધી માત્ર પ્રમોટર કે પર્સનલ ગેરેન્ટર અથવા કોર્પોરેટ પર્સનને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવેલ છે. આમ, હાલ આ કાયદો માત્ર કોર્પોરેટ કંપનીઓ માટે તેમજ લિમિટેડ લાયાબિટી પાર્ટનરશીપ (LLP)ને લાગુ પડે છે.

રેગ્યુલેટર : SEBI, TRAI, RBI, IRDAI, વગેરેની જેમ IBC, ૨૦૧૬ ની કલમ ૨(૧) માં જણાવ્યા મુજબ કલમ ૧૮૮(૧) હેઠળ સ્થપાયેલ IBBI એટલે કે The Insolvency and Bankruptcy Board of India રેગ્યુલેટર તરીકે કામ કરશે.

કયો કેસ કોની સમક્ષ ચાલશે? કોર્પોરેટ અથવા કંપની કે પછી કોર્પોરેટ ગેરેન્ટરના કેસ NCLT સમક્ષ ચાલશે બાકીના લોકોના કેસ DRT સમક્ષ ચાલશે. આજની તારીખે નુકસાનમાં ગયેલ પેઢીઓ/વ્યક્તિઓ માટે આ મુખ્ય કાયદાકીય તફાવત છે.

ક્રમ : IBC હેઠળ કોર્પોરેટ કંપનીને લગતી insolvency ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો : પહેલા NCLT ત્યારબાદ NCLAT અને પછી સુપ્રીમ કોર્ટ. જયારે કોઈ ઈન્ડીવિજુઅલ્સ કે ભાગીદારી પેઢીને લગતી insolvency ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો પહેલા DRT પછી DRAT અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ.ખાસ તો IBC આવ્યા બાદ વાણીજીયક બાબતો અને કાયદાકીય બાબતો માટે જુદી જુદી સત્તાઓ કામ કરે છે તેવું કહી શકાય.

હવે જોઈએ કેટલીક મહત્વની વ્યાખ્યાઓ : IBC ની કલમ ૩(૭) 3(7) "corporate person" means a company as defined in clause (20) of section 2 of the Companies Act, 2013, a limited liability partnership, as defined in clause (n) of sub-section (1) of section 2 of the Limited Liability Partnership Act, 2008  or any other person incorporated with limited liability under any law for the time being in force but shall not include any financial service provider.

કલમ 3(8) "corporate debtor" means a corporate person who owes a debt to any person.

કલમ 3(10) "creditor" means any person to whom a debt is owed and includes a financial creditor (કાયદામાં અલગથી કલમ ૫(૭) હેઠળ વ્યાખ્યા આપવામાં આવેલ છે), an operational creditor (જેની વ્યાખ્યા પણ કાયદામાં અલગથી કલમ ૫(૨૦) હેઠળ વ્યાખ્યા આપવામાં આવેલ છે), a secured creditor, an unsecured creditor and a decree-holder.

અત્રે ખાસ યાદ રાખવા જેવી બાબતો એ છે કે ઇન્કમટેક્સ, વેટ કે જીએસટીના બાકી માંગણાની રકમ માટે જે તે સત્તાવાળા ઓપરેશનલ ંક્રેડિટરની વ્યાખ્યામાં આવે છે.

કલમ 5(7) financial creditor means any person to whom a financial debt is owed and includes a person to whom such debt has been legally assigned or transferred to (કંપનીને લોન આપનાર બેંકો અને અન્ય સંથાઓનો સમાવેશ અહી થાય છે).

કલમ 5(12) insolvency commencement date means the date of admission of an application for initiating corporate insolvency resolution process by the Adjudicating Authority under sections 7, 9 or section 10, as the case may be (GST અને VAT/CST ની દ્રષ્ટિએ ખુબ અગત્યની વ્યાખ્યા એટલા માટે છે કે આ દિવસથી વસુલાત માટેના આકરા પગલા લઇ શકાતા નથી).

કલમ 5(20) operational creditor means a person to whom an operational debt is owed and includes any person to whom such debt has been legally assigned or transferred (માલ સમાન કે સેવા પૂરી પાડનાર અને GST કે Income Tax જેવી સરકારી ટેક્સ ઓથોરીટીઝ આમાં આવે છે).