Get The App

આરક્ષણ કરેલ જમીનોની મહેસૂલી રેકર્ડમાં નોંધો કરવા તેમજ દુરસ્તી અંગે માહિતી

- વન સંરક્ષણ અધિનિયમો હેઠળ જુદા જુદા હેતુ માટે

Updated: Sep 26th, 2021

GS TEAM

Google News
Google News
આરક્ષણ કરેલ જમીનોની મહેસૂલી રેકર્ડમાં નોંધો કરવા તેમજ દુરસ્તી અંગે માહિતી 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- અનામત / રક્ષિત જંગલ / અભ્યારણ્યમાં પરંપરાગત વસવાટ કરતા લોકોના હક્કોનું રક્ષણ જરૂરી

બ્રિટીશ શાસન વ્યવસ્થામાં જે કાયદાઓ / રેગ્યુલેશન ઘડાયા તેમાં સામ્રાજ્યવાદ (Imperialism) અને સંસ્થાનવાદનો (Colonialism) હેતુ મુખ્યત્વે રહેલો હતો. અંગ્રેજ શાસન વ્યવસ્થાના વિસ્તાર ઉપરાંત દેશી રજવાડાઓના વિસ્તારમાં પણ જંગલને લગતા કાયદા હતા. દા.ત. મૈસુર રાજ્ય. પરંતુ અંગ્રેજો દ્વારા આવા વિસ્તારોમાં નિયમનકારી કાયદા હતા તે એકમાત્ર જંગલ વિસ્તારની ખનીજ અથવા તો ટીંમ્બર લાકડા વિદેશમાં લઈ જવા માટેનો હતો અને આવા Rich Minerals વિસ્તારો અને Dense Forest માંથી ઈમારતી લાકડું લઈ જવાનો હતો. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ડાંગમાં વઘઈ સુધી રેલ્વે નાખવાનો ઈરાદો ફક્ત લાકડાનું પરિવહન કરવાનો હતો. આમ શરૂઆતમાં જંગલને એક સંપતિ તરીકે જોવામાં આવતી. તેમાં પર્યાવરણની જાળવણીની બાબત જે તે સમયે ન હતી. પરંતુ અંગ્રેજોના સમયમાં ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ ઘડવામાં આવેલ અને તે અનુસાર વન અધિનિયમની કલમ-૨૦ હેઠળ અનામત જંગલ (Reserved Forest) જાહેર કરવાની જોગવાઈ છે. તેજ રીતે કલમ-૨૯ હેઠળ રક્ષિત જંગલ (Protected Forest) જાહેર કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત Wild Life Protection Act 1972 - વન્ય જીવ સંરક્ષણ અધિનિયમની કલમ-૩૫ મુજબ રાષ્ટ્રીય ઉદ્યાન - National Sanctuary તેમજ કલમ-૩૬ એ હેઠળ રક્ષિત અનામત (Conservation) જાહેર કરવાની જોગવાઈ છે અને આ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુજરાતમાં ગીર અભ્યારણ્ય, વેળાવદર કાળીયાર હરણ, ગુડખર વિગેરે અને આ રીતે જાહેર કરેલ અનામત / રક્ષિત જંગલ કે અભ્યારણ્યમાં આ હેતુ સિવાય બિન જંગલ પ્રવૃત્તિ કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ૧૯૮૦ બાદ પર્યાવરણલક્ષી કાયદા ઘડવામાં આવ્યા. 

ઉપર્યુક્ત અનામત / રક્ષિત જંગલ કે અભ્યારણ્ય જાહેર કરતાં પહેલાં, કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને આ અંગે Settlement Officer ની નિમણૂંક કરવામાં આવે છે, કારણ કે મૂળ જંગલમાં રહેલા આદિવાસી કે અન્ય જાતિના લોકોના હક્ક અવર-જવરના રસ્તા અંગે નિર્ણય કરવામાં આવે છે અને આવા લોકોના હક્ક અનામત કે રક્ષિત જંગલમાં આપવા અંગે કે તેઓના પુનઃવસવાટ માટે સેટલમેન્ટ ઓફિસર દ્વારા નિર્ણય કરવામાં આવે છે અને ત્યારબાદ અનામત / સંરક્ષિત જંગલ તરીકે જાહેર કરવાનું આખરી જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને તેમાં આવા જંગલના વિસ્તાર, હદ સમાવિષ્ઠ સર્વે નંબરનો ઉલ્લેખ કરવામાં આવે છે.

ભારતીય વન અધિનિયમ હેઠળ અનામત / રક્ષિત જંગલ કે અભ્યારણ્ય જાહેર થયા બાદ આ વિસ્તારના Enforcementના અધિકારો વન વિભાગના અધિકારીઓને પ્રાપ્ત થાય છે. પરંતુ આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અમલમાં છે અને હક્કપત્રકના નિયમો પણ ૧૯૦૩ થી લાગુ પાડવામાં આવ્યા છે.

 અગાઉ મહેસૂલી સર્વે થયેલ અને તે આધારે જે ગામનો નમુનો નં. ૧ એટલે કે કાયમી ખરડો લખાયો તેમાં રેવન્યુ સર્વે નંબરોની જમીન ક્ષેત્રફળ સહિત દર્શાવવામાં આવતી તે ઉપરાંત કાયમી ખરડાના ભાગ-૨ તરીકે જંગલની જમીન દર્શાવવામાં આવતી. હવે જ્યારે અનામત / રક્ષિત કે અભ્યારણ્ય જાહેર કરવામાં આવે ત્યારે તે અંગેનું આખરી જાહેરનામું જે બહાર પાડવામાં આવે તેની ગામ દફતરે હક્કપત્રકમાં નોંધ ન પાડવામાં આવે તો વન વિભાગના હક્ક અને સબંધિત ગામની આજુબાજુની મહેસૂલી સર્વે નંબરોની હદ તેમજ ક્ષેત્રફળ અંગે વિવાદો ઉપસ્થિત થતા એટલે મહેસૂલ વિભાગના તા.૨૭-૩-૨૦૦૮ના પરિપત્ર ક્રમાંક - હકપ-૧૦૨૦૦૮-૯૧૪-જ અન્વયે અનામત / રક્ષિત વન કે અભ્યારણ્યની નોંધો પાડવાની સુચનાઓ આપી છે. આની પાછળનો હેતુ એ છે કે, હક્કપત્રકમાં નોંધ ન પડવા અથવા દુરસ્તીના અભાવે (કે.જે.પી. - કમી જાસ્તીપત્રક) ઘણી જગ્યાએ જંગલ વિસ્તારની જમીનો અન્ય હેતુ માટે ગ્રાન્ટ કરવાના કે લીઝ ઉપર આપવાના બનાવો બન્યા છે. દા.ત. અમો રાજકોટ કલેક્ટર હતા ત્યારે મોરબી માળીયા-મીયાણા તાલુકાની દરિયા કિનારાની જમીનો મીઠા ઉદ્યોગને જે ભાડાપટ્ટે જમીનો આપેલ તેમાં વન વિભાગે શેરના જંગલો માટે રક્ષિત કરવાના હુકમો કરવામાં આવેલ છે. તેમ જણાવેલ, પરંતુ તે અંગેની ગામ દફતરે હક્કપત્રકમાં નોંધો ન પડવાને કારણે ચોક્કસ હદ કે ક્ષેત્રફળ નક્કી કરવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલ એટલે તે અંગે ડીઆઈએલઆરને (ડિસ્ટ્રીક ઈન્સ્પેક્ટર આફ લેન્ડ રેકર્ડ) જાહેરનામા મુજબ માપણી કરી, ચોક્કસ હદ અને ક્ષેત્રફળ નક્કી કરવાના હુકમો કરવામાં આવેલ અને એવું પણ ધ્યાન ઉપર આવેલ કે રક્ષિત વન સિવાયના વિસ્તારને પણ વન વિભાગ દ્વારા રક્ષિત વન હોવાના દાવા કરતાં.

મહેસૂલ વિભાગના તા.૨૭-૩-૨૦૦૮ની પરિપત્રની જોગવાઈઓ મુજબ સબંધિત જીલ્લાના નાયબ વન સંરક્ષકશ્રીએ જો અનામત / રક્ષિત જંગલની જમીનો વન અધિનિયમ હેઠળ જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ હોય તો સબંધિત કાયદા હેઠળના જાહેરનામા સાથે સબંધિત તાલુકાના મામલતદારને નોંધો પાડવા માટે મોકલવાનું છે અને રેકર્ડ દુરસ્તી અંગે સબંધિત જીલ્લાના ડીઆઈએલઆરને આ જમીનોની સંયુક્ત માપણી (Joint Measurement) કરી, ગામના નકશામાં જાહેર કરાયેલ વિસ્તારને અલગ નિશાનીથી રેકર્ડમાં દર્શાવી હદ બતાવવી અને તે મુજબ દુરસ્તી કરવી કે જેથી ગામના કાયમી ખરડાના પત્રક-૨માં તારીજ દર્શાવવાની છે અને આ ગામનો નકશો, દુરસ્તીપત્રક સાથે સબંધિત તાલુકાના મામલતદારને મોકલવાનો છે. આ પ્રકારની પ્રક્રિયા અનુસરવાની હોવા છતાં જંગલની જમીનોમાં મોટા પાયે સ્થાપિત હિતો દ્વારા દબાણો થયા છે અને જેમાં ઉદ્યોગો અને રીસોર્ટ અથવા તો મીઠા ઉદ્યોગોના દબાણો છે. આવા દબાણો અંગે ભારત સરકારના વન અને પર્યાવરણના રીપોર્ટ પ્રમાણે ૨૯૩ હેક્ટર જેટલા વિસ્તારમાં દબાણો છે. 

કદાચ આનાથી પણ વધારે હોઈ શકે. નિયમોનુસાર ભૌગોલિક વિસ્તારના ૩૩% જેટલું જંગલ હોવું જોઈએ. પરંતુ ગુજરાતમાં ૧૧.૧૪% જંગલ વિસ્તાર છે. (સામાજીક વનીકરણ સિવાય) આ સાથે એ પણ છે કે વિકાસની પ્રક્રિયામાં જંગલની જમીનો Deforest પણ કરવાની થતી હોય છે તે માટે Compensatory afforestation કરવામાં આવે છે. સાથો સાથ જંગલ વિસ્તારમાં રહેતા અને જીવન ગુજારતા આદિવાસી ખેડુતો માટે જંગલ અધિકાર હેઠળ ખેતી વિષયક માટે અધિકાર આપવાના છે. તેમાં સાચા અને Genuine કુટુંમ્બોને આ અધિકાર મળે તે જરૂરી છે.

Tags :