Get The App

ગુજરાતમાં બિનખેડૂતોને ખેતીની જમીન ધારણ કરવા કાયદો સુધારવાની ચાલ કુઠારઘાત સાબિત થશે

Updated: Apr 7th, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં બિનખેડૂતોને ખેતીની જમીન ધારણ કરવા કાયદો સુધારવાની ચાલ કુઠારઘાત સાબિત થશે 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- બિનખેડુત દ્વારા ધારણ કરેલ ખેતીની જમીન વિરૂધ્ધ ગણોતધારાની કલમ-૮૪સી હેઠળની કાયદેસરની કાર્યવાહી

ગતાંકથી ચાલુ...

ગત લેખમાં ૧/૫/૧૯૬૦થી જુદા પડેલ બૃહદ / દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી નવીન ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓ સહિત મુંબઈ સરકાર દરમ્યાન જમીન સુધારા કાયદાઓના ભાગરૂપે ખેતીનીજમીનના વહિવટ અને ગણોત કાયદો-૧૯૪૮ અને સૌરાષ્ટ્રના ઘરખેડની કલમ-૫૪ અને ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ધારણ કરી શકતો નથી. અને કલેક્ટરે જે ખેડુત પ્રમાણપત્ર આપવાનું છે તે પણ વાર્ષિક જેની રૂ. ૫૦૦૦/- થી આવક વધુ ન હોય અને ખેતીમાં રસ હોઈ તેવી વ્યક્તિને પરવાનગી આપવાની જોગવાઈ છે. ગત લેખમાં કયા પરિપ્રેક્ષ્યમાં બિનખેડુતની તરફેણમાં ખેતીની જમીન ખરીદવા ઉપર નિયંત્રણો છે તે અંગે વિસ્તૃતપણે કાયદાકીય પીઠબળ સાથે સમજ આપવામાં આવેલ, આ ગણોત કાયદામાં ''જાત ખેતી''ની વ્યાખ્યા પણ આપવામાં આવેલ છે અને તેની કલમ-૨(૨) અને ૨(૬) હેઠળ ૧૯૯૯ સુધી આ કાયદામાં સુધારો કર્યો ત્યાં સુધી ૮ કિમીની મર્યાદામાં ખેતીની જમીન ધારણ કરી શકતા અને ૧૫ કિમી સુધીમાં સુપરવીઝન હેઠળ ખેતી કરાવી શકતા તેવું નિયંત્રણ હતું તે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શાશનકાળ દરમ્યાન રદ કરવામાં આવેલ, પરંતુ તેનાથી કોઈ ખાતેદાર જમીન ટોચ મર્યાદાથી વધારે જમીન ધારણ કરવાની છુટછાટ નથી પરંતુ એવું કહી શકાય કે તે અંગેની અસરકારકતા કે તે અંગેનું નિયમનકારી (Monitoring)  વ્યવસ્થાતંત્ર નથી જેથી ફક્ત એફીડેવીટ રજુ કરવાથી અથવા ખરાઈ કરવાની શરત સાથે ખેતીની જમીન ખરીદવાની કે ધારણ કરવાની સાથે ખેડુત કુટુંમ્બના સભ્યો ખેતવિષયક ટોચ મર્યાદા ઉપર પણ જમીન ધારણ કરતા હશે.

 કોઈપણ ખેતી કે ખેતી સિવાયની જમીનોની ખરીદી / તબદીલી / વિગેરે રજીષ્ટ્રેશન એક્ટ / સ્ટેમ્પ એક્ટ અન્વયે રજીસ્ટર્ડ દસ્તાવેજ આધારે કરવામાં આવે છે અને આ અંગે જમીન મહેસુલ અધિનિયમના પ્રકરણ-૧૦એ હક્કપત્રકની જોગવાઈઓ હેઠળ અગાઉ હસ્તલિખીત ગામના નમુના નં-૬ના હક્કપત્રકમાં તલાટી દ્વારા જ્યાં સુધી ૨૦૦૪થી ઈ-ધરા મામલતદાર કચેરીમાં નોંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, ત્યાં સુધી કરવામાં આવતી હતી. પરંતું સૌએ જાણવાની જરૂર છે કે હક્કપત્રકમાં નોંધ પાડવાની સત્તા ૨૦૦૪ સુધી તલાટીની હતી, ત્યારબાદ મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદારની છે અને હક્કપત્રકમાં નોંધ પાડવામાં આવે છે તે Not below the rank of Aval Karkun- અર્થાત નાયબ મામલતદાર કક્ષાના કર્મચારી અને મામલતદાર હક્કપત્રકમાં પાડવામાં આવતી નોંધોને પ્રમાણિત / મંજુર / નામંજુર કરવાની સુચનાઓ છે. રાજ્ય સરકારે પણ હક્કપત્રકમાં જુદા જુદા વ્યવહાર વેચાણ / તબદીલી / બોજો / વારસાઈ / વહેંચણી / નામ કમી / નામ દાખલ કરવા સહિતના કિસ્સાઓમાં માર્ગદર્શક સુચનાઓ આપી છે અને સર્વ સામાન્ય સિધ્ધાંત મુજબ હક્કપત્રકની નોંધોની Presumptive Value છે એટલે કેUnless Contrary Proved વિરુધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી માન્ય રાખવાની છે અને કોઈપણ માલીકી હક્ક અંગે તકરાર થાય તો માલીકી નક્કી કરવાની સત્તાઓ સીવીલ કોર્ટને છે. વધુમાં હક્કપત્રકની નોંધોને Fiscal Purpose માટે ગણવામાં આવે છે. એટલે કે જમીન મહેસુલ ભરવાને પાત્ર છે અને કોની પાસેથી કેટલું જમીન મહેસુલ વસુલ કરવું તે અંગેનું વ્યવસ્થાતંત્રને હક્કપત્રક સાથે જોડતાં હક્કપત્રકની નોંધોનું મહત્વ છે અને પાયાની બાબત તરીકે નાયબ મામલતદાર / મામલતદાર કક્ષાના કર્મચારીને હક્કપત્રકની નોંધ મંજુર કરવાના અધિકારો આપેલ હોવાથી ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડના ૫૪ના નિયંત્રણો વિરૂધ્ધ બિનખેડુતોની તરફેણમાં હક્કપત્રકની નોંધ મંજુર કરવાથી દાવાનું કારણ (Cause of action) એટલે કે ખેડુતનો દરજ્જો એકવાર ખોટી નોંધ મંજુર કરાવીને તે આધારે જુદી જુદી જગ્યાએ ખેતીની જમીનો બિનખેડુતો દ્વારા ખરીદવામાં આવવામાં આવી રહી છે અને આવી ગેરકાયદેસર અગાઉ મંજુર થયેલ નોંધો સમયસર કલેક્ટર દ્વારા રીવીઝનમાં લઈ રદ કરવાની કાર્યવાહી થતી ન હોવાના કારણે લાંબાગાળા બાદ એક કાનુની પ્રક્રિયાનો ગેરઉપયોગ (Abuse of Process of Law) કરીને સમયમર્યાદાના મુદ્દાને ધ્યાનમાં લેતાં (Limitation Point) હાઈકોર્ટ કે અન્ય કોર્ટો દ્વારા વિલંબીત સ્વરૂપે લેવાયેલ મહેસુલી અધિકારીઓના નિર્ણય રદ કરવામાં આવે છે અને હક્કપત્રક હેઠળ જે નોંધો ગેરકાયદેસર રીતે મંજુર કરવામાં આવી હોય તે રીવીઝન / રીવ્યુમાં લેવાની જોગવાઈઓ જમીન મહેસુલ અધિનિયમ / નિયમો હેઠળ ૧૦૮(૫) તેમજ અધિનિયમની કલમ ૨૧૧ હેઠળ લેવામાં આવે છે અને તેમાં કલેક્ટર અને સચિવશ્રી અપીલ્સ મહેસુલ વિભાગની કાર્યવાહીમાં સમય વ્યતિત જાય છે જેને હું મહેસુલ વિભાગની બારમાસી Perennial Proceeding ગણુ છું.  બિનખેડુતની તરફેણમાં થયેલ કાર્યવાહીને ગણોતધારાની કલમ-૬૩ના નિયંત્રણ કે સૌરાષ્ટ્ર ઘરખેડ ૫૪ના નિયંત્રણને નિષ્ફળ બનાવેલ કાર્યવાહી મામલતદાર અને કૃષિપંચ એટલે કે ટ્રીબ્યુનલે કરવાની છે.

ગણોતધારાની કલમ-૮૪સી હેઠળની કાર્યવાહી કે ગણોતધારાની જોગવાઈઓના ભંગ હેઠળની કાર્યવાહી છે અને આ જોગવાઈ હેઠળ મામલતદાર અને કૃષિપંચને જમીન સરકાર હસ્તક લેવાની જોગવાઈ છે અને આમાં પણ મામલતદારના હુકમ વિરૂધ્ધ નાયબ કલેક્ટર (જમીન સુધારા) સમક્ષ રીવીઝન અપીલ અને તેના હુકમ સામે જમીન મહેસુલ પંચ (Land Revenue Tribunal) સમક્ષ અપીલ કરવાની જોગવાઈ છે. આમ બિનખેડુતની તરફેણમાં થયેલ વ્યવહારોને એકવાર હક્કપત્રકમાં નોંધ મંજુર થયા બાદ જમીન મહેસુલ અધિનિયમ અને ગણોતધારાની અલગ અલગ કાર્યવાહીથી Long-drawn બની જવાથી બિનખેડુતોએ ખરીદેલ ખેતીની જમીનો સામેની કાર્યવાહી અસરકારક સ્વરૂપે જોવા મળતી નથી. ગુજરાત હાઈકોર્ટ વડોદરા એવરગ્રીન એપાર્ટમેન્ટના કિસ્સામાં અને લક્ષ્મીનારાયણ સોસાયટીના કેસમાં સબંધિત કાયદાઓમાં જે જોગવાઈ છે તે મુજબ જ કાર્યવાહી કરવાના ચુકાદાઓ છે એટલે કે જમીન મહેસુલ નિયમો હેઠળ બિનખેડુતની નોંધ રદ કરવાથી કાયદાકીય જોગવાઈના પર્યાપ્ત પગલાં નથી પરંતુ તે અંગે ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ ૮૪સીની કાર્યવાહી ગણોતધારા અંતર્ગત કરવાની થાય છે આમ તારણ સ્વરૂપે કહી શકાય કે એકવાર બિનખેડુતની તરફેણમાં હક્કપત્રકની નોંધ નાયબ મામલતદાર / મામલતદાર કક્ષાએથી કરવાથી કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવાની સાથોસાથ લાંબી કાનુની કાર્યવાહી થાય છે. ખેતીની જમીનો દિનપ્રતિદિન સિમિત થતી જાય છે અને મર્યાદિત લોકોના હાથમાં જમીનોનું Holding વધતું જાય છે જે મૂળભુત ખેત જમીન સુધારા કાયદાઓના મુળભુત હાર્દ વિરૂધ્ધ છે.                          ક્રમશઃ


Tags :