Get The App

અમુલ એડમાં ટ્રમ્પ અને મસ્ક .

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
અમુલ એડમાં ટ્રમ્પ અને મસ્ક                         . 1 - image


વર્તમાન ટ્રેન્ડને પારખવામાં અમુલની બ્રાન્ડ બાહોશ પુવાર થઇ રહી છે. સ્થાનિક તમજ ઇન્ટરનેશનલ વિવાદો પરથી પણ અમુલની ટીમ શોર્ટ જાહેરાત બનાવીને લોકોનું ધ્યાન ખેંચી શકે છે. ગયા અઠવાડિયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા કારના  માલિક અને વિશ્વના ટોપના અબજો પતિ ઇલોન મસ્ક સામ સામે આવી ગયા હતા. એક સમયના બંને મિત્રો હતા પરંતુ બંને એક બીજાના લૂંગડાં જાહેરમાં ધોેવા લાગ્યા હતા. બંનેની ઇમેજ ખરડાતી હતી. બંને અભિમાની હતા. કહે છે કે ટેસ્લાના માલિકે થોડી કુનેહ વાપરીને સમાધાન કરી દીધું હતું. પરંતુ અમુલની ક્રીયેટીવ એડ બનાવનારાઓએ તક ઝડપી લીધી હતી અને ટ્રમ્પ તેમજ મસ્કની પેરને એડમાં સમાવી લીધા હતા. તેની પંચ લાઇન હતી ઉરચા ર્યીજ ેૅ સ્ેજં ર્બસી ર્ગુહ.

અમુલ એડમાં ટ્રમ્પ અને મસ્ક                         . 2 - image

બિલ ગેટ્સ 99 ટકા આવકનું દાન કરશે

નેલ્સન મંડેલા હોલ ખાતે બિલ ગેટ્સે ગયા અઠવાડીયે કહ્યું હતું કે મારી ૨૦૦ અબજ ડોલરની સંપત્તિમાંથી ૯૯ ટકાનું દાન આફ્રિકાને કરીશ. ગેટ્સ ફાઉન્ડેશનમાં ડીરેક્ટર તરીકે રહેલા તેમના સંતાનોને સંપત્તિમાંથી  એક ટકો ફાળવ્યો છે. ગેેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન બિલ ગેટ્સે વિશ્વના સૌથી ગરીબ દેશને ડોને શન આપી રહ્યા છે. તેમણે જ્યારે જાહેરાત કરી ત્યારે ઇથોેપિયા સહિતના દેશોના ૧૨,૦૦૦ જેટલા હેલ્થ અધિકારીઓ હાજર હતા. તેમનું મોટા ભાગનું દાન આફ્રિકી દેશોમાં ગયું છે તે મહત્વનું કહી શકાય.

અમુલ એડમાં ટ્રમ્પ અને મસ્ક                         . 3 - image

રીતીક રોશને ત્રણ પ્રોપર્ટી વેચી

બોલીવૂડ અભિનેતા રીતીક રોશન અને રાકેશ રોશને  અંધેરી ખાતેના તેમના ત્રણ ફ્લેટ વેચીને  કુલ ૬.૮ કરોડમાં વેચ્યા છે. વેચાણના દસ્તાવેજો અનુસાર અંધેરી વેસ્ટમાં આવેલી રાકેશ રોશનની એક પ્રોપર્ટી ૧૦૨૫ સ્કેવરફૂટની હતી જે ૩.૭૫ કરોડમાં વેચાઇ છે. બીજી પણ અંધેરી વેસ્ટમાં રાહેજા ક્લાસીક ખાતે હતી. જે ૨.૨૦ કરોડમાં વેચાઇ  જ્યારે ત્રીજી પ્રોપર્ટી રીતીક રોશનના નામે હતી જે ૮૦ લાખમાં વેચાઇ હતી.

Tags :