Get The App

ટોચની કંપનીઓનું ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ પણ ઇન્ફ્રાસ્ટ્ક્ચરના ધાંધીયા

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
ટોચની કંપનીઓનું ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ પણ ઇન્ફ્રાસ્ટ્ક્ચરના ધાંધીયા 1 - image

- ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે છેલ્લા અગિયાર વર્ષોમાં લગભગ છ ગણો વિસ્તાર કર્યો છે

ગૂગલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટનું ભારતના AI અભિયાનમાં $67.5 અબજનું રોકાણ કરવાની જાહેરાત કરી છે પરંતુ ભારતમાં પાયાની કેટલીક ખામીઓ પડકાર રૂપ બની છે. ગૂગલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી વૈશ્વિક ટેક જાયન્ટ કંપનીઓએ ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે $67.5 અબજથી વધુના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જોકે, નિષ્ણાતો માને છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ અને ચિપ્સ માટે અન્ય દેશો પરની નિર્ભરતા ભારતના AI સપનાની ગતિ ધીમી કરી શકે છે.

સરકારે આ અંતરને ઘટાડવા માટે નીતિગત પગલાં ઝડપી બનાવ્યા છે. ગત વર્ષ દરમિયાન ગૂગલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટે સામૂહિક રીતે ભારતમાં AI, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે $67.5 અબજથી વધુની રકમ ફાળવવાની જાહેરાત કરી છે. વૈશ્વિક AI હબ બનવા તરફ ભારત ૨૦૩૦ સુધીના રોકાણના આ આયોજનોએ ભારતને વૈશ્વિક AI વિકાસના સેન્ટરમાં લાવી દીધું છે. પરંતુ અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે જ્યાં સુધી ભારત પાસે પોતાની સેમિકન્ડક્ટર ક્ષમતા અને પૂરતી વીજળી તથા પાણી જેવી પાયાની સુવિધાઓ નહીં હોય, ત્યાં સુધી દેશ પોતાના સંસાધનો વિકસાવવાને બદલે માત્ર વિદેશી-નિયંત્રિત AI સિસ્ટમ્સ માટેનું હોસ્ટ બનીને રહી જશે.

એમેઝોન : ...૨૦૩૦ સુધીમાં ઇં૩૫ અબજનું રોકાણ કરશે, જે મુખ્યત્વે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ સર્વિસિસ અને નિકાસ પર કેન્દ્રિત હશે. ભારતમાં અત્યાર સુધીના આ સૌથી મોટા વિદેશી ટેક રોકાણોમાંનું એક છે.

માઈક્રોસોફ્ટ : ... ૨૦૨૬ થી ૨૦૨૯ વચ્ચે ક્લાઉડ ડેટા સેન્ટર્સ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇં૧૭.૫ અબજની જાહેરાત કરી છે.

ગૂગલ : ... આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઇં૧૫ અબજના પ્લાનનું અનાવરણ કર્યું છે, જ્યાં કંપની ''ગીગાવોટ-સ્કેલ AI ઇકોસિસ્ટમ'' વિકસાવી રહી છે.

વૌશ્વિક કંપનીઓના પ્રતિબદ્ધ રોકાણમુખ્ય ક્ષેત્રો ગૂગલ ઇં૧૫ અબજ AI ડેટા સેન્ટર્સમાં રોકશે, , સર્વર અને ડ્રોન ઉત્પાદન એમેઝોન ઇં૩૫ અબજ (૨૦૩૦ સુધી)AI માં રોકશે,, ક્લાઉડ, નિકાસમા ઈક્રોસોફ્ટ ઇં૧૭.૫ અબજ (૨૦૨૬-૨૦૨૯)AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકશે,

એપ્રિલમાં વિશાખાપટ્ટનમમાં ભૂમિપૂજન સમારોહ દરમિયાન વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ''ભારત ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં વિશ્વ માટે એક મુખ્ય વિશ્વસનીય વેલ્યુ ચેઇન અને સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે.''

ખામીઓ દૂર કરવા તરફ કેન્દ્ર સરકારના પ્રયાસો

સરકારે માળખાગત ખામીઓને દૂર કરવા માટે નીતિગત પગલાં ઝડપી બનાવ્યા છે. એપ્રિલ ૨૦૨૫ માં, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે 'ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ' (ઈભસ્જી) ની જાહેરાત કરી હતી, જ્યારે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ માં સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આ યોજનાનું ફાળવણી બજેટ વધારીને ૪૦,૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે.

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ૈંજીસ્) દ્વારા સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ વેગ મળ્યો છે, જે ફેબ્રિકેશન અને ર્ંજીછ્ પ્રોજેક્ટ્સ માટે ૫૦% સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. ૯ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ, કેન્દ્ર સરકારે ગુજરાતના ધોલેરા ખાતે ટાટા સેમિકન્ડક્ટરના પ્રથમ ફેબ્રિકેશન પ્લાન્ટ માટે સત્તાવાર રીતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (જીઈઢ) ની જાહેરાત કરી હતી.

ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે છેલ્લા અગિયાર વર્ષોમાં લગભગ છ ગણો વિસ્તાર કર્યો છે અને આશરે ૨૫ લાખ રોજગારીનું સર્જન કર્યું છે. જોકે, આ સરકારી આંકડા છે અને તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.