નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર હવે તા.5થી 7 મહત્ત્વની ટર્નિંગ
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૦૫૦૧.૯૯ તા.૦૨-૦૫-૨૫) ૭૧૪૨૫.૦૧નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૮૯૬૦.૨૪ અને ૪૮ દિવસની ૭૭૧૪૮.૫૪ તેમજ ૨૦૦ દિવસની ૭૭૨૩૫.૦૩ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. તા.૫થી ૭ ગેનની ટર્નિંગનાં દિવસો ગણાય. ઉપરમાં ૮૧૧૭૭ ઉપર ૮૧૬૩૦ સુધીની શક્યતા. નીચામાં ૭૯૮૭૦, ૭૯૨૦૦ નીચે નબળાઈ સમજવી. ૭૮૬૦૫ મહત્ત્વની સપાટીગણાય.
અવેનીયુ સુપરમાર્ટસ (બંધ ભાવ રૂ.૪૦૫૯.૨૦ તા.૦૨-૦૫-૨૫) ૪૫૫૭.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૨૯૫.૪૧ અને ૪૮ દિવસની ૪૦૩૦.૨૮ તેમજ ૨૦૦ દિવસની ૪૦૫૦.૭૫ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક દિવસની ૪૦૫૦.૭૫ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૨૨૫ ઉપર ૪૩૩૦, પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૪૦૨૪ નીચે ૩૯૪૮, ૩૮૭૨ સુધીની શક્યતા.
આઈઆરસીટીસી (બંધ ભાવ રૂ.૭૪૮.૬૫ તા.૦૨-૦૫-૨૫) ૭૮૭.૧૦નાં ટોપની નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૫૬.૭૮ અને ૪૮ દિવસની ૭૪૧.૪૮ તેમજ ૨૦૦ દિવસની ૭૯૮.૩૯ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ તરફ અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૫૫ ઉપર ૭૬૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૪૬ નીચે ૭૪૧, ૭૩૮, ૭૩૦, ૭૨૨, ૭૧૩, ૭૦૬ સુધીની શક્યતા.
રામકો સીમેન્ટ (બંધ ભાવ રૂ.૯૪૧.૭૦ તા.૦૨-૦૫-૨૫) ૧૦૧૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૫૭.૩૧ અને ૪૮ દિવસની ૯૧૭.૮૧ તેમજ ૨૦૦ દિવસની ૮૯૩.૭૬ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૩૬ નીચે ૯૨૭, ૯૧૩, ૯૦૦, ૮૯૩ સુધીની શક્યતા.
ઈન્ડસ ટાવર્સ (બંધ ભાવ ૩૭૯.૩૦ તા.૦૨-૦૫-૨૫) ૪૨૧.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૯૫.૭૧ અને ૪૮ દિવસની ૩૬૭.૦૫ તેમજ ૨૦૦ દિવ સની ૩૫૦.૬૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૮ નીચે ૩૭૩, ૩૬૭, ૩૬૦, ૩૫૫ મહત્ત્વની સપાટી ગણાય.
એસ્કોર્ટસ (બંધ ભાવ રૂ.૩૨૧૬.૩૦ તા.૦૨-૦૫-૨૫) ૩૪૬૭.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૩૦૪.૮૬ અને ૪૮ દિવસની ૩૨૨૬.૦૨ તેમજ ૨૦૦ દિવસની ૩૩૬૨.૭૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૩૦૭ ઉપર ૩૩૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૨૦૫ નીચે ૩૧૮૬, ૩૧૪૬ મહત્ત્વની સપાટી ગણાય.
ઈન્ડિયન ઓવરસીસ બેંક (બંધ ભાવ ૩૭.૮૬ તા.૦૨-૦૫-૨૫) ૩૩.૫૦નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭.૮૫ અને ૪૮ દિવસની ૪૧.૦૫ તેમજ ૨૦૦ દિવસની ૪૯.૦૨ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ન્યુટ્રલ, તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૧, ૪૫, ૪૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૩૬ નીચે ૩૩.૫૦ સપોર્ટ ગણાય. ધીરજ હોય તોજ રોકાણ કરવું.
બેંક નિફટી ફયુચર (બંધ ભાવ ૫૫૨૦૯.૮૦ તા.૦૨-૦૫-૨૫) ૪૯૩૬૬.૧૦નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૪૧૪.૬૮ અને ૪૮ દિવસની ૫૧૯૧૨.૫૬ તેમજ ૨૦૦ દિવસની ૫૪૫૨૬.૩૯ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૧૯૪ ઉપર સુધારો જોવાય. નીચામાં ૫૪૪૦૯ નીચે નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ ૨૪૪૦૦.૭૦ તા.૦૨-૦૫-૨૫) ૨૧૮૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૦૨૬.૩૪ અને ૪૮ દિવસની ૨૩૪૬૮.૩૦ તેમજ ૨૦૦ દિવસની ૨૪૦૭૫.૯૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ, તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૧૮ ઉપર ૨૪૭૦૦, ૨૪૯૩૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૨૮૦ નીચે ૨૪૦૮૦ તુટે તો નબળાઈ સમજવી. ૨૩૯૭૫ મહત્ત્વની સપાટી ગણાય.
સાયોનારા
મુજને દગો કર્યાનો ખુલાસો ન કર હવે, એ વાત હવે ખોટી પડે એમ પણ નથી.
ખલીલ ધનતેજવી