Get The App

વિદેશી વેપારમાં USને જંગી ખાદ્યએ ટ્રમ્પના ગુસ્સાનું મુખ્ય કારણ

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશી વેપારમાં USને જંગી ખાદ્યએ ટ્રમ્પના ગુસ્સાનું મુખ્ય કારણ 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ભારત દૂધ અને દહીંમા પગ રાખે એ ટ્રમ્પને બિલકુલ પસંદ નથી

અમેરિકા જેવા સમૃદ્ધ દેશની માલસામાન (ગુડઝ પ્લસ સર્વીસીઝ)ની પોતાના દેશમાં આયાત કરતા નિકાસ જંગી વધારે હોવી જોઇએ અને ટ્રેડ સરપ્લસ પણ અધધધ હોવો જોઇએ પરંતુ વસ્તુસ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. ૨૦૨૪મા અમેરીકામાંથી માલસામાનની નિકાસ ૩૧૯૧.૬ બીલીયન ડોલર્સની હતી જ્યારે તેની આયાત ૪૧૧૦ બીલીયન ડોલર્સની હતી અને આયાત અને નિકાસ વચ્ચેની ખાદ્ય જેને ટ્રેડ ડેફીસીટ કહે છે તે લગભગ ૯૧૮ બીલીયન ડોલર્સ જેટલી અધધધ હતી. વર્ષોવર્ષઅમેરીકાની ટ્રેડ ડેફીસીટ વધતી જાય છે.

અમેરિકાની સરખામણીમા ઇ.સ. ૨૦૨૪મા ચીનની જગતના જુદા જુદા દેશોના નિકાસ ૩૫૭૭.૩ બીલીયન ડોલર્સ અને ચીનની જુદા જુદા દેશોમાંથી આયાત ૨૫૮૫.૧ બીલીયન ડોલર્સની હતી જે દર્શાવે છે કે ૨૦૨૪મા ચીનનો ટ્રેડ સરપ્લસ અધધધ ૯૯૨.૨ બીલીયન ડોલર્સ હતો. ચીનની માત્ર અમેરીકા ખાતેની ૨૦૪મા નિકાસ ૫૨૪.૭ બીલીયન ડોલર્સ હતી જ્યારે ચીને અમેરીકા પાસેથી ૨૦૨૪મા માત્ર ૧૬૩.૬ બીલીયન ડોલર્સની આયાત કરીને ચીને અમેરિકા સાથેના વ્યાપારમા ૩૬૧.૧ બીલીયન ડોલર્સનો જંગી ટ્રેડ સરપ્લસ ઊભો કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે શું આજકાલનું સામ્યવાદી ચીન તેના શ્રમિકોનું શોષણ કરીને પુષ્કળ ઓછી મજૂરી આપીને અમને ચેલેન્જ કરે.

ભારત પર તો અમેરીકાના પ્રેસીડેન્ટ ટ્રમ્પને બે કારણોસર ભારે ગુસ્સો છે. પ્રમુખ કારણ એ કે ભારત અમેરિકાના માલસામાન પર જંગી આયાતવેરો નાખે છે. અમેરિકનકારોની આયાત પર ભારત ૧૫૦ ટકા આયાતવેરો નાખે છે. ભારતે અમેરીકા ખાતે ૨૦૨૪મા અમેરિકામાંથી માત્ર ૪૧.૫ બીલીયન ડોલર્સના માલસામાનની આયાત કરી જ્યારે ભારતે ૨૦૨૪મા અમેરીકાને ૭૭.૫ બીલીયન ડોલર્સની નીકાસ કરીને અમેરીકા સાથે જંગી ટ્રેડ સરપ્લસ ઊભો કર્યો છે.

ટ્રમ્પના મત મુજબ જગતનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર અમેરીકા છે તો પછી તેનો ટ્રેડ સરપ્લસ જંગી હોવો જોઇએ તેને બદલે અમેરીકાની વિદેશી વ્યાપારમા જંગી ડેફીસીટ જગતના અન્ય દેશોની લુચ્ચાઇને કારણે આ લુચ્ચાઈના સરદારો ચીન અને રશિયા છે તેમ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે. તે ઉપરાંત તે એમ પણ માને છે કે ચીન પાસે દુર્લભ ધાતુઓ અને મેગ્નેટસનો ભંડાર છે તેથી ચીન જગત પર દાદાગીરી કરે છે જે અમેરીકા નહી ચલાવી લે. ચીન અને રશિયા અમારા અમેરીકન વર્લ્ડ ઓર્ડરને તોડવા માંગે છે તેથી ટ્રમ્પ ગભરાયા છે.

બ્રીક્સની રચના ઃ ભારત પર અમેરીકાના ગુસ્સાનું સૌથી મોટું કારણ એ છે કે ભારતે રશિયા અને ચીન જેવા અમેરીકાના દુશ્મન દોસ્તો સાથે મળીને અને બ્રાઝીલ તથા સાઉથ અમેરીકાને પણ સાથે રાખીને બ્રીક્સની રચના કરી છે. આમ કરીને ભારતને તેના મીત્ર દેશ અમેરિકાની પીઠમાં ખંજર માર્યું છે. ભારત બહુ જ તકવાદી અને ગરજ મતલબી છે કે રશિયા પાસેથી સસ્તાભાવે ક્રૂડ ઓઇલ મેળવવા ભારતે અમારા કટ્ટર દુશ્મન રશિયા સાથે હાથ મીલાવ્યા છે. સમસ્ત બ્રીક્સ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવા રચાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવું સ્પષ્ટપણે જણાવતા નથી પરંતુ તેમના વિરોધનો સુર તેમના ઇરાદાને સ્પષ્ટ કરે છે. વળી ભારત અમેરીકન માલસામાન પર ભારે કરવેરા નાખે છે તે હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી. ભારતે બ્રીક્સની રચનામાં પહેલવૃત્તી (ઇનીસીએટીવ) દર્શાવી છે તેમા પણ શંકાને કોઈ સ્થાન નથી વળી બ્રીક્સમા ભારત દેશો ઉપરાંત અન્ય દેશોને પણ હવે સામેલ કરવામાં આવ્ય છે. તેથી ટ્રમ્પ એમ માને છે કે ભારત દૂધ અને દહીં બન્નેમાં પગ રાખવા માગે છે. ભારત રશિયા અને ચીન સાથે બેસે તે અમે કેવી રીતે ચલાવી લઇએ એવો ટ્રમ્પનો અભિગમ છે. ટ્રમ્પ ભૂલી જાય છે કે ભારત સાર્વભૌમત્વ ધરાવતો એક સ્વમાની દેશ છે. ભારત જો ટ્રમ્પનું કહ્યું નહી માને તો ટ્રમ્પ એક યા બીજી રીતે ભારતને પછાડવાનો પ્રયત્ન કરશે. ભારત અર્થકારણની દ્રષ્ટિએ એક ડેડ ઇકોનોમી દેશ છે તેવી ભારત વિષે ટ્રમ્પની ટીપ્પણી ટાઢા પહોરનું ગપ્પુ છે. અમેરીકા છેલ્લા ઘણા વર્ષોથી સરાસરી ૩ ટકાના દરથી આર્થિક વિકાસ કરે છે તો ભારત ૬ ટકાથી કાંઈક વધુ ૬.૨ ટકા કે ૬.૩ ટકાના વાર્ષિક વૃદ્ધિ દરે ઘણા વર્ષોથી વિકાસ કરી રહ્યું છે. પરંતુ ભારતના ખૂણે ખાચરે ચાલતો ભ્રષ્ટાચાર મોદી અને બીજેપી માટે એન્ટીઇન્કમબન્સી ફેકટર સાબીત થઈ રહી છે.